સીઝન 2 માં ગુગલ જેમિની અને ઇલેવનલેબ્સ દ્વારા સંચાલિત ચીફ ટેસ્ટિંગ ઓફિસર પૂજા ઢીંગરા પણ આવશે
ગુજરાત, અમદાવાદ | ૦૬ નવેમ્બર ૨૦૨૫ — ડેઝર્ટની વાત આવે ત્યારે સૌને ટ્વિસ્ટમાં મજા પડે છે. થોડું અમથું આશ્ચર્ય રેસીપીમાં એકાએક નવીનતા લાવી દે છે. બ્રિટાનિયા બોર્બોન આ ટ્વિસ્ટલાવી રહ્યું છે. બ્રિટાનિયા ફરીથી બોર્બોન બોર્બોનઇટસીઝન 2લાવી રહી છે, જે હવે અવાજ-સંચાલિત, બહુભાષી રેસીપી અનુભવની પરિકલ્પના લઈને. તો કિચનમાં થોડી મજા માણવા માટે તૈયાર થઈ જાઓ.
WPP મીડિયાના સહયોગથી વિકસાવવામાં આવેલી, BourbonIT સીઝન 2 રેસીપી અને ઇમેજ જનરેશન માટે Google Gemini અને શેફ પૂજા ઢીંગરાના AI અવતાર વોઇસ માટે ElevenLabs દ્વારા સંચાલિત છે, જે પ્લેટફોર્મને ઇન્ટરેક્ટિવ, વોઇસ-ફર્સ્ટ રેસીપી આસિસ્ટન્ટમાં રૂપાંતરિત કરે છે.બોર્બોન પેક અથવા QR કોડને સ્કેન કરીને, વપરાશકર્તાઓ સાત ભારતીય ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, બંગાળી, મરાઠી, ગુજરાતી અને કન્નડમાંથી પોતાની મનપસંદ ભાષા પસંદ કરી શકે છે અને તેમના રેસીપીના આઇડિયાને સીધા જ કહેછે. સિસ્ટમ તરત જ તેમના ઇનપુટ્સને સમજી લેશે તેમને ઇન્ગ્રેડિઅન્ટના સૂચનો અને સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન સહિત સ્ટ્રક્ચર્ડ રેસીપી વિચારોમાં તબદિલ કરી દેશે.
આ સિઝનમાં બ્રાન્ડના ચીફ ટેસ્ટિંગ ઓફિસર, શેફપૂજાઢીંગરા, એક નવા ડિજિટલ અવતારમાં પાછા આવી રહ્યા છે. વપરાશકર્તાઓ AI દ્વારા તેમની સાથે વાર્તાલાપ કરી શકે છે, પ્રક્રિયામાં માર્ગદર્શન આપતો તેમનો અવાજ સાંભળી શકે છે અને એક મનોરંજક, ઇન્ટરેક્ટિવ રસોઈ અનુભવનો આનંદ માણી શકે છે. જે તેમના રસોડામાં તેમની સાથે ચેટ કરવા જેટલો વાસ્તવિક લાગશે.
દરેક સહભાગીને પૂજા ઢીંગરા દ્વારા ડિજિટલી સહી કરાયેલ એક વ્યક્તિગત રેસીપી પ્રમાણપત્ર મળશે, જે તેમના ક્રિએશનની નવાજેશ હશે. એકવાર રેસીપી તૈયાર થઈ જાય, પછી વપરાશકર્તાઓ તેમની બોર્બોન-પ્રેરિત વાનગીઓના ફોટાઓને કેમ્પેન ડેશબોર્ડ પર અપલોડ કરી શકશે અને આખરે પૂજા દ્વારા બ્રિટાનિયા બોર્બોનઇટચેલેન્જના વિજેતાઓની જાહેરાત સાથે સીઝનનું સમાપન થશે.
સિદ્ધાર્થ ગુપ્તા (જનરલ મેનેજર, માર્કેટિંગ,બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ)એજણાવ્યું હતું કે, “દેશભરમાંથી 28,000થી વધુ રેસિપીનો ફ્લો સાથેની સીઝન 1 એ પ્રેરિત કરેલી સર્જનાત્મકતાથી અમે ખૂબ ઉત્સાહિત છીએ. બોર્બોનઇટએઅમને બતાવ્યું છે કે ગ્રાહકો ફક્ત બ્રિટાનિયા બોર્બોન ખાવાનું પસંદ કરવાની સાથે તેઓ પ્રયોગ કરવાનું પણ પસંદ કરે છે. સીઝન 2 સાથે, અમે અવાજ અને પ્રાદેશિક ભાષાઓને ઉમેરીને અનુભવને વધુ સુલભ બનાવવા માંગીએ છીએ. બ્રિટાનિયા બોર્બોન હંમેશા ચોકલેટ, ચોકલેટ, ચોકલેટ અનુભવ માટે ઉભીછે અને આ પ્લેટફોર્મ દ્વારા, અમે ઇચ્છીએ છીએ કે લોકો તેમના મનપસંદ બિસ્કિટનો આનંદ માણવાની નવી રીતો શોધતા રહે.”
