વિશાખાપટ્ટનમ | ૨૧ ઓગસ્ટ ૨૦૨૫: આંધ્ર પ્રદેશ ઇનોવેશનસોસાયટીએસ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાએ “૨૪ કલાકમાં કોઈ ઉદ્યોગસાહસિકતા/સ્ટાર્ટઅપ/બિઝનેસ કાર્યક્રમમાં ઓનલાઇન સાઇન-અપ કરનારા સૌથી વધુ લોકો”નોગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ રેકોર્ડ 19ઓગસ્ટ બપોરે 12:30 વાગ્યાથી 20 ઓગસ્ટ બપોરે 12:30વાગ્યાની વચ્ચે 1,63,254નોંધણીઓ સાથે બનાવવામાં આવ્યો છે.
આ સિદ્ધિ ‘અવિષ્કરણ આંધ્ર’ અભિયાન હેઠળ હાંસલ થઈ છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, સંશોધકો અને યુવાનોને નવીનતા અને ઉદ્યોગસાહસિકતાની વિચારસરણી અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે. આ કાર્યક્રમનો હેતુ પાયાના સ્તરે સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો અને રોજગારીનું સર્જન તેમજ આર્થિક વિકાસને વેગ આપવાનો છે.
ઔપચારિક સમારોહમાંગિનીસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુનાયડુ અને આંધ્ર પ્રદેશ ઇનોવેશન સોસાયટીના સીઇઓસૂર્યાતેજાનેગિનીસના અધિકૃત નિર્ણાયક ઋષિ નાથ અને રણનીતિકાર નિશ્ચલ બારોટ દ્વારા પ્રદાન કરવામાં આવ્યું. બારોટે આ રેકોર્ડ પ્રયાસનીરણનીતિ અને પ્રમાણપત્ર પ્રક્રિયાનું નેતૃત્વ કર્યું હતું.
આ અવસર પર રાજ્યના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી કોંડાપલ્લી શ્રીનિવાસ અને ઉદ્યોગ અને આઈટી મંત્રી નરાલોકેશ સહિત ઉદ્યોગ જગતના અનેક દિગ્ગજ વ્યક્તિઓ હાજર રહ્યા હતા. સૌએ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને રાજ્યના ભવિષ્યને નવી દિશા આપવાના આંધ્ર પ્રદેશ સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુનાયડુએ આ સિદ્ધિને આંધ્ર પ્રદેશના સ્ટાર્ટઅપઇકોસિસ્ટમ માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું અને “વન ફેમિલી, વન આંત્રપ્રિન્યોર”ના ધ્યેયનો પુનરોચ્ચાર કર્યો.
ભારતનાં વિવિધ રાજ્યો માટે અત્યાર સુધી 63ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પ્રયાસોનુંસફળતાપૂર્વક નેતૃત્વ કરી ચૂકેલા નિશ્ચલ બારોટે આ સિદ્ધિને વૈશ્વિક સ્તરે આંધ્ર પ્રદેશની ઓળખ મજબૂત કરનારું પગલું ગણાવ્યું.
આ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ આંધ્ર પ્રદેશને આંતરરાષ્ટ્રીય માન્યતા અપાવે છે અને દરેક ઘરમાં ઉદ્યોગસાહસિકતાની નવી વિચારસરણી અને પાયાના સ્તરે નવીનતાને એક આંદોલનનું સ્વરૂપ આપવાની શરૂઆત પણ કરે છે.
