Truth of Bharat
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

મેનોપોઝને સંતુલીત કરતા: કાર્ય અને સુખાકારી માટે 5 આવશ્યક આરોગ્ય સુચનો

ગુજરાત, અમદાવાદ ૨૬ માર્ચ ૨૦૨૫: ભારતમાં, મહિલાઓ સામાન્ય રીતે 46.2 વર્ષની ઉંમરની આસપાસ મેનોપોઝમાં પ્રવેશતી હોય છે, જે પશ્ચિમી દેશોની 51 વર્ષની સરેરાશ ઉંમર કરતા નાની છે. આ સમય દરમિયાન મહિલાઓ માટે પોતાના કાર્ય અને અંગત જીવનને સંતુલીત કરતી વખતે મેનોપોઝના લક્ષણોને સચાલિત કરવાનું સમજવાનું અગત્યનુ છે.

એબોટ્ટ અને ઇપ્સોસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં 87% લોકોએ જણાવ્યું હતુકે મેનોપોઝની મહિલાઓના દૈનિક જીવન પર મોટી અસર થાય છે. ઝબકારા, પરસેવા, સુવામાં સમસ્યા, મૂડમાં ફેરફાર અને સાંધાઓના દુઃખાવાને નાથવાનું કપરું બને છે. આમ છતાં, સર્વે કરાયેલમાંથી આશરે 80% માને છે કે મહિલાઓ સામાન્ય રીતે આ સમસ્યા અંગે પરિવાર, મિત્રો અથવા સાથીકામદારો સાથે વાત કરતી હોય છે. આ સર્વેએ સાત શહેરોમાંથી 1200 કરતા વધુ લોકો પાસેથી આત્મદ્રષ્ટિ પ્રાપ્ત કરી છે. આ સર્વેનો ઉદ્દેશ જાગૃત્તિના સ્તરો, માન્યતાઓ અને મેનોપોઝ દરમિયાન મહિલાઓ જે અનુભવમાંથી પસાર થાય છે તેનું મૂલ્યાંકન કરવાનો છે. આ સર્વેમા 45-55 વર્ષનું વય જૂથની મહિલાઓને તેમજ પરિવારના સભ્યોને  સમાવવામાં આવ્યા હતા.

મેનોપોઝના લક્ષણો કાર્ય જીવનને કપરું બનાવી શકે છે. સર્વેના અનુસાર કામ કરતી મહિલાઓમાંથી 81% ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવે છે, 73%ને વારંવાર રજા લેવી પડે છે અને 66% મહિલાઓ ઘણી વખત મૂડમાં ફેરફાર અથવા ચીડીયાપણું અનુભવે છે. આ પડકારો ઉત્પાદકતા, જોબ સંતોષ અને કારકીર્દી વૃદ્ધિ પર માઠી અસર કરી શકે છે.

અમદાવાદના અનંદા એન્ડોક્રિન એન્ડ રેટિના ક્લિનીકના એડલ્ટ અને પીડિયાટ્રિક એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. આંકાક્ષા પાથરીયા બરવાળીયાના અનુસાર,“ મેનોપોઝ એ દરેક સ્ત્રી માટે એક અનોખો અનુભવ છે, જે સ્વાસ્થ્ય, સુખાકારી અને જીવનની એકંદર ગુણવત્તાને અસર કરે છે. એક સર્વાંગી અભિગમ આ સંક્રમણને સરળ અને વધુ આરામદાયક બનાવી શકે છે. કામ કરતી મહિલાઓ માટે, ટૂંકાગાળાનું મેડીટેશન વિરામ લેવા, વ્યસ્ત દિવસોમાં પણ સંતુલિત આહાર જાળવવો અને નિયમિત કસરત માટે સમય કાઢવો જેવા સરળ પગલાં મહત્વપૂર્ણ છે. તમારા ડૉક્ટર સાથે સારવારના વિકલ્પોની ચર્ચા કરવી પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે જીવનની ગુણવત્તાને અસર કરતા લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે.”

એબોટ ઇન્ડિયાના મેડિકલ અફેર્સ હેડ ડૉ. રોહિતા શેટ્ટી કહે છે કે “મેનોપોઝ વિશે જાગૃતિ વધારવી એ ફક્ત હકીકતો શેર કરવા કરતાં વધુ છે. તે એક એવી જગ્યાનું સર્જન કરવા વિશે છે જ્યાં મહિલાઓ તેમના અનુભવો વિશે વાત કરવામાં આરામદાયક અનુભવે છે. વુમન ફર્સ્ટ વેબસાઇટ એક એવું પ્લેટફોર્મ છે જે મદદરૂપ માહિતી પ્રદાન કરે છે અને પરિવાર, મિત્રો અને સહકાર્યકરો સાથે ખુલ્લી, અર્થપૂર્ણ વાતચીતને પ્રોત્સાહિત કરે છે. આ સમર્થન મહિલાઓને તેમના જીવનના આ આગામી પ્રકરણને આત્મવિશ્વાસ અને સરળતા સાથે સ્વીકારવા માટે સશક્ત બનાવે છે.”

