Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન પે અને ICICI બેંકે ભાગીદારીને રિન્યુ કરી, ભારતના સૌથી વધુ સ્વીકૃત કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડને વિસ્તાર્યું

એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ ફોરેક્સ ફી ઘટાડે છે, શોપિંગ અને ટ્રાવેલ બુકિંગ પર 5% અનલિમિટેડ રિવોર્ડ્સ ચાલુ રાખે છે 

મુંબઈ | ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૫: એમેઝોન પે અને ICICI બેંકે ભારતમાં5 મિલિયનથી વધુ ગ્રાહકો સાથે સૌથી વધુ સ્વીકૃત કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ગણાતા એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ માટે તેમની લાંબાગાળાની ભાગીદારીના રિન્યુઅલની જાહેરાત કરી છે. અગાઉ 2018માં તેની શરૂઆત થઈ ત્યારથી, આ કાર્ડે સરળ, પારદર્શક રિવોર્ડ્સ અને સીમલેસ સુવિધા દ્વારા ડિજિટલ પેમેન્ટ્સની પુનઃવ્યાખ્યા કરી છે.

આગામી 11 ઓક્ટોબર, 2025થી અમલમાં આવે તે રીતે, એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સ પર ફોરેક્સ માર્કઅપ ઘટાડશે. આ કાર્ડ પ્રાઇમ મેમ્બર્સ માટે એમેઝોન પે દ્વારા શોપિંગ અને ટ્રાવેલ બુકિંગ પર 5% અમર્યાદિત કેશબેકના તેના સિગ્નેચર બેનિફિટ્સ પ્રદાન કરવાનું ચાલુ રાખશે જ્યારે નોન-પ્રાઇમ મેમ્બર્સને 3% અમર્યાદિત રિવોર્ડ્સ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે. આ ફીચર્સ સાથે, આ કાર્ડ ભારતના સૌથી વધુ લાભદાયી રોજિંદા ક્રેડિટ કાર્ડથી શરૂ થયા બાદ તમારા સર્વોત્તમ ટ્રાવેલ કમ્પેનિયન તરીકે ઉત્ક્રાંતિ પામ્યું છે – જે દૈનિક ખર્ચ અને ટ્રાવેલ અનુભવો બંનેમાં વધુ મૂલ્ય પૂરું પાડે છે.

આ ઘટનાક્રમ વિશેએમેઝોન પે ઇન્ડિયાના ક્રેડિટ અને લેન્ડિંગના ડિરેક્ટર મયંક જૈને જણાવ્યું હતું કે, “આ લાભો સાથે, અમે ભારતના સૌથી વિશ્વસનીય કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડને નવા શિખરે લઈ જઈ રહ્યા છીએ. અમારા 5 મિલિયનથી વધુ મૂલ્યવાન ગ્રાહકોએ સતત અનલિમિટેડ કેશબેક, જોડાવાનીતથા વાર્ષિક શૂન્ય ફી અને સીમલેસ રિડેમ્પશનનો આનંદ માણ્યો છે. અમે અમારા ગ્રાહકો વતી સતત નવીનતાની પ્રસ્તુતિ કરવા અને રોજિંદા વપરાશની વસ્તુઓથી લઈને હવે ટ્રાવેલ સુધીની સૌથી મહત્વપૂર્ણ શ્રેણીઓમાં રિવોર્ડ્સને મજબૂત બનાવવા કટિબદ્ધ રહ્યા છીએ. આ વિસ્તરણ અમારા અટલ ગ્રાહક જુસ્સા અને ભારતીયો તેમના રોજિંદા જીવનમાં શાખનો કેવી રીતે સમાવેશ કરવો તેની પ્રક્રિયાને સરળ બનાવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

