Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025નો વિક્રમજનક પ્રારંભ, પ્રથમ બે દિવસમાં 38 કરોડથી વધુ ગ્રાહકોએ મુલાકાત લીધી

  • વિક્રેતાઓએ ગ્રેટ સેવિંગ્સ સેલિબ્રેશન #GSTBachatUtsavસ્ટોરફ્રન્ટના માધ્યમથી ઉપકરણો, ફેશન અને આવશ્યક ચીજવસ્તુઓ પરના કરોડો રૂપિયાના GST લાભો ગ્રાહકો સુધી પહોંચાડ્યા
  • ગ્રાહકોએ SBI ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ₹260 કરોડથી વધુની બચત કરી
  • સમગ્ર દેશમાં માત્ર બે દિવસમાં ગ્રાહકોએ 38 કરોડથી વધુ વખત મુલાકાત લીધી – Amazon.in પર અત્યાર સુધીની સૌથી વધુ મુલાકાત
  • 70%થી વધુ ગ્રાહકો ટોચના 9 મેટ્રો શહેરો સિવાયના
  • 16,000થી વધુ SMBના વેચાણમાં ત્રણ ગણી વૃદ્ધિ; બે તૃતીયાંશ વિક્રેતાઓ ગાઝિયાબાદ, ઉડુપી, રાજકોટ, અજમેર, ફરીદાબાદ અને હાવડા સહિતના ટિઅર 2 અને 3 શહેરોમાંથી
  • અત્યાર સુધીનો સૌથી ઝડપી એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ – દેશભરમાં મિનિટો, કલાકો અને દિવસોમાં લાખો પ્રોડક્ટની ડિલિવરી
  • પ્રાઇમ મેમ્બરો સૌથી ઝડપી ડિલિવરીનો આનંદ માણે છે, બે દિવસમાં 80 લાખથી વધુ પ્રોડક્ટની ડિલિવરી

નવી દિલ્હી | ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫: 22 સપ્ટેમ્બરે પ્રાઇમ મેમ્બરો માટે અને 23 સપ્ટેમ્બરે તમામ ગ્રાહકો માટે ખુલેલા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલેAmazon.in પર વિક્રેતાઓ અને બ્રાન્ડ ભાગીદારો માટે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપનિંગ આપ્યું છે. આ ફેસ્ટિવલમાં 38 કરોડથી વધુ ગ્રાહકોએ મુલાકાત લીધી હતી, જેમાંથી 70%થી વધુ ગ્રાહકો ટોચના 9 મેટ્રો શહેર સિવાયના હતા. ગ્રાહકોએ GST લાભોનો આનંદ માણ્યો હતો અને Amazon.in એપલ, સેમસંગ, વનપ્લસ, IQOO, સોની, HP, LG, બોશ, હેયર, ટીરટીર, લેનેઇજઅને લેવીઝજેવી ટોચની બ્રાન્ડ્સના સ્માર્ટફોન, લેપટોપ, ટીવી, ફેશન અને બ્યૂટી, ગૃહ સજાવટ, એપ્લાયન્સિસ, ફર્નિચર અને કરિયાણા સહિતની કેટેગરીમાં30,000થી વધુ નવા ઉત્પાદનોના લોન્ચિંગસાથે સૌથી ઓછી કિંમતે 1 લાખથી વધુ ઉત્પાદનોનો ઍક્સેસ મેળવીને બચતનો લાભ મેળવ્યો હતો.

એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025ની શરૂઆત વિક્રમજનક રહી છે. પ્રથમ 48 કલાક અમારા અત્યાર સુધીના સૌથી વ્યસ્ત કલાક રહ્યા છે અને આ સમયમાં 38 કરોડ ગ્રાહકોએ મુલાકાત લીધી છે જે અત્યાર સુધીમાં સર્વાધિક છે અને પ્રાઇમ અર્લી ઍક્સેસ દરમિયાન સૌથી વધુ સંખ્યામાં પ્રાઇમ મેમ્બરોએ ખરીદી કરી છે”.“#GSTBachatUtsavપહેલને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે, હોમ એપ્લાયન્સિસ, ઇલેક્ટ્રોનિક્સ, દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ, આરોગ્યસંભાળ, ફેશન અને બીજી કેટલીય ચીજોમાં વિક્રેતાઓએ અમારા સમર્પિત સ્ટોરફ્રન્ટ દ્વારા માત્ર 48 કલાકમાં કરોડોના GST લાભો ગ્રાહકો સુધી પહોંચાડ્યા છે. નાના વ્યવસાયો અને સ્થાનિક કારીગરોથી લઈને મેડ-ઇન-ઇન્ડિયા બ્રાન્ડ્સ સુધી, આખાદેશના લાખો વિક્રેતાઓએ વ્યવસાયમાં મજબૂત રીતે કરેલી વૃદ્ધિ જોઈને અમને આનંદ થાય છે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દિવાળી સુધી ચાલુ રહેવાનો હોવાથી ગ્રાહકોને આગામી સમયમાં પણ ઉત્સાહજનક ડીલ્સ મળતી રહેશે.”

