Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Amazon.in ઉપર ભારતના #GSTબચતઉત્સવની ઉજવણી

  • Amazon.in તમામ એપલાયન્સિસ, ફેશન, એસેન્સિયલ્સ અને અન્ય લાગુ પડતી શ્રેણીઓ ઉપર ગ્રેટ સેવિંગ્સ સેલિબ્રેશન #GSTબચતઉત્સવ સ્ટોરફ્રન્ટ થકી 100કરોડથી પણ વધુ મૂલ્યના GST લાભો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે વિક્રેતાઓને સક્ષમ બનાવે છે
  • એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલના પ્રથમ દિવસે તમામ ગ્રાહકોના 40% જેટલા ઓર્ડર તે જ દિવસે અથવા બીજા દિવસે ડિલિવર કરવામાં આવ્યાં હતાં.
  • પ્રથમ 72 કલાકમાં ભારતના 100% સર્વિસપાત્ર પિન કોડ્સમાંથી ગ્રાહકોએ Amazon.in ઉપર ઓર્ડર મુક્યા હતા

બેંગ્લુરુ | 30 સપ્ટેમ્બર 2025: હાલ ચાલી રહેલા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલના ભાગરૂપે ગ્રેટ સેવિંગ્સ સેલિબ્રેશન #GSTબચતઉત્સવ સ્ટોરફ્રન્ટે વિક્રેતાઓને એપલાયન્સિસ, ફેશન, રોજિંદી જરૂરિયાતની ચીજ-વસ્તુઓ અને અન્ય લાગુ પડતી શ્રેણીઓ ઉપર GST બચત તરીકે રૂ.100કરોડથી વધુના લાભો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સક્ષમ બનાવ્યાં છે. આ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન Amazon.inનો વ્યાપ અને ડિલિવરી સ્પીડ પણ જોવા મળી હતી, જેમાં સમગ્ર દેશભરમાં પહેલા 24 કલાકમાં મુકવામાં આવેલા ગ્રાહકોના ઓર્ડરમાંથી 40% ઓર્ડરની ડિલિવરી તે જ દિવસે અથવા બીજા દિવસે કરવામાં આવી હતી. માત્ર ત્રણ દિવસમાં ભારતના 100% સર્વિસપાત્ર પિન કોડમાંથી ગ્રાહકોએ ઓર્ડર મુક્યાં હતાં, જે સમગ્ર ભારતના ઘરે-ઘરે તહેવારોની ઉજવણીનો આનંદ પહોંચાડે છે. 

એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે,“સેલર્સનેસમર્થન આપવાની અને તેમને સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓનું પાલન કરવામાં મદદ કરવાની અમારી પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, અમે 22 સપ્ટેમ્બરથી નવા GST દરોમાં સરળ સ્થાનાંતરણને સક્ષમ બનાવ્યું છે. ટૂલ્સ, ટેક્સ કોડનું આપમેળે અપડેશન, ફેરફારો અંગેના માસ્ટરક્લાસ અને વધુ દ્વારાઅમે લાખો સેલર્સને ગ્રાહકો માટે GST લાભોને અનુકૂળ રીતે લાગુ કરવા માટે સશક્ત બનાવ્યા છે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલના પ્રારંભિક થોડા દિવસોમાં, અમે સેલર્સનેGST લાભોમાં રૂ.100 કરોડથી વધુની બચત ગ્રાહકો સુધી પહોંચાડવા સક્ષમ બનાવ્યા છે. ગ્રાહકો શાનદાર ડીલ્સ સિવાય પણ ખરીદી કરવાનું ચાલુ રાખીને આ લાભો દ્વારા વધુ બચત કરી શકે છે, કારણ કે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દિવાળી સુધી ચાલુ રહેશે. 

સેમસંગના વાઇસ પ્રેસિડન્ટ અને ડિજિટલ એપલાયન્સિસના હેડ ગુફ્રાન આલમે જણાવ્યું હતું કે,“સમગ્ર રેફ્રિજરેટર્સ, વૉશિંગ મશીન અને એર કન્ડિશન સહિત એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન સેમસંગ બિસ્પોક AI એપલાયન્સિસને મળેલા અદભુત પ્રતિસાદથી અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. વિશેષ અને મજબૂત માર્કેટિંગ પ્રયાસોના કારણે બિસ્પોક AI પોર્ટફોલિયોના યોગદાનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આજે, એમેઝોન ઉપર વેચવામાં આવતાં 2માંથી 1 એપલાયન્સિસ બિસ્પોક AI શ્રેણીમાંથી રજૂ કરાય છે. આ વૃદ્ધિને અમારા સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર્સ, ફ્રન્ટ-લોડ વૉશિંગ મશીન 9kg/12kg, વિન્ડફ્રી એરકન્ડિશનર માટે ગ્રાહકોની પસંદગી ગતિ આપે છે. નોંધપાત્ર રીતે, સેમસંગનું સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર તેની શ્રેણીમાં રહેલું એકમાત્ર મોડલ છે જે એમેઝોન ઉપર ટોચના 10 બેસ્ટ-સેલર્સમાં સ્થાન ધરાવે છે.” 

iQOOના સીઇઓ નિપુણ મૌર્યએ જણાવ્યું હતું કે,”iQOO હંમેશા એમેઝોન ઉપર સૌથી વધુ રેટ ધરાવતી સ્માર્ટફોન બ્રાન્ડમાં સ્થાન ધરાવે છે અને એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલના પ્રથમ 48 કલાકો દરમિયાન તેને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદના સ્વરૂપમાં ગ્રાહકોનો જોવા મળેલો આ પ્રેમ અમારા માટે આંનંદપૂર્ણ ક્ષણ છે. અમારી પરફોર્મન્સથી સંચાલિત ડિવાઇસ ઉપર ગ્રાહકોએ મુકેલો આ ભરોસો અમારા માટે ખરા અર્થમાં મૂલ્યવાન છે અને આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે એમેઝોનની સહાયતાનો અમે આભાર માનીએ છીએ.” 

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલની અદભુત શરૂઆતના પગલે શોપિંગ ટ્રેન્ડ્સ પહેલેથી તમામ શ્રેણીઓમાં GST બચત, એફોર્ડેબિલિટી અને એક્સેસ ગ્રાહકોની પસંદગીને કેવી રીતે આકાર આપે છે તેનું પ્રતિબિંબ પાડે છે. વિશાળ એપલાયન્સિસથી લઈને રોજિંદી જરૂરિયાતની ચીજ-વસ્તુઓ તેમજ પ્રિમિયમ ફેશન, બ્યુટી અને વેલનેસ પ્રોડક્ટ્સ સુધી, સમગ્ર ભારતના ગ્રાહકો લાભદાયક ખરીદીઓની સાથે સાથે તેમની જીવનશૈલીમાં સુધારો લાવી રહ્યાં છે. 

GST સંચાલિત માંગ ફેસ્ટિવ શોપિંગમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે

આ તહેવારોની મોસમમાં તમામ શ્રેણીઓમાં ગ્રાહકોની માંગ નિર્ધારિત કરવામાં તાજેતરમાં થયેલા GST ઘટાડાએ અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગ્રાહકોએ બિગ-ટિકિટ એપલાયન્સિસ અપગ્રેડ કર્યા છે જેમાં એર કન્ડિશનર્સમાં YoY ડબલ ડિજિટ વૃદ્ધી થઇ રહી છે, જ્યારે ઇન્વર્ટરમાં 2X અને ડિશ વૉશર્સમાં 120% વૃદ્ધિ થઇ છે. ગ્રાહકો જ્યારે ટકાઉપણાની સાથે એફોર્ડેબિલિટી બેલેન્સ કરી રહ્યાં છે ત્યારે ઇકો-ફ્રેન્ડલી યુનિટ્સમાં કિચન એપલાયન્સિસમાં 50%નો ઉછાળો જોવા મળ્યો છે. રોજિંદી આવશ્યક ચીજ-વસ્તુઓ ઉપર GST બચતનો પ્રભાવ જોવા મળ્યો છે, બેવરેજિસ, ઓઇલ અને કઠોળ જેવી ચીજ-વસ્તુઓ BAU વિ. 100% વધુ દર્શાવે છે, જ્યારે D2C બ્રાન્ડ્સમાં હાઇ-પ્રોટીન ફૂડ્સ અને સ્પ્રેડ્સની વૃદ્ધિ 150%થી વધુ છે. હોલિસ્ટિક વેલનેસ ગ્રાહકોની પ્રાથમિકતા રહી છે, વે પ્રોટીનના વેચાણમાં BAU વિ. 180%, વિટામિન અને સપ્લિમેન્ટ્સ BAU વિ. 250% વધારો જોવા મળ્યો છે અને આ માંગના વધારામાં ટિયર 2+ ગ્રાહકોના યોગદાન 1.5X રહ્યું છે. ફેમિલી કેર કેટેગરીમાં પણ લાભ જોવા મળ્યો છે, જેમાં GST દર 12% થી ઘટીને 5% થયા બાદ ડાયપર્સમાં BAU વિ. 160% વૃદ્ધિ જોવા મળી છે અને માતા-પિતા ટોક્સિન-ફ્રી, ત્વચા સંભાળ માટે પ્રમાણિત પ્રોડક્ટ્સની માંગણી કરતાં થયા હોવાથી પ્રિમિયમ બેબી સ્કિન કેરમાં BAU વિ. 150% વધારો થયો છે. 

