Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોને એક્સિયોનું અધિગ્રહણ પૂરું કર્યું, ભારતમાં પોતાનો એકંદર પોર્ટફોલિયો મજબૂત બનાવ્યો

નિયમનકારી મંજૂરી મળવાથી, એમેઝોન સરળ, પારદર્શક અને ઇનોવેટિવ ક્રેડિટ અનુભવો પૂરા પાડવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે

બેંગલુરુ, ભારત | ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી નિયમનકારી મંજૂરી મળ્યા બાદ, એમેઝોન દ્વારા આજે ​​ભારતમાં અગ્રણી ડિજિટલ ધિરાણ અને ચેકઆઉટ ફાઇનાન્સ પ્રદાતા, એક્સિયો (અગાઉનું કેપિટલ ફ્લોટ તરીકે ઓળખાતી હતી)ના અધિગ્રહણની કામગીરી પૂરી થઈ હોવાની જાહેરાત કરવામાં આવી છે.

આ અધિગ્રહણ, ભારતમાં એમેઝોનના સૌથી મોટા અધિગ્રહણમાંથી એક છે જેભારતમાં એમેઝોન દ્વારા પૂરી પાડવામાં આવતી નાણાકીય સેવાઓનું વિસ્તરણ કરવાની તેમની પ્રતિબદ્ધતામાં એક સીમાચિહ્નરૂપ સફળતા છે. એમેઝોનની હાલમાં એક્સિયો સાથેની ભાગીદારીના કારણે આ શક્ય બન્યું છે, જે છ વર્ષ કરતાં વધુ સમયથી ભારતમાં એમેઝોન પે માટે બાય નાઉ પે લેટર સેવાઓને સંચાલન બળ આપી રહી છે.

પેમેન્ટ્સ એમેઝોનના વાઇસ પ્રેસિડેન્ટ મહેન્દ્ર નેરુરકરે જણાવ્યું હતું કે, “ભારતમાં માત્ર 6 માંથી 1 ગ્રાહક પાસે ચેકઆઉટ ફાઇનાન્સિંગની સુવિધા છે, તેથી ક્રેડિટની સુવિધા વધારવી એ એમેઝોનની મૂળભૂત પ્રાથમિકતા છે”. તેમણે ઉમેર્યું હતું કે, “છેલ્લા છ વર્ષોમાં, એક્સિયો સાથેની અમારી ભાગીદારીથી અમે10 મિલિયનથી વધુ ગ્રાહકો માટે ક્રેડિટ અનલૉક કરવામાં સફળ રહ્યા છીએ. એક્સિયોનું ડિજિટલ ધિરાણ કૌશલ્ય, એમેઝોનની પહોંચ, ટેકનોલોજીનું જ્ઞાન અને બેંક સાથેના સંબંધો આ બધુ જ સાથો મળીને, આગામી વર્ષોમાં અમને બીજા લાખો ગ્રાહકો અને નાના વ્યવસાયોને જવાબદાર ધિરાણ પૂરું પાડવા માટે વિસ્તરણ કરવામાં મદદ કરશે.”

અત્યાર સુધીમાં 10 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપી ચૂકેલી એક્સિયો, એમેઝોનની પેટાકંપની તરીકે સંકલિત થઈને તેની વર્તમાન નેતૃત્વ ટીમ હેઠળ જ સતત કામ કરતી રહેશે.

એક્સિયોના સહ-સ્થાપક સશાંક ઋષ્યશ્રિંગા અને ગૌરવ હિન્દુજાએ જણાવ્યું હતુ કે, “એમેઝોન સાથે જોડાણ કરવાથી એક્સિયો માટે એક નવા રોમાંચક અધ્યાયનો પ્રારંભ થશે.”તેમણે ઉમેર્યું હતું કે, “આ જોડાણથી ક્રેડિટની પહોંચ વધારવાના અમારા મિશનને વેગ મળશે. એમેઝોનની પહોંચ, ગ્રાહક કેન્દ્રિતતા અને બેલેન્સ શીટના ઊંડાણની મદદથી, અમે હવે100 મિલિયન ભારતીયો સુધી – જવાબદારીપૂર્વક અને મોટા પાયે – ડિજિટલ ધિરાણની સુલભતા પહોંચાડવા માટે સારી સ્થિતિમાં છીએ.”

આ અધિગ્રહણથી એમેઝોન પે લેટરની ચેકઆઉટ ફાઇનાન્સ અને ટર્મ લોન ક્ષમતાઓમાં વધારો થશે તેવી અપેક્ષા છે તેમજ ખાસ કરીને વંચિત વિસ્તારો સહિત સમગ્ર ભારતમાં ડિજિટલ ધિરાણ સેવાઓમાં ઇનોવેશન માટે નવી તકો ઊભી થશે.

Related posts

સેમસંગ દ્વારા ધ બિક બીસ્પોક એઆઈ ફેસ્ટ સાથે આઝાદી દિવસની ઉજવણીઃ ભારતીય ઘરો માટે વધુ સ્માર્ટ અને કનેક્ટેડ જીવન ઉજાગર કરે છે

truthofbharat

શ્રી નાશિક ગૂડ્સ ટ્રાન્સપોર્ટ ટાટા મોટર્સના નેક્સ્ટ-જેન ટ્રસ્ટ સાથે ફ્લીટ પરફોર્મન્સ ઉત્તમ બનાવે છે

truthofbharat

અકસ્માતની વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat