Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન નાઉની માાંગ સૌથી આશાવાદી પૂવાાનુમાનો કરતાાં વધી; એમેઝોન દરરોજ બે નવા માઇક્રો-ફિલમેન્ટ સેન્ટર ખોલશે

  • આ વર્ષના અંત સુધીમાં બેંગ્લુરુ, દિલ્હી અને મુંબઈમાં વધુને વધુ સ્થળોએ 10 મિનિટમાં અત્યંત ઝડપી ડીલિવરીની સેવા પૂરી પાડનારા 300થી વધુ માઇક્રો-ફુલફિલમેન્ટ સેન્ટરો ખોલવામાં આવશે.
  • એમેઝોન નાઉની માાંગ સૌથી આશાવાદી પૂવાાનુમાનો કરતાાં વધી; એમેઝોન દરરોજ બે નવા માઇક્રો-ફિલમેન્ટ સેન્ટર ખોલશે.
  • ગ્રાહકો વ્યાપક વિકલ્પોને ખૂબ જ ઝડપથી મેળવી શકશે – આવશ્યક ચીજો ફક્ત મિનિટોની અંદર, સંપૂર્ણ કરિયાણું અને વધારાની 40,000 ચીજવસ્તુઓને કલાકોમાં, દસ લાખથી વધારે ચીજો એક જ દિવસમાં અને બીજી 40 લાખ ચીજો બીજા જ દિવસે ગ્રાહકોને પહોંચાડી દેવામાં આવશે.

બેંગ્લુરુ ૦૧  ડિસેમ્બર ૨૦૨૫ — એમેઝોને આજે જાહેરાત કરી હતી કે, તે દરરોજ બે નવા માઇક્રો-ફુલફિલમેન્ટ સેન્ટર્સ ખોલીને તેની અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી સેવા ‘એમેઝોન નાઉ’ના વિસ્તરણને વેગ આપી રહ્યું છે. આ વિસ્તરણને પગલે બેંગલુરુ, દિલ્હી અને મુંબઈના આસપાસના વિસ્તારોમાં વસતા વધુને વધુ ગ્રાહકો વિક્રેતાઓ પાસેથી રોજિંદી જરૂરિયાતની હજારો વસ્તુઓની ડીલિવરી ફક્ત 10 મિનિટની અંદર મેળવી શકશે. ‘એમેઝોન નાઉ’ રોજિંદી જરૂરિયાતની હજારો વસ્તુઓનો વ્યાપક વિકલ્પો પૂરાં પાડે છે, જેમાં કરિયાણું, પર્સનલ કૅર, બ્યુટી પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક એક્સેસરીઝ, નાના ઉપકરણો, બેબી પ્રોડક્ટ્સ, પૅટ સપ્લાય અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

આ વર્ષની શરૂઆતમાં બેંગલુરુમાં લૉન્ચ થયાં પછી, ‘એમેઝોન નાઉ’એ તહેવારોની સીઝન પહેલાં 100 માઇક્રો-ફુલફિલમેન્ટ સેન્ટર્સની સાથે ત્રણ શહેરોમાં તેની સેવાને વિસ્તારી છે. ત્યારથી એમેઝોને અત્યંત ઝડપી ડીલિવરી માટે ગ્રાહકોની વધતી માગને પહોંચી વળવા વધુને વધુ સેન્ટર્સ ખોલ્યાં છે, ખાસ કરીને પ્રાઇમના સભ્યોની માગને ધ્યાનમાં રાખીને, જેમણે ‘એમેઝોન નાઉ’નો ઉપયોગ કરવાનું શરૂ કર્યા પછી તેમની ખરીદીની ફ્રિક્વન્સી ત્રણ ગણી વધી ગઈ છે.