સમગ્ર ભારતભરમાં પ્રિમિયમ શોપિંગમાં ઉછાળો

વર્તમાન એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિલમાં પ્રિમિયમ કેટેગરીએ એક મહત્ત્વપૂર્ણ ટ્રેન્ડ નિર્ધારિત કર્યો છે. રૂ.20,000થી વધુ કિંમતના સ્માર્ટફોનમાં YoY 50%વૃદ્ધિ જોવા મળી છે, જે સમગ્ર કેટેગરીની ASPમાં એકંદરે 30%નો વધારો કરે છે. પ્રિમિયમ TVએ પોતાનો વૃદ્ધિ દર જાળવી રાખ્યો છે, જેમાં QLEDમાં 23%નો ઉછાળો અને મિનિ LEDમાં 27%નો ઉછાળો જોવા મળ્યો છે. લેપટોપ અને સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સમાં અભૂતપૂર્વ માંગ જોવા મળી છે, આઇપેડ એર M3માં 300X વૃદ્ધી,મેકબૂક એર M4માં150X, સેમસંગ ગેલેક્સી ટેબ S9માં 430X વૃદ્ધી જોવા મળી છે,જ્યારે સોની S20R ડોલ્બી હોમ થિયેટરનું વેચાણ 196X પર રહ્યું હતું. શોપર્સનો ટ્રેન્ડ લક્ઝરી આઇટમ તરફ પણ જોવા મળ્યો હતો, લેબ ડાયમંડની માંગમાં YoY 10X વૃદ્ધિ, કોરિયન બ્યુટી પ્રોડક્ટમાં YoY 327%ની વૃદ્ધિ, પ્રિમિયમ લગેજ કેટેગરીમાં 94% વૃદ્ધિ અને CK જિન્સ (+7X) અને GAP (+3X)માં 2.5Xની વુદ્ધિ જોવા મળી હતી. કિંમતી જ્વેલરી અને સિલ્વર કોઈનમાં YoY 5.5Xનો વધારો જોવા મળ્યો હતો. મહત્ત્વ વાત એ છે કે આ વૃદ્ધિ માત્ર મેટ્રો શહેરો પુરતી મર્યાદિત નહોતી, નાના નગરો અને ટિયર 2/3 શહેરોનું પણ તેમાં નોંધપાત્ર યોગદાન જોવા મળ્યું હતું, જે સમગ્ર ભારતમાં પ્રિમિયમ પ્રોડક્ટની ઉપલબ્ધતા વધુ મજબૂત બનાવે છે. 