લક્ષણોને વધુ સારી રીતે સંચાલિત કરવામાં અને તમારા સ્વાસ્થ્ય તેમજ તમારી કારકિર્દીનું નિયંત્રણ લેવામાં તમારી મદદ કરવા માટે અહીં કેટલાક સુચનો આપ્યા છે:

  1. જરૂર પડે ત્યારે વાત કરો અને સંપર્ક કરો – તમારા સાથીદારો અને સુપરવાઇઝર સાથે તમારા લક્ષણો વિશે અને તેઓ તમારા કામને કેવી રીતે અસર કરે છે તે વિશે વાત કરો. તમારા મિત્રો અને પરિવાર – અને વિશ્વસનીય સાથીદારો સાથે પણ – તમે શેમાંથી પસાર થઇ રહ્યા છો તે વિશે ચર્ચા કરવાથી તમને સહાય મળી શકે છે, જ્યારે સંભવિત રીતે તમને એવા લોકોનું નેટવર્ક પણ મળી શકે છે જેઓ સમજે છે કે તમે શેમાંથી પસાર થઇ રહ્યા છો. અન્ય લોકોને સમાન અનુભવો થયા હશે અને તેઓ તેને કેવી રીતે સંતુલીત કરી શક્યા તે શેર કરી શકે છે.
  2. સહાયક કાર્ય વાતાવરણ બનાવો – કામ પર નાના ફેરફારો થઈ શકે છે જે તમારા લક્ષણોનું સંચાલન કરવાનું સરળ બનાવી શકે છે. આ ડેસ્ક પર પંખો રાખવો અથવા ગકંભીર ઝબકારા થવા અથવા ચિંતાને નિયંત્રિત કરવા માટે સાનુકૂળ કાર્ય કલાકો ગોઠવવા જેટલું સરળ હોઈ શકે છે.
  3. સ્વ-સંભાળને પ્રાથમિકતા આપો તમારા કાર્યદિવસમાં તણાવ ઘટાડતી પ્રવૃત્તિઓ ઉમેરો. માઇન્ડફુલનેસ અને આરામનો અભ્યાસ કરો અને વિચારોમાં ફેરફાર અને થાકને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે થોડી હળવી કસરત કરો.[1],5
  4. તબીબી સલાહ લો – તમારા લક્ષણો વિશે ગાયનેકોલોજિસ્ટ સાથે વાત કરો અને સારવારના વિકલ્પોની શોધ કરો. જીવનશૈલીમાં ફેરફાર અને યોગ્ય દવાઓ મેનોપોઝના લક્ષણોને અસરકારક રીતે મેનેજ કરી શકે છે.
  5. વિશ્વસનીય માહિતી મેળવો વુમન ફર્સ્ટ પોર્ટલ સહિત વિવિધ સંસાધનો ઉપલબ્ધ છે જે તમને મેનોપોઝને વધુ સારી રીતે સમજવામાં અને તેનું સંચાલન કરવામાં મદદ કરશે. જો તમારી પાસે કોઈ ચોક્કસ પ્રશ્નો હોય અથવા વધુ સહાયની જરૂર હોય, તો ડૉક્ટરનો સંપર્ક કરવા માટે નિઃસંકોચ રહો. તમે મેનોપોઝમાંથી પસાર થઈ રહેલી અન્ય મહિલાઓ સાથે જોડાવાનું પણ વિચારી શકો છો. સપોર્ટ ગ્રુપ્સ, ઓનલાઈન ફોરમ અથવા તો કામ પર અનૌપચારિક નેટવર્ક્સ સમાન અનુભવો ધરાવતા અન્ય લોકો સાથે શેર કરવા અને જોડાવવાનો એક શક્તિશાળી અને સશક્ત માર્ગ હોઈ શકે છે.

મેનોપોઝ તમારા જીવનનું એક આગામી પ્રકરણ છે, સંપૂર્ણ રીતે જીવવા માટે અવરોધ નથી. જો તમે પડકારોનો સામનો કરી રહ્યા છો, તો યોગ્ય સંભાળ મેળવવા માટે તમારા ડૉક્ટર સાથે વાત કરો. યોગ્ય સમર્થન સાથે, તમે વિકસવાનું ચાલુ રાખી શકો છો અને તમને ગમતી દરેક વસ્તુનો આનંદ માણી શકો છો.

Related posts

આઇક્યુબ્સવાયરએ અમદાવાદમાં ઇન્ડિયા ઇન્ફ્લુએન્સર કોન્ક્લેવનું આયોજન કર્યું

truthofbharat

ટ્રાઇડેન્ટ ટકાઉપણું અને આધુનિકી કરણ માટે 1000 કરોડ રૂપિયાની મૂડી ખર્ચ યોજના સાથે 2027 સુધીમાં તેના ભારતીય વ્યવસાયમાં ત્રણ ગણી વૃદ્ધિનું લક્ષ્ય રાખે છે; ભારત ટેક્ષ 2025માં મહત્વાકાંક્ષી યોજનાઓનું અનાવરણ કર્યું

truthofbharat

ICMAI-WIRC દ્વારા “રિજનલ કોસ્ટ કન્વેશન 2025” યોજાઈ, ટેક્સ બિલમાં CMAs ને સામેલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો

truthofbharat

Leave a Comment