ટિઅર 2 અને ટિઅર 3 શહેરોના પ્રાઇમ મેમ્બરો દ્વારા એપ્લાયન્સિસ, ફેશન અને બ્યૂટી, સ્માર્ટફોન અને ફર્નિચર સહિતની મુખ્ય કેટેગરીમાં વધુ માંગ જોવા મળી છે. પ્રાઇમ મેમ્બરોને વધુ ઝડપી ડિલિવરી મેળવી છે, જેમાંમેટ્રો શહેરોમાં એક જ દિવસમાં અથવા બીજા દિવસે 30 લાખથી વધુ ઉત્પાદનો ડિલિવર કરવામાં આવ્યા છે અને ટિઅર 2 તથા 3 શહેરોમાં 2 દિવસમાં 50 લાખથી વધુ પ્રોડક્ટ ગ્રાહકો સુધી ડિલિવર કરવામાં આવી છે. પ્રથમ 24 કલાકમાં નવા ગ્રાહકોના સાઇન-અપમાં સરેરાશ બિઝનેસ દિવસની સરખામણીએ 6 ગણો વધારો થયો હોવાથી એમેઝોન બિઝનેસને પણ તેના ગ્રાહકો તરફથી અસાધારણ પ્રતિસાદ મળ્યો છે. વ્યવસાયોએ વિક્રેતાઓ દ્વારા ઓફર કરવામાં આવતા જથ્થાબંધ ડિસ્કાઉન્ટની પણ પ્રશંસા કરી હતી અને સરેરાશ બિઝનેસ દિવસોની સરખામણીએ 4.4 ગણા વધુ જથ્થાબંધ ઓર્ડર નોંધાયા છે.

ગ્રાહકોને GST લાભોથી ફાયદો થઈ રહ્યો છે

એર કંડિશનર અને ડીશવોશરથી લઈને ઇન્વર્ટર બૅટરીમાં વાર્ષિક ધોરણે બે આંકડામાં વૃદ્ધિ જોવા રહી છે, ત્યારેગ્રાહકો આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં ઘટાડેલા GSTનો લાભ માણી રહ્યા છે. ગ્રાહકોએ ખર્ચમાં બચત સાથે ટકાઉપણું સંતુલિત કર્યું હોવાથી રસોડાના એપ્લાયન્સિસમાં વાર્ષિક ધોરણે 50% વધુ ઇકો-ફ્રેન્ડલી યુનિટ વેચાયા છે. GSTનાલાભો આપવામાં આવી રહ્યા હોવાથી પીણાં, તેલ અને અનાજ જેવી કરિયાણાની આવશ્યક ચીજવસ્તુઓમાં વાર્ષિક ધોરણે 15% વધારો થયો છે, જ્યારે D2C બ્રાન્ડ્સમાંથી હાઇ-પ્રોટીન ખોરાક અને સ્પ્રેડમાં વાર્ષિક ધોરણે 27% વધારો નોંધાયો છે. આરોગ્ય અને સુખાકારી કેટેગરીમાં વ્હે પ્રોટીનના વેચાણમાં વાર્ષિક ધોરણે 28% અને વિટામિન અને સપ્લિમેન્ટ્સમાં ટિઅર 2 અને 3 શહેરોમાં વાર્ષિક ધોરણે 21% વૃદ્ધિ સાથે એકંદરે 39% વૃદ્ધિ થઈ. પારિવારિક જરૂરિયાતની ચીજવસ્તુઓને નોંધપાત્ર ફાયદો થયો છે, જેમાંડાયપરના વેચાણમાં વાર્ષિક ધોરણે 10% વધારો થયો છે, તેમજ માતાપિતાએ સૌમ્ય, ઝેર-મુક્ત ફોર્મ્યુલેશન પસંદ કરવાનું શરૂ કર્યું હોવાથી પ્રીમિયમ બેબી સ્કિન કેર ઉત્પાદનોમાં વાર્ષિક ધોરણે 18% વધારો થયો છે.

ભારત પ્રીમિયમ બની રહ્યું છે

દેશભરના ગ્રાહકોમાં સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટરો, એડવાન્સ્ડ વોશિંગ મશીનો, ઉર્જા-કાર્યક્ષમ સ્પ્લિટ એસી અને પંખા, એર ફ્રાયર્સ જેવા પ્રીમિયમ ઉત્પાદનો નોંધપાત્ર પસંદગી જોવા મળી રહી છે. સ્માર્ટફોનમાં બે આંકડાની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે, જેમાં ખાસ કરીને₹20,000થી વધુ કિંમત વાળા સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 50% વધારો થયો છે. પ્રીમિયમ પ્રોડક્ટ્સ પસંદ કરવાનું વલણ વધવાથી પ્રીમિયમ ટીવીમાં મજબૂત તેજી જોવા મળી છે, જેમાં QLED મોડેલ્સમાં23% અને મિની-LED ટીવીમાં27%ની વૃદ્ધિ થઈ છે. MacBook Air M4ના વેચાણમાં 94Xના હંમેશની જેમવ્યવસાય સાથે લેપટોપના વેચાણમાં વધારો થયો છે, જ્યારે સોની હોમ થિયેટર સિસ્ટમનું વેચાણ196Xનાનિયમિત વોલ્યૂમ પર નોંધાયું છે. લેબમાં ઉત્પાદિત ડાયમંડ્સના વેચાણમાં10X વૃદ્ધિ જોવા મળી છે, કોરિયન બ્યૂટી પ્રોડક્ટમાં વાર્ષિક ધોરણે 3Xથી વધુ વૃદ્ધિ થઈ છેઅને પ્રીમિયમ ઘડિયાળોમાં વાર્ષિક ધોરણે 1.5-2X વૃદ્ધિ જોવા મળી છે. પ્રોફેશનલ બ્યૂટી અને વાળની ​​સંભાળમાં 2.5X વૃદ્ધિ જોવા મળી છે, પ્રીમિયમ લગેજ કેટેગરીમાં 94% વધારો થયો છે, તેમજ પ્રીમિયમ એપેરલ બ્રાન્ડ્સમાં 2.5X વધારો થયો છે. કિંમતી દાગીના અને ચાંદીના સિક્કાઓના વેચાણમાં ગયા વર્ષની સરખામણીએ 4.5 ગણો વધારો થયો છે. ટોચના શહેરોની બહારના ગ્રાહકોના કારણે આ વૃદ્ધિને વેગ મળ્યો છે, જેમાં ખાસ કરીને ઘણા નાના શહેરોમાં માંગમાં અનેક ગણો વધારો થયો છે. 

વિક્રેતાઓ માટે બમ્પર વૃદ્ધિ

પ્રથમ 48 કલાકમાં સમગ્ર ભારતમાંSMB વિક્રેતાઓની સૌથી વધુ સહભાગીતા જોવા મળી, જેમાં પ્રત્યેક ત્રણમાંથી બે વિક્રેતાઓ વિશાખાપટ્ટનમ, લખનઉ, ઇન્દોર, ગાઝિયાબાદ, ઉડુપી, રાજકોટ, અજમેર, ફરીદાબાદ અને હાવડા સહિત ટિઅર 2 અને 3 શહેરો અને તેનાથી આગળના શહેરોના હતા. SMBમાં ગ્રાહક જોડાણ વિક્રમજનક રીતે જોવા મળ્યું છે અનેકરોડો ખરીદદારો તેમના તરફ આકર્ષિત થયા હોવાથી આ ઇવેન્ટના અત્યાર સુધીના તમામ સંસ્કરણમાં સૌથી વધુ આંકડો નોંધાયો છે. 16,000થી વધુ SMBએ સરેરાશ દિવસોની તુલનામાં તેમના વેચાણમાં ત્રણ ગણો વધારો કર્યો છે, જેમાં ખાસ કરીને ઘર, રસોડું, એપરલ, રમકડાં અને ઘરેણાં લોકપ્રિય કેટેગરી તરીકે ઉભરી આવ્યા છે. સ્થાનિક દુકાનોપણ વિક્રમી વેચાણ કરી શકી છે અને₹10 લાખના સીમાચિહ્નને પાર કરનારા વિક્રેતાઓની સંખ્યા અત્યાર સુધીના સર્વાધિક સ્તરે પહોંચી ગઈ છે. ખરીદદારોએ ફર્નિચર, બ્યૂટી ટૂલ્સ અને બકલાવા બોક્સ તેમજ દિવાળીના હેમ્પર્સ જેવી ઉજવણીની વસ્તુઓ વિશાળ માત્રામાં પસંદ કરી છે