હેલ્થ અને વેલનેસ કેટેગરીએ મહત્ત્વપૂર્ણ સ્થાન મેળવ્યું

આફેસ્ટિવશોપિંગમાંઆરોગ્યપ્રત્યેજાગૃતપસંદગીઓનાસ્વરૂપમાંગ્રાહકોનાવલણમાંનોંધપાત્રપરિવર્તનજોવામળ્યુંહતું.બેરી અને એવોકાડો જેવા પ્રીમિયમ ફળોમાં અનુક્રમે 3 ગણો અને 2 ગણો વધારો થયો છે, જ્યારે બદામમાં 21 ગણો વધારો થયો છે. COQ10 અને મેગ્નેશિયમ જેવા વિશિષ્ટ ફોર્મ્યુલેશનની માંગને કારણે વિટામિન્સ અને ન્યૂટ્રાસ્યુટિકલ્સમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. ગ્રાહકોએ વ્યક્તિગત સુખાકારીમાં રોકાણ કરતા હોવાથી ટ્રેડમિલ્સમાં વાર્ષિક ધોરણે 66%ના દરે વૃદ્ધિ જોવા મળી છે.આમએકંદરે, આપસંદગીઓઆસિઝનમાંએફોર્ડેબિલિટીઅનેસરળઉપલબ્ધતાનાકારણેસર્વાંગીસુખાકારીતરફલઈજતીજીવનશૈલીતરફગ્રાહકોનાવધતાઝુકાવનેરેખાંકિતકરેછે. 

વ્યાપક ક્ષેત્રોમાં શોપિંગ, પહેલા કરતાં ઝડપી

શોપિંગટ્રેન્ડ્સેએમેઝોનનીઅદ્રિતીયપહોંચઅનેડિલિવરીસ્પીડનેમાંગ્રાહકોનાવિશ્વાસનેવધુમજબૂતબનાવ્યોછે. એમેઝોનબજારના 65થીવધારેશોપર્સટિયર 2 અનેતેસિવાયનાક્ષેત્રોમાંથીઆવેછે, જ્યારેનવાગ્રાહકોમાં 10X વધારોજોવામળીરહ્યોછેઅનેરોજિંદાગ્રાહકોમાંસરેરાશનીવિ. 500% વધારોથઇરહ્યોછે. એસેસરીઝ (+40%)  અનેEV એડોપ્શન (+28% YoY) ટૂવ્હીલરનાવેચાણમાંYoY 150%નોવધારોથયોછે. એમેઝોન નાઉએ બેંગલુરુ, દિલ્હી અને મુંબઈના ગ્રાહકોને પસંદગીના પિનકોડમાં ખૂબ જ ઝડપી ડિલિવરી આપવાનું યથાવત રાખ્યું છે. એમેઝોન ફ્રેશ દ્વારા 270થી વધુ શહેરોમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે (2 વર્ષમાં 4.5 ગણી વૃદ્ધિ) અને વાર્ષિક ધોરણે 40% વૃદ્ધિ થઈ છે, જેમાં ગિફ્ટ સેટમાં 12 ગણી (48 ​​કલાકમાં) વૃદ્ધિ થઈ છે. પ્રાઇમ સભ્યોએ અત્યાર સુધીની સૌથી ઝડપી ડિલિવરીનો આનંદ માણ્યો, જેમાં બે દિવસમાં 80 લાખથી વધુ ઉત્પાદનોની ડિલિવરી કરવામાં આવી છે, અને તેમાં પણ લાખો ઉત્પાદનોની ડિલિવરીઓ અમુક જ મિનિટો અને કલાકોમાં જ કરવામાં આવી છે. 

કન્ટેન્ટ અને ક્રિએટરની મદદથી શોપિંગ

તહેવારોની આ મોસમમાં ગ્રાહકોએ વધુને વધુ ઇન્ટરેક્ટિવ અને ક્રિએટર્સની મદદથી શોપિંગ કરવાનો આનંદ માણ્યો હતો. એમેઝોન લાઇવ ઉપર સુમુખી સુરેશ, શેફ કૃણાલ કપૂર અને આશિષ નેગી જેવા ઇન્ફ્લુઅર્સ અને સેલિબ્રિટિઝનો સમાવેશ કરતાં 40થી વધુ કલાકનું કન્ટેન્ટ સ્ટ્રીમ કરાયું હતું, જેનાથી વ્યૂઝમાં 6X વધારો જોવા મળ્યો હતો, જેમાંથી 70% ટિયર 2 અને નાના શહેરોમાંથી મળ્યાં હતાં. એમેઝોન ઇન્ફ્લુઅન્સર પ્રોગ્રામે તમામ શ્રેણીઓમાં 1,00,000+ ક્રિએટર્સની મદદથી ફેશન, બ્યુટી, ટેક, હોમ અને લાઇફસ્ટાઇલમાં વિશેષ ઓળખ ધરાવતાં 25% ક્રિએટર્સ સાથે તેલુગુ, મલયાલમ અને બંગાળીમાં જેવી ક્ષેત્રીય ભાષામાં કન્ટેન્ટ પુરું પાડ્યું હતું. 

