Truth of Bharat
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બોઈંગ દ્વારા બિલ્ડ પ્રોગ્રામની પાંચમી આવૃત્તિ માટે અરજીઓ મગાવાઈ

  • પાંચ વર્ષમાં બોઈંગ યુનિવર્સિટી ઈનોવેશન લીડરશિપ ડેવલપમેન્ટ (બિલ્ડ) ઉચ્ચ સ્તરના વેપાર સમાધાનમાં યુનિવર્સિટી પ્રેરિત અને વહેલા તબક્કાની સ્ટાર્ટ-અપને ફેરવીને અગ્રણી રાષ્ટ્રીય મંચ તરપીકે ઊભરી આવી છે. 

દિલ્હી, ભારત | ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૬ — બોઈંગ [NYSE: BA] દ્વારા આજે 2025-26 માટે તેના બોઈંગ યુનિવર્સિટી ઈનોવેશન લીડરશિપ ડેવલપમેન્ટ (બિલ્ડ)ની પાંચમી આવૃત્તિ માટે અરજીઓ ખુલ્લી મૂકવામાં આવી હોવાની ઘોષણા કરવામાં આવી છે, જે ભારતના સ્ટુડન્ટ ઈનોવેટર્સ અને વહેલા તબક્કાની સ્ટાર્ટ-અપ્સ માટે તેના દીર્ઘ સ્થાયી આધાર પર ભાર આપે છે.

2019માં બિલ્ડ દ્વારા દેશભરના ગ્રેજ્યુએટ્સ અને વહેલી તક્કાના સ્ટાર્ટઅપ એન્ટરપ્રેન્યોર્સને ઈન્ક્યુબેટર્સ, રોકાણકારો અને બોઈંગના ઉદ્યોગના નિષ્ણાતો સાથે જોડીને તેમના આઈડિયા પિચ અને વિકાસ કરવા માટે અભિમુખ બનાવીને સંકલ્પનાને બજાર સુસજ્જ સમાધાનમાં પરિવપક્વ બનાવવા માટે મદદ કરવામાં આવી હતી. હવે શિક્ષણ જગત, ઉદ્યોગ, ઈન્ક્યુબેટર્સ અને રોકાણકારોને માળખાબદ્ધ અને અખંડ મંચમાં એકત્ર લાવીને બિલ્ડ દ્વારા વહેલા ઈનોવેશનનું જોખમ દૂર કરવાં, સ્ટાર્ટની સુસજ્જ મજબૂત બનાવવામાં અને સંકલ્પનાથી ડિપ્લોયમેન્ટ સુધી પ્રવાસને ગતિ આપવામાં મદદ કરે છે.

પાંચ એડિશન્સમાં પ્રોગ્રામે રાષ્ટ્રભરમાં હજારો ગ્રેજ્યુએટ્સ અને સ્ટાર્ટઅપ્સને ટેકો આપીને એરોસ્પેસ, ડિફેન્સ, ટેકનોલોજી, સક્ષમતા અને સામાજિક પ્રભાવનાં ક્ષેત્રોમાં ભારતની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં આઈડિયા અને સમાધાનને ગતિ આપી છે.

બોઈંગના સ્ટેટ એડવોકેસી અને ગ્લોબલ એન્ગેજમેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ બિલ મેકશેરીએ જણાવ્યું હતું કે, ‘‘એક સદીથી બોઈંગે વૈશ્વિક એરોસ્પેસ ઈનોવેશનમાં આગેવાની કરી હોઈ નક્કર વિચારોને જીવન સુધારતા સમાધાનમાં ફેરવી લીધા છે. વિદ્યાર્થીઓ અને એન્ટરપ્રેન્યોર્સનાં સપનાં અને મહત્ત્વાકાંક્ષાને આકાર આપવા મદદરૂપ થવા માટે બિલ્ડના સિદ્ધ ટ્રેક રેકોર્ડ સાથે અમે આ પ્રોગ્રામને નવી ઊંચાઈએ લઈ જવા માટે ટેકો આપવામાં ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ.’’

