Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એરોએ વેદાંગ રૈના અને ખુશી કપૂર સાથે “ટેલર્ડ ફોર ધ ગુડ લાઇફ” કેમ્પેન લૉન્ચ કર્યું

ગુજરાત, અમદાવાદ | ૦૭ નવેમ્બર ૨૦૨૫ — 170 કરતાં વધુ વર્ષોની લેગસી ધરાવતી આઇકોનિક મેન્સવેર બ્રાન્ડ, એરોએ તેના નવા કેમ્પેન, “ટેલર્ડ ફોર ધ ગુડ લાઇફ” ના લૉન્ચની જાહેરાત કરી છે, જેમાં ઇન્ડિયન સિનેમાના બે સૌથી એક્સાઇટિંગ નામો, વેદાંગ રૈના અને ખુશી કપૂર શામેલ છે.

આ કેમ્પેન વિશે વાત કરતાં, એરો ઇન્ડિયાના સીઈઓ, આનંદ ઐયરે કહ્યું, “‘ટેલર્ડ ફોર ધ ગુડ લાઇફ’ સાથે, એરો તેની જર્નીમાં એક નવો ચૅપ્ટર સેલિબ્રેટ કરી રહ્યું છે. આ કેમ્પેન અમારા રિચ અમેરિકન હેરિટેજને આજના પુરુષોના એસ્પિરેશન્સ સાથે જોડે છે. વેદાંગ અને ખુશી આ બૅલેન્સને પર્ફેક્ટલી કેપ્ચર કરે છે – તેઓ એ મૉડર્ન કન્ઝ્યુમરને રિપ્રેઝેન્ટ કરે છે જે સ્ટાઇલ, કૉન્ફિડન્સ અને ઓથેન્ટિસિટીને વૅલ્યૂ આપે છે. આ કેમ્પેન દ્વારા, અમે નવી જનરેશન માટે પસંદગીની બ્રાન્ડ તરીકે અમારી પોઝિશનને વધુ મજબૂત કરી રહ્યા છીએ.”

આ કેમ્પેન ન્યૂ યોર્ક સિટીના શાનદાર બેકડ્રૉપ પર સેટ છે અને એરોના અમેરિકન હેરિટેજને એક સ્ટાઇલિશ ટ્રિબ્યુટ છે. પોશ એપાર્ટમેન્ટ લોબીથી લઈને અપર ઈસ્ટ સાઇડની એનર્જી સુધી, આ ફિલ્મ એરોના DNA નો એસન્સ કેપ્ચર કરે છે: નવી જનરેશન માટે એલિગન્સ અને સોફિસ્ટિકેશન.

વેદાંગ રૈના એક પર્ફેક્ટ ‘એરો મેન’ તરીકે ફ્રેમમાં આવે છે – કરિશ્માઈ, શાર્પ અને કૉન્ફિડન્ટ – જ્યારે ખુશી કપૂર આ કેમ્પેન દ્વારા એરો સાથે તેનું ડેબ્યૂ કરતાં, સ્ટોરીમાં પોતાનો એફર્ટલેસ એલિગન્સ લાવે છે. તેઓ બંને મળીને આ કેમ્પેનનો ઇથોસ (ethos) દર્શાવે છે: એક એવી લાઇફ જે ફક્ત સક્સેસફુલ નથી, પરંતુ ખરેખર એક શ્રેષ્ઠ લાઇફ છે. તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી – પ્લેફુલ, એસ્પિરેશનલ અને સ્ટાઇલિશ – એરોના ફેશનના વિઝનને રજૂ કરે છે, જે કપડાંથી આગળ વધીને એક લાઇફસ્ટાઇલ બની જાય છે.