ફેસ્ટિવ શોપિંગને સ્માર્ટ હોમ થકી ઉત્તેજન

ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં કનેક્ટેડ હોમ એન્ટરટેઇનમેન્ટ અનુભવો અને સ્માર્ટ હોમ ઉકેલો માટે ગ્રાહકોની મજબૂત પસંદગી જોવા મળી છે. Amazon.in પર પ્રથમ 48 કલાકમાં, ફાયર ટીવી બિલ્ટ-ઇન સ્માર્ટ ટીવી સૌથી વધુ વેચાયા છે, જેમાં Xiaomi 55-ઇંચ QLED ફાયર ટીવી 55-ઇંચ ટીવી કેટેગરીમાં #1 સ્થાન પર અને Xiaomi 32-ઇંચ ફાયર ટીવી 32-ઇંચ ટીવીમાં #2 સ્થાન પર છે. વાંચન ઉત્સાહીઓએ નવીનતમ કિંડલ પેપરવ્હાઇઠ ને A.in પર સૌથી વધુ ખરીદાયેલ ઇ-રીડર બનાવ્યું છે. ગ્રાહકોએ એલેક્સા સ્માર્ટ હોમ કોમ્બો દ્વારા સ્માર્ટ લિવિંગ અનુભવો પરની ડીલ્સનો સૌથી વધુ લાભ મેળવ્યો છે, જેમાં દર 10માંથી 1 ગ્રાહકે પ્લગ, બલ્બ અથવા કૅમેરા જેવા પૂરક સુસંગત સ્માર્ટ ઉત્પાદનો સાથે તેમના Echo સ્માર્ટ સ્પીકરની ખરીદી કરી છે. 

જ્યારે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 આગળ વધી રહ્યો છે ત્યારે સમગ્ર ભારતભરના ગ્રાહકો એપલાયન્સિસ, ફેશન, બ્યુટી, વેલનેસ અને રોજિંદી આવશ્યક ચીજ-વસ્તુઓ જેવી વૈવિધ્યપૂર્ણ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ઉપર વધુ બચત, ફાસ્ટ ડિલિવરી અને વ્યાપક પસંદગીની આશા રાખી શકે છે. જ્યારે GSTના લાભો પહેલેથી જ હજારો ગ્રાહકો સુધી પહોંચી રહ્યાં છે અને SMB વિક્રમી વૃદ્ધિ મેળવી રહી છે ત્યારે આ શોપિંગ ફેસ્ટિવલ એમેઝોનના વ્યાપ, કામગીરીલક્ષી ક્ષમતા અને સમાવેશી અભિગમ કેવી રીતે મેટ્રોથી લઈને નાના નગરો સુધીના વિક્રેતાઓને સક્ષમ બનાવી રહ્યાં છે અને ગ્રાહકોને લાભ પુરો પાડી રહ્યાં છે તે બાબત રેખાંકિત કરે છે. અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી અને પ્રિમિયમ પ્રોડક્ટનો સ્વીકારથી લઈને આરોગ્યલક્ષી પંસંદગીઓ અને સ્થાનિક કલાકારોની સફળતા ગાથા સુધી, વર્તમાન શોપિંગ ફેસ્ટિવલ ગ્રાહકો અને વિક્રેતાઓ એમ બન્ને માટે આ વર્ષની ઉજવણીને સાથે મળી કરવાના અવસરની સાથે સાથે ઉપલબ્ધતા, સુગમતા અને મૂલ્યનો સમન્વય કરે છે.

Related posts

અક્ષય કુમાર-વીર પહાડિયાની ફિલ્મ ‘સ્કાયફોર્સ’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી

truthofbharat

Škoda Auto નું ભારતમાં સિલ્વર જ્યુબિલી વર્ષ તેનું સૌથી સફ્ળ વર્ષ બન્યું

truthofbharat

ગાર્નિયર બ્લેક નેચરલ્સ ‘T’rust (ટ્રસ્ટ) નું નવું પ્રતીક બનાવવા માટે એમ.એસ. ધોની અને સાક્ષીસિંહ ધોની સાથે સહયોગ કરી રહી છે

truthofbharat