બોઈંગ ઈન્ડિયા અને સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ સલિલ ગુપ્તેએ જણાવ્યું કે, ‘‘ ભારતનો સ્ટાર્ટઅપ સમુદાય નક્કર વિચાર અને ઊંડી ટેક્નિકલ ક્ષમતાઓ લાવે છે. છેલ્લાં પાંચ વર્ષમાં બિલ્ડે આ ક્ષમતાને પોષીને વિચારોને પાંખો આપી છે, મેન્ટોરશિપ અને ઉદ્યોગ નિપુણતા પ્રદાન કરી છે અને હજારો વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરે પહોંચવા તક આપી છે અને સંકલ્પનાઓને ક્ષમતાઓમાં પરિપક્વ બનવામાં મદદ કરી છે. અમે અમારી ઈન્ક્યુબેટર ઈકોસિસ્ટમમાં ભાગીદારીની ઊંડાણથી કદર કરીએ છીએ, જે ઈનોવેટર્સ અને એન્ટરપ્રેન્યોર્સને પોષવાના આ પ્રવાસનો આંતરિક ભાગ છે.’’

બોઈંગે ભારતમાં બિલ્ડને સંગઠિત કરવા માટે સાત ઈન્ક્યુબેટર્સ સાથે ભાગીદારી ચાલુ રાખી છે, જેમાં સોસાયટી ફોર ઈનોવેશન- આઈઆઈટી મુંબઈ, ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર- આઈઆઈટી દિલ્હી, ઈનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ સેન્ટર- આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈટી મદ્રાસ- ઈન્ક્યુબેશન સેલ, સોસાયટી ફોર ઈનોવેશન એન્ડ ડેવલપમેન્ટ- આઈઆઈએસસી બેન્ગલુરુ, ટી- હબ હૈદરાબાદ અને ટેક્નોલોજી બિઝનેસ ઈન્ક્યુબેટર- કેઆઈઆઈટી ભુવનેશ્વરનો સમાવેશ થાય છે. અરજદારોને હવે એરોસ્પેસ અને ડિફેન્સ, ટેકનોલોજી, સામાજિક પ્રભાવ અને સક્ષમતાનાં ક્ષેત્રોમાં આઈડિયા સુપરત કરવા આમંત્રિત કરવામાં આવે છે.

આખરી પસંદગી પામેલી ટીમોએ પ્રાદેશિક સ્તરના બૂટ કેમ્પમાં સ્પર્ધા કરવાની રહેશે અને ફાઈનલિસ્ટો જુલાઈ 2026માં યોજાનાર બોઈંગ ઈમર્શન ડે અને બિલ્ડ ફાઈનલ્સ પર વિષયી બાબતના નિષ્ણાતોને તેમના આઈડિયા પિચ કરશે. વિજેતાઓને તેમના આઈડિયાઓને વિકસાવવા ટેકો આપવા પ્રત્યેકી રૂ. 10 લાખની ગ્રાન્ટ અપાશે. બોઈંગના મેન્ટરો અને ઉદ્યોગના નિષ્ણાતો આ આઈડિયાને સુચારુ બિઝનેસ ઓફરમાં ફેરવવા માટે રિફાઈન કરવા અને પદ્ધતિઓ સૂચવવા માટે ફાઈનલિસ્ટો સાથે નિકટતાથી ઈન્ટરએક્ટ અને કમ કરશે.

ઈચ્છુક વિદ્યાર્થીઓ અને એન્ટરપ્રેન્યોર્સ અહીં અરજી કરી શકે છેઃ –https://www.boeing.co.in/boeing-in-india/build. તે સુપરત કરવા આખર તારીખ 4 એપ્રિલ, 2026ના રોજ છે.

=============

Related posts

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ

truthofbharat

નેટફ્લિક્સની સસ્પેન્સ થ્રિલર સિરીઝ ‘સારે જહાં સે અચ્છા’ના પ્રમોશન માટે અભિનેતા પ્રતીક ગાંધી અને સન્ની હિંદુજા અમદાવાદની મુલાકાતે

truthofbharat

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: કોલકાતા થંડરબ્લેડ્સ એ ગત ચેમ્પિયન ગોવા ચેલેન્જર્સને 9-6થી હરાવ્યું, પ્લેઓફની રેસમાં પહોંચ્યું

truthofbharat

Leave a Comment