Truth of Bharat
ગુજરાતફાઇનાન્શિયલબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બાહેતી રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝે દ્વિતીય છ મહિના અને નાણાકીય વર્ષ 2025માં આવક અને નફામાં મજબૂત વૃદ્ધિ નોંધાવી

ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: બાહેતી રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (NSE: BAHETI), એલ્યુમિનિયમ રિસાયક્લિંગ અને એલ્યુમિનિયમ એલોય અને ડી-ઓક્સ એલોયના ઉત્પાદન સાથે સંકળાયેલી અગ્રણી કંપની છે. કંપનીએ 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થયેલા અર્ધવાર્ષિક ગાળા અને સંપૂર્ણ વર્ષ માટેના તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જેમાં આવક અને ચોખ્ખા નફામાં ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાવી છે.

કંપનીએ 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થયેલા અર્ધવાર્ષિક ગાળા માટે, રૂ. 26,716.10 લાખની આવક નોંધાવી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 22,265.92 લાખની આવક કરતાં 20% વધારે છે. ચોખ્ખો નફો 158.7% વધીને રૂ. 1,098.93 લાખ થયો હતો, જે પાછલા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 424.77 લાખ હતો. આ ઉત્કૃષ્ઠ પરિણામો કંપનીની મજબૂત કાર્યકારી કાર્યક્ષમતા અને વધતી માંગ દર્શાવે છે.

31 માર્ચ, 2025 ના રોજ પૂરા થયેલા સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે, બાહેતી રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝે રૂ. 52,453.87 લાખની આવક નોંધાવી હતી, જે પાછલા નાણાકીય વર્ષમાં રૂ. 42,945 લાખથી 22.1% વધુ છે. સમગ્ર નાણાકીય વર્ષ માટે કંપનીનો ચોખ્ખો નફો 150% વધીને રૂ. 1,800.98 લાખ થયો, જે એક વર્ષ અગાઉ રૂ. 720.08 લાખ હતો, જે તમામ વ્યવસાયિક ક્ષેત્રોમાં કંપનીની મજબૂત કામગીરી દર્શાવે છે.

આ પરિણામો અંગે બાહેતી રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર યશ શાહે જણાવ્યું હતું કે, “બીજા અર્ધવાર્ષિક ગાળામાં અને સમગ્ર નાણાકીય વર્ષમાં મજબૂત નાણાકીય કામગીરી અમારા વ્યવસાયની સ્થિતિ સ્થાપકતા અને ભારતમાં પર્યાવરણને અનુકૂળ ટકાઉ રિસાયક્લિંગ પ્રથાઓની વધતી જતી માન્યતા દર્શાવે છે. અમે ઓપરેશનલ શ્રેષ્ઠતા માટે પ્રતિબદ્ધ છીએ અને સર્ક્યુલર અર્થવ્યવસ્થામાં યોગદાન આપવામાં વધુ મોટી ભૂમિકા ભજવવા માંગીએ છીએ.”

બાહેતી રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં સ્ક્રેપ પ્રોસેસિંગ અને રિસાયક્લિંગમાં અગ્રેસર છે અને 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની હાજરી ધરાવે છે. કંપની જાપાન, કેનેડા, યુએસ, ચીન, હોંગકોંગ, યુએઈ, તાઇવાન વગેરેના ગ્રાહકોને પણ સર્વિસ પૂરી પાડે છે. તેની સતત નાણાકીય વૃદ્ધિ એલ્યુમિનિયમ રિસાયક્લિંગ સેગમેન્ટમાં વિશ્વસનીય સપ્લાયર તરીકેની તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

સોમવારે બહેતી રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝના શેર રૂ. 621 પર બંધ થયા હતા, જે અગાઉના રૂ. 619.20 ના બંધ કરતા 0.29% વધુ છે. શેર રૂ. 628.85 પર ખુલ્યા અને દિવસ દરમિયાન 77 લાખથી વધુ ના કારોબાર સાથે રૂ. 649.90 ની 52 અઠવાડિયાની નવી ઊંચી સપાટી સુધી પણ પહોંચ્યા હતા. કંપનીનું માર્કેટ કેપ રૂ. 643.89 કરોડ રહ્યું હતું.

Related posts

સ્પ્રાઈટનું જોક ઈન અ બોટલ સાઉન્ડ ઓફ કોમેડી સાથે

truthofbharat

આમીર ખાનના કેવ મેન વર્લ્ડ સાથે ફરી એક વખત ‘Mind Charged, Body Charged’

truthofbharat

સિમ્બાયોસિસ પ્રવેશ પરીક્ષા (SET) દ્વારા SCMS પુણેના BBA પ્રોગ્રામ માટે ફાઇનલ કૉલ

truthofbharat

Leave a Comment