શેફ પૂજા ઢીંગરાએ ઉમેર્યું, “જ્યારે રસોઈ નેચરલ હોવાનો અહેસાસ કરાવે ત્યારે તે સૌથી વધુ આનંદદાયક લાગેછે અને આ વસ્તુ બોર્બોનઇટ સીઝન 2ને લાઇવ બનાવે છે. હવે તમે મારા AI અવતાર સાથે વાત કરી શકો છો, તમારા વિચારો શેર કરી શકો છો, અને સાથે મળીને આપણે કોઈપણ રેસીપીને બોર્બોન ટ્વિસ્ટ આપી શકીએ છીએ. તે સરળ, ફ્રેન્ડલી અને ખૂબ જ મનોરંજક બની રહેશે.”
અમીન લાખાણી, (પ્રેસિડેન્ટ, ક્લાયન્ટ સોલ્યુશન્સ, WPP મીડિયા સાઉથ એશિયા)એ કહ્યું કે“ બોર્બોનઇટચેલેન્જ 2.0માં AI ભારતના ફૂડ અને ઇમેજીનેશન પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત થાય છે. પૂજા ઢીંગરાને દર્શાવતી ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ AI-માર્ગદર્શિત શેફ યાત્રા સાથે બહુભાષી અનુભવને જોડીને, અમે દરેક પેકને શોધ અને સર્જનાત્મકતાના પ્રવેશદ્વારમાં ફેરવી દીધું છે. ડેટા, ટેકનોલોજી અને વાર્તા કથન એકસાથે એક જગ્યાએ ભેગા થઈને સહદારીને કેવી રીતે પ્રેરણા આપી શકે છે અને બ્રાન્ડ્સ ગ્રાહકો સાથે કેવી રીતે જોડાય છે તેનોઆ એક પુરાવો.”
વર્ષોથી, બ્રિટાનિયા બોર્બોને તેના દરેક કાર્યના કેન્દ્રમાં તેની સિગ્નેચર ચોકલેટ, ચોકલેટ, ચોકલેટ સ્વાદને જાળવી રાખીને આગળ વધવાનું ચાલુ રાખ્યું છે. બ્રિટાનિયા Winkin’ કાઉ બોર્બોન શેકથી લઈને NIC બોર્બોન આઈસ્ક્રીમ અને બોમ્બે સ્વીટ શોપ સાથેના સહયોગથી બ્રિટાનિયા બોર્બોન ચોકલેટ મોદક સુધીના બ્રાન્ડના સહયોગથી, ક્લાસિક બિસ્કિટ કેવી રીતે ઘણા સ્વરૂપો અને સ્વાદો ધારણ કરી શકે છે તે બતાવવામાં આવ્યું છે . બોર્બોનઇટસીઝન 2 સાથે, બ્રાન્ડની આ સફર આગળ ધપે છે, નવીનતા અને આનંદને એવી રીતે મિશ્રિત કરે છે કે દરેક વ્યક્તિ તેનો આનંદ માણી શકે.
આમ, ભલે તમે ઘરે બેકર હોવ કે નવી વાનગીઓ અજમાવવાનું પસંદ કરતા હોવ, બોર્બોનઇટ તમારા રસોડાને થોડું વધુ રોમાંચક બનાવવા માટે આવી રહ્યું છે. બોર્બોનઇટની કલ્પના કરો અને મજેદારફનમાં જોડાવ.
તમારી રેસીપીનેબોર્બોનઇટકરવા માટેનાં પગલાં :
- બ્રિટાનિયા બોર્બોન પેક પરનો QR કોડ સ્કેન કરો
- પૂજા ઢીંગરાના AI અવતાર દ્વારા સાત ભાષાઓમાં બોર્બોન રેસિપી બનાવો
- તમારું બોર્બોન ક્રિએશન સબમિટ કરો અને સ્વિટ્ઝર્લૅન્ડની ટ્રીપ જીતવાની તક મેળવો*
બોર્બોનઇટને મોબાઇલ ડિવાઇસ દ્વારા https://bourbonit.in/પર ઍક્સેસ કરી શકાય છે
* નિયમો અને શરતો લાગુ