આ વિસ્તરણ અંગે વાત કરતાં એમેઝોન ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર શ્રી સમીર કુમારે જણાવ્યું હતું કે, ‘ગ્રાહકોએ ‘એમેઝોન નાઉ’ને જે પ્રતિસાદ આપ્યો તે જોઇને ખૂબ જ ઉત્સાહિત છીએ અને આથી જ અમે અમારી વિસ્તરણની યોજનાઓને વેગ આપ્યો છે. અમે વર્ષના અંત સુધીમાં 300થી વધારે માઇક્રો-ફુલફિલમેન્ટ સેન્ટર્સ સુધી પહોંચી જઈશું અને અમે આ વેગ ધીમો નહીં પાડીને બેંગલુરુ, દિલ્હી અને મુંબઈમાં દરરોજ બે સેન્ટર્સ ખોલી રહ્યાં છીએ. આ ઝડપી વિસ્તરણ ખૂબ જ ઝડપી અને વધુ વિકલ્પોની સાથે ચીજવસ્તુઓ ડીલિવર કરવાની અમારા ગ્રાહકોની અપેક્ષા પર ખરાં ઉતરવા માટે વધુને વધુ સ્થળોને સેવા પૂરી પાડવાની અમારી કટિબદ્ધતાને દર્શાવે છે, જેમાં અમે ‘એમેઝોના નાઉ’ના માધ્યમથી થોડી જ મિનિટોમાં જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડીએ છીએ તથા ચીજવસ્તુઓના વ્યાપક વિકલ્પોને થોડાં જ કલાકો, એક જ દિવસમાં અથવા બીજા જ દિવસે પહોંચાડીએ છીએ’

એમેઝોન નાઉનું સંચાલન હવે વ્યૂહાત્મક રીતે સ્થિત માઇક્રો-ફુલફિલમેન્ટ સેન્ટર્સ દ્વારા થઈ રહ્યું છે, જે અત્યંત ઝડપી ડીલિવરી માટે વિશિષ્ટ રીતે ડીઝાઇન કરવામાં આવેલી કૉમ્પેક્ટ, ટેક્નોલોજીથી સંચાલિત થતી ફેસિલિટીઝ છે. આ સેન્ટર્સ અદ્યતન ઇન્વેન્ટરી સિસ્ટમ્સનો ઉપયોગ કરીને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના વ્યાપક વિકલ્પો ગ્રાહકોના આસપાસના વિસ્તારોમાં જ રાખે છે, જે સ્થાનિક માગના આધારે પ્રોડક્ટની પ્લેસમેન્ટને ઑપ્ટિમાઇઝ કરે છે, જેથી સુરક્ષાની સાથે-સાથે કાર્યક્ષમતા અને ઝડપને પણ વધારી શકાય. આ સેન્ટર્સ એમેઝોનની સંચાલન સંબંધિત કુશળતાને પ્રોક્સિમિટી-આધારિત ડીલિવરીની સાથે સંયોજિત કરે છે, જે ઑર્ડર આપવાથી માંડીને મિનિટોમાં જ ઑર્ડરને ગ્રાહકના ઘરઆંગણા સુધી પહોંચાડવાનો ખામીરહિત અનુભવ પૂરો પાડે છે.

એમેઝોનની અત્યંત ઝડપી ડીલિવરી સેવા વિક્રેતાઓ પાસેથી પ્રાપ્ત થતી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના વ્યાપક વિકલ્પને કંપનીના સુરક્ષા, પારદર્શકતા અને વિશ્વસનીયતાના ઊંચા ધોરણોની સાથે જોડે છે. ‘એમેઝોન નાઉ’ બેંગલુરુ, દિલ્હી અને મુંબઈની આસપાસના વધુને વધુ વિસ્તારોમાં વિસ્તરણ કરવાનું ચાલું રાખશે તથા આગામી મહિનાઓમાં અન્ય શહેરોમાં પણ આ સેવા લૉન્ચ કરવાની તેની યોજના છે. આ સેવા તમારા પિન કૉડમાં ઉપલબ્ધ છે કે નહીં, તે ચકાસવા માટે, Amazon.in એપની મુલાકાત લો અને ટોચના બેનર પર ‘10 mins’ના આઇકન જુઓ.

============

Related posts

બીએનઆઈ અમદાવાદે બોસ વિમેન સ્પોર્ટ્સ ડેનું આયોજન કર્યું

truthofbharat

ગુરુદ્વારે જ આપણી આંખો ખુલી જાય છે.

truthofbharat

હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા દ્વારા ગુજરાતના રાજકોટમાં માર્ગ સુરક્ષા જાગૃતિ ઝુંબેશને પ્રમોટ કરવામાં આવે છે

truthofbharat