ICICI બેંકના કાર્ડ્સ અને પેમેન્ટ સોલ્યુશન્સના વડા વિપુલ અગ્રવાલે જણાવ્યું હતું કે, “એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ દેશમાં સૌથી ઝડપથી વિકસી રહેલા કો-બ્રાન્ડેડ કાર્ડ્સમાં સ્થાન ધરાવે છે. અમે એમેઝોન પે સાથે અમારી ભાગીદારીને રિન્યુ કરીને અને અમારા ગ્રાહકોને વધુ સારી ઓફર કરવાનો આનંદ અનુભવીએ છીએ. અમે ભારતીય ગ્રાહકો દ્વારા કરાતા ટ્રાવેલમાં વૃદ્ધિ જોઈ છે, અનેસાથે જ સમૃદ્ધ રિવોર્ડ ઓફર અને ફ્લેક્સીબલ રિડેમ્પશન વિકલ્પોની માગ પણ વધી રહી છે. ફોરેક્સ માર્કઅપ ઘટાડીને, અમે ડિજિટલી સમજ ધરાવતા વપરાશકર્તા માટે પેમેન્ટની સ્માર્ટ પદ્ધતિઓ શોધતા કાર્ડની અપીલને મજબૂત બનાવીએ છીએ.”

ટ્રાવેલ પર વધુ મૂલ્ય

  • ઘટાડેલું ફોરેક્સ માર્કઅપ: હવે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સ પર ફક્ત 99% (અગાઉ 3.5%)
  • પ્રાઇમ મેમ્બર્સ માટે એમેઝોન પે દ્વારા ટ્રાવેલ બુકિંગ (ફ્લાઇટ્સ અને હોટેલ્સ) પર 5%અનલિમિટેડ કેશબેક
  • નોન-પ્રાઇમ મેમ્બર્સ માટે એમેઝોન પે દ્વારા ટ્રાવેલ બુકિંગ (ફ્લાઇટ્સ અને હોટેલ્સ) પર 3% અનલિમિટેડ કેશબેક

લાભો જે ચાલુ રહે છે

  • કોઈ વાર્ષિક અથવા જોડાવાની ફી નથી
  • એમેઝોન પ્રાઇમ મેમ્બર્સ માટે એમેઝોન શોપિંગ (સોનાના સિક્કા સિવાય) પર અનલિમિટેડ5% કેશબેક
  • નોન-પ્રાઇમ મેમ્બર્સ માટે એમેઝોન શોપિંગ (સોનાના સિક્કા સિવાય) પર અનલિમિટેડ3% કેશબેક
  • લાગુ થવા પાત્ર Amazon.in ખરીદીઓ પર હંમેશા 3-મહિનાનો નો-કોસ્ટ EMI ચાલુ
  • ભાડું, કરવેરા અને શિક્ષણ સિવાય એમેઝોન પે કેટેગરી (એમેઝોન પર લોગિન અને પેમેન્ટ, ડિજિટલી પૂર્ણ કેટેગરીઝ અને Amazon.in પર ફિઝિકલ ગિફ્ટ કાર્ડ) પર ટ્રાન્ઝેક્શન્સ માટે 2%અનલિમિટેડ કેશબેક
  • એમેઝોન બહારના અન્ય તમામ ખર્ચ પર 1%અનલિમિટેડ કેશબેક, (ઇંધણ, ભાડું, કર, શિક્ષણ, યુટિલિટિઝ અને ઈન્ટરનેશનલ ખર્ચ સિવાય)
  • 1% ફ્ચુઅલ સરચાર્જ માફી

એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ સંપૂર્ણ ડિજિટલ ઓનબોર્ડિંગ અનુભૂતિ પ્રદાન કરવાનું ચાલુ રાખશે, જે કાર્ડનીસમયાવધિમાં – એપ્લિકેશનથી લઈને ઉપયોગ અને નવીકરણ સુધી – સીમલેસ સુવિધા સુનિશ્ચિત કરશે. આ બાબત કાર્ડની ગતિ, સુવિધા અને ગ્રાહક-કેન્દ્રિત ડિઝાઇન પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

Related posts

નરસૈયાંની ચૈતસિક અને દિલેર ભૂમિ ગોપનાથથી ૯૬૫મી રામકથાનો રાસોત્સવ શરૂ થયો

truthofbharat

વિશ્વાસ સાથે જીવન બદલાવવાનું શાસ્ત્ર: હિતેશ ગજ્જર દ્વારા સફળ ન્યુમરોલોજી વર્કશોપનું આયોજન

truthofbharat

યામાહાના હાઇબ્રિડ રેન્જ સ્કુટર સ્માર્ટ ટેક અને ધ્યાનકર્ષક નવા કલર્સ સાથે લોન્ચ કરાયા

truthofbharat