અભિનેતા વેદાંગ રૈનાએ કહ્યું, “એરોના ‘ટેલર્ડ ફોર ધ ગુડ લાઇફ’ કેમ્પેનનો ભાગ બનવું એ એક અવિશ્વસનીય અનુભવ રહ્યો છે. મને એરો વિશે જે ગમે છે તે એ છે કે તે કઈ રીતે ટાઇમલેસ એલિગન્સને મૉડર્ન એનર્જી સાથે મિશ્રિત કરે છે, તે ક્લાસિક હોવા છતાં સહેલાઈથી ફ્રેશ છે. આ કેમ્પેન આત્મવિશ્વાસ, સ્ટાઇલ અને પ્રામાણિકતા સાથે જીવન જીવવા વિશે છે, જે એવા મૂલ્યો છે જેની સાથે હું ઊંડાણપૂર્વક જોડાઉં છું. કપડાંથી લઈને તે પ્રેરિત કરતા એટિટ્યુડ સુધીની દરેક વિગત, એવા જીવનની ઉજવણી કરે છે જે ફક્ત સફળ જ નથી, પરંતુ ખરેખર સારી રીતે જીવાયેલું છે. હું ખુશીની સાથે આ સ્પિરિટને જીવંત કરવા અને મૉડર્ન સ્ટાઇલની એક એવી બાજુ બતાવવા માટે ઉત્સાહિત છું જે અપ્રોચેબલ, કરિશ્માઈ અને પર્સનાલિટીથી ભરપૂર છે.”

અભિનેત્રી ખુશી કપૂરે કહ્યું, “હું એરોના ‘ટેલર્ડ ફોર ધ ગુડ લાઇફ’ કેમ્પેનનો ભાગ બનીને ખૂબ જ રોમાંચિત છું. એરો એક એવી બ્રાન્ડ છે જે આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને એલિગન્સની ઉજવણી કરે છે, અને આ કેમ્પેન તે બધું જ સુંદર રીતે કેપ્ચર કરે છે. તે ફક્ત કપડાં કરતાં વધુ છે, તે તમારી જાતને વ્યક્ત કરવાની, ચાર્મ અને સોફિસ્ટિકેશન સાથે જીવનને અપનાવવાની અને દરેક ક્ષણને સ્ટાઇલથી માણવાની એક રીત છે. વેદાંગ સાથે કામ કરવું અને એક એવી સ્ટોરીનો ભાગ બનવું જે મનોરંજક, એસ્પિરેશનલ અને એફર્ટલેસ લાગે છે તે ખૂબ જ આનંદદાયક રહ્યું છે. હું આશા રાખું છું કે આ કેમ્પેન લોકોને હિંમતભેર, આત્મવિશ્વાસપૂર્વક અને પોતાની સિગ્નેચર સ્ટાઇલ સાથે જીવવા માટે પ્રેરણા આપશે.”

જ્યારે આ ફિલ્મ એરોની સિગ્નેચર લાઇન, “ટેલર્ડ ફોર ધ ગુડ લાઇફ,” સાથે સમાપ્ત થાય છે, ત્યારે તે તેના કન્ઝ્યુમર્સની સાથે ઇવૉલ્વ થવાના અને સાથે જ તેના ટાઇમલેસ હેરિટેજને વફાદાર રહેવાના બ્રાન્ડના પ્રૉમિસને વધુ મજબૂત કરે છે.

Campaign Link: https://www.instagram.com/reel/DPjMOf8AQ5w/?igsh=czlwN3R4YnVhaXhv

+-+-+-+-+

Related posts

સમરાગાનું FUZE 26 એપ્રિલે પાપોનના લાઈવ કોન્સર્ટ સાથે ડેબ્યૂ કરશે

truthofbharat

દેશમાં એક સદભાવ પીઠની જરૂર છે, જેને ન કોઈ વેર, ન કોઈ વિગ્રહ, ન કોઈ વિરોધ હોય

truthofbharat

લેમ્બોર્ગિની એસ્પેરિએન્ઝા ગિરો ઇન્ડિયા 2025: ભારતના સૌથી પ્રતિષ્ઠિત લેન્ડસ્કેપ્સમાં જુસ્સા અને પ્રદર્શનનો એક સીમાચિહ્ન ઉજવણી

truthofbharat