Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોગ્નિઝન્ટ મોટાભાગના કર્મચારીઓ માટે 1 નવેમ્બરથી સેલેરી વધારો કરશે.

કોગ્નિઝન્ટે આજે જણાવ્યું હતું કે તેના આશરે 80 ટકા લાયક કર્મચારીઓ પગારમાં વધારો મેળવશે, જે 1 નવેમ્બર, 2025થી લાગુ છે. આ બીજા ક્વાર્ટરની આવકો દરમિયાન તેણે કરેલી જાહેરાત સાથે સુસંગત છે કે તે વર્ષ 2025ના બીજા અર્ધવાર્ષિકગાળામાં મોટાભાગના કર્મચારીઓને મેરિટ-આધારિત પગાર વધારો આપવાની યોજના ધરાવે છે.
આ વધારો સિનિયર એસોસિયેટ લેવલ સુધી અપાશે. આ વધારાની રકમ વ્યક્તિગત પર્ફોર્મન્સ રેટિંગ અને દેશ મૂજબ અલગ-અલગ રહેશે. ભારતમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા માટે પગાર વધારો સૌથી વધુ સિંગલ ડિજિટમાં રહેશે.
ટોપ પર્ફોર્મર્સ સૌથી વધુ વધારો મેળવશે. આ વર્ષની શરૂઆતમાં કોગ્નિઝન્ટે તેના મોટાભાગના એસોસિયેટ્સને ત્રણ વર્ષમાં સૌથી વધુ બોનસ આપ્યું છે.

Related posts

પરિવાર સાથે માણવાલાયક ‘જલસો’

truthofbharat

ગુજરાતની ઓળખ, ગરબાની શાન: “ક્રિષ્ના ગરબા એકેડેમી”

truthofbharat

અકાસા એર સેલિબ્રેટ કરે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ; 35,000 ફૂટની ઊંચાઈ પર વેલનેસને સેલિબ્રેટ કરવા તેના વિશેષ ભોજનની ત્રીજી આવૃત્તિ લોન્ચ કરે છે

truthofbharat