રાજસ્થાન ક્રાફ્ટ ઇન્ડિયાના અભિષેક ધનવાણીએ કહ્યું હતું કે, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025ના પ્રથમ 48 કલાક મારા વ્યવસાય માટે પરિવર્તનકારી રહ્યા છે. અમે અજમેરમાં તહેવારોમાં સજાવટના નિષ્ણાત વિક્રેતા છીએ અને અમને અમારા દૈનિક વેચાણના જથ્થામાં 7 ગણો વધારો જોવા મળ્યો છે તેમજમેટ્રો શહેરોથી લઈને નાના શહેરો સુધીના ભારતભરના ગ્રાહકો પાસેથીઓર્ડર મળ્યા છે. તહેવારો દરમિયાન એમેઝોનની વિઝિબલિટીના કારણે અમને પહેલા કરતાં વધુ ગ્રાહકો સાથે જોડાવામાં મદદ મળીછે, અને એમેઝોન તરફથી ઓપરેશનલ સપોર્ટના કારણે અમે ઓર્ડરમાં થયેલી વૃદ્ધિને કાર્યક્ષમ રીતે પૂરી કરવામાં સક્ષમ બન્યા છીએ. આ તહેવારમાં અમારા વેચાણમાં વધારો થવાની સાથે-સાથે અમને અમારી ઉત્પાદન કેટેગરીમાંવિસ્તરણ કરવા અને વધુ સ્થાનિક કારીગરોને નોકરીએ રાખવાનો પણ આત્મવિશ્વાસ જાગ્યો છે.”

એથરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ – હેડ ઓફ સેલ્સ એન્ડ ઓનરશિપ મેનેજમેન્ટ ગુરિન્દર સુખીજાએ જણાવ્યું હતું કે, એમેઝોન સાથે અમારી ભાગીદારીની શરૂઆત મજબૂત રહી છે. એમેઝોન દ્વારા પૂરી પાડવામાં આવતી પહોંચ અને અનુકૂળતાથી અમને ગ્રાહકોના વિશાળ સમૂહ સાથે જોડાવામાં મદદ મળી છેઅને ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન સેલ્સમાં વહેલી ગતિ પકડાઈ છે તે ખૂબ જ પ્રોત્સાહક છે. અમે આવનારા મહિનાઓમાં હજુ પણ વધુ મજબૂત સ્થિતિની અપેક્ષા કરી રહ્યા છીએ.

એમેઝોન પે દ્વારા અસાધારણ બચત

SBI ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ તરફથી આપવામાં આવતી આકર્ષક ઓફરોના કારણે, ગ્રાહકોએ તેમની ખરીદી પર ₹260 કરોડથી વધુની બચત કરી છે. આ ઇવેન્ટ દરમિયાન પ્રત્યેક ચારમાંથી એક ગ્રાહકે ખરીદી કરવા માટે એમેઝોન પે સુવિધાનો ઉપયોગ કર્યો છે, જેમાં હાલમાં ડિજિટલ ચુકવણીઓ દ્વારા ભારતીયો વધુ આરામદાયકતા અનુભવી રહ્યા હોવાનું જોવા મળે છે. તહેવારોની આ મોસમમાં ભારતએમેઝોન પેસાથે મોટાટ્રાવેલ પ્લાન બનાવી રહ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બુકિંગમાં 45%નો વધારો થયો છે, ટિકિટ ભાડા ₹1,403 (દિલ્હી-ભટિંડા) જેટલા સસ્તાથી લઈને₹4.5લાખ (મુંબઈ-લંડન) સુધીના ઉંચા દરે છે. UPIના ઉપયોગમાં ગયા વર્ષની સરખામણીમાં 18% વધારો થયો છે. પ્રત્યેક ત્રણમાંથી એક ગ્રાહકે તેમની ખરીદી કરવા માટે આકર્ષક SBI ક્રેડિટ કાર્ડ EMI ઓફરોનો લાભ લીધો હતો. એમેઝોનને એવું પણ જોવા મળ્યું છે કે, EMI પર કરવામાં આવેલી તમામ ખરીદીઓમાંથી 80% ખરીદીઓ નો-કોસ્ટ હતી અનેEMI સાથે કરવામાં આવેલી દરેક પાંચ ખરીદીઓમાંથી એક ખરીદી, મુખ્યત્વે મોબાઇલ, ઉપકરણ અને ઇલેક્ટ્રોનિક કેટેગરીમાં થઈ હતી. પ્રથમ 48 કલાક દરમિયાન આપવામાં આવેલા પ્રત્યેક નવમાંથી એક ઓર્ડરની ચુકવણી માટેએમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થયો હતો.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરરોજખૂબ જ મોટીઓફરો અને ડીલ્સ સાથે દિવાળી સુધી ચાલુ રહેશે.

Related posts

સેમસંગ દ્વારા તામિલનાડુમાં ડિજિટલ અને STEM શિક્ષણ મજબૂત બનાવાયું: DigiArivu પ્રોગ્રામ લોન્ચ કર્યો

truthofbharat

સન્મતિ જ્ઞાનવર્ધક ધાર્મિક મેળાનું અમદાવાદમાં પ્રથમવાર આયોજન

truthofbharat

એજી ગ્રુપ અને IHG એ અમદાવાદમાં “હોલિડે ઇન અમદાવાદ” શરૂ કરવા માટે એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા

truthofbharat