Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

AM/NS Indiaનો ભારતના બે મહત્વના રેલવે એન્જિનિયરિંગ પ્રોજેક્ટમાં અનેરું યોગદાન; ચેનાબ બ્રિજ માટે 70% અને અંજી ખાડ બ્રિજ માટે 100% સ્ટીલ પુરું પાડ્યું

મુંબઇ ૭ જૂન ૨૦૨૫: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ ભારતના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રકલ્પોમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરતા દેશના બે ઐતિહાસિક રેલવે બ્રિજમાં અત્યંત મહત્વપૂર્ણ સ્ટીલની સપ્લાય કરીને પોતાનું યોગદાન વધુ મજબૂત બનાવ્યું છે. વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ એવા ચેનાબ માટે 70% ફ્લેટ સ્ટીલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેઈડ રેલવે બ્રિજ એવા અંજી-ખાડ માટે 100% સ્ટીલ પુરું પાડ્યું છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ચેનાબ અને અંજી-ખાડ જેવા ઐતિહાસિક બ્રિજના ઉદ્ઘાટન સાથે વિકસિત ભારત 2047 ની દિશામાં એક મહત્વપૂર્ણ ડગ ભરવામાં આવ્યું છે. આ એન્જિનિયરિંગ કરામત ભારતની ઇચ્છા શક્તિ અને એક ભવિષ્ય નિર્માણ કરવાની ક્ષમતા દર્શાવે છે. આવા મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સમાં વિશ્વસ્તરીય સ્ટીલ સપ્લાય કરવું AM/NS India માટે ગૌરવપૂર્ણ બાબત છે.

ચેનાબ બ્રિજ માટે AM/NS Indiaએ અંદાજે 25,000 મેટ્રિક ટન ઉચ્ચ-મજબૂતી ધરાવતા સ્ટ્રક્ચરલ સ્ટીલ પુરું પાડ્યું છે, જે બ્રિજ નિર્માણની કુલ સ્ટીલની જરૂરિયાતનો 70% છે. આમાં વિવિધ ઘટકો માટે વિશિષ્ટ સ્ટીલ ગ્રેડનો સમાવેશ થાય છે. આર્ચ માટે ઉચ્ચ મજબૂતી ધરાવતું સ્ટીલ અને પિલર માટે કસ્ટમાઈઝ્ડ ગ્રેડનો પણ સમાવેશ થાય છે. આ તમામ હજીરા સ્થિત કંપનીના મુખ્ય ઉત્પાદન એકમમાં નિર્માણ થયેલા અને બાહ્ય એજન્સીઓ દ્વારા કડક ગુણવત્તા ચકાસણી હેઠળ તૈયાર કરાયેલા છે. જેથી સ્ટીલની ટકાઉપણું, કાટપ્રતિરોધક ક્ષમતા અને ઊંચાઈ ઉપર નિર્માણ કાર્ય માટે યોગ્યતા સુનિશ્ચિત કરી શકાય.

અંજી ખાડ બ્રિજ માટે AM/NS Indiaએ લગભગ 7,000 મેટ્રિક ટન વિશિષ્ટ રીતે ફેબ્રિકેટ કરેલા સ્ટીલ સ્ટ્રક્ચર્સ પૂરાં પાડ્યા છે,  જે પ્રોજેક્ટની 100% સ્ટીલ જરૂરિયાત માટે પૂરતું હતું. હજીરા પ્લાન્ટમાં ઉત્પાદન થયેલું આ સ્ટીલ બ્રિજના અસાધારણ ડિઝાઇન અને પર્યાવરણીય પડકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ સ્ટીલ ફેબ્રિકેશન ખાસ કરીને ઇન-હાઉસ સુવિધાઓ સાથે કરવામાં આવ્યું હતું, જેમાં ડિઝાઇનની જટિલતા માટે કંપનીના જરૂરી સાધનોને અપગ્રેડ કરવામાં પણ આવ્યા છે.

ઉચ્ચસ્તરીય યોજના અને સહજ અમલ માટે, AM/NS Indiaએ કેટલાક નવીન ઉપાયોનું પણ અમલીકરણ કર્યુ હતું. અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે ચોક્કસ સમયમર્યાદા અને તકનિકી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદન આયોજન, તથા સ્ટીલના સતત પુરવઠા માટે ચુસ્ત અને ઝડપી સપ્લાય ચેઇન મેનેજમેન્ટનો પણ સમાવેશ થાય છે.

આ યોગદાન AM/NS Indiaની રાષ્ટ્રીય બાંધકામ માટેની પ્રતિબદ્ધતા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ઉચ્ચ કાર્યક્ષમ સ્ટીલ સોલ્યુશન્સ આપવા માટેની ક્ષમતા દર્શાવે છે.

આ ઐતિહાસિક સિદ્ધિ અંગે વાત કરતાં શ્રી રંજન ધર, ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ સેલ્સ એન્ડ માર્કેટિંગ, AM/NS Indiaજણાવ્યું હતું કે, “AM/NS Indiaની આ પહેલ ‘વિકસિત ભારત’ના વિઝનનું એક જીવંત ઉદાહરણ છે. ચેનાબ અને અંજી ખાડ બ્રિજ માત્ર એન્જિનિયરિંગ ચમત્કાર જ નથી, પરંતુ ભારતમાં વધતી જતી આત્મનિર્ભરતા અને ઔદ્યોગિક શક્તિનું પ્રતિક છે. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટમાં અમારું યોગદાન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નિશ્ચિત કરેલા રાષ્ટ્રીય વિકાસના ધ્યેય સાથે સુમેળ દર્શાવે છે.”

તેમણે વધુ ઉમેરતાં, “જમ્મુ અને કાશ્મીરના દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સર્જાયેલા વિસ્તૃત લોજિસ્ટિકલ અને ઇન્ફ્રાસ્ટ્રકચરલ પડકારોને પગલે પણ, અમે સ્ટીલની સપ્લાય આવતાં પડકારો દૂર કરવા સંપૂર્ણ પ્રયત્નો કર્યા છે. અમારી ક્ષમતાઓનો ઉપયોગ કરીને અને જાહેર તથા ખાનગી બંને ક્ષેત્રના હિતધારકો સાથે સહયોગ કરીને, અમેફક્ત ઇન્ફ્રાસ્ટ્રકચરના મજબૂત નિર્માણમાં જ સહયોગ નથી આપ્યો, પરંતુ આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતની રચના પણ કરી રહ્યા છીએ.”

Related posts

લોટસ રાઇઝિંગ: નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) ભારતીય કળા અને સ્થાપત્યનો બેનમૂન વારસો

truthofbharat

સેમસંગ ઈન્ડિયા નવા મોબાઈલ સીટી ટેકનોલોજીઝ પોર્ટફોલિયો સાથે દર્દીલક્ષી ઈમેજિંગમાં પરિવર્તન લાવવા સુસજ્જ

truthofbharat

પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી 2025 ગરબાનું આયોજન હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર (અર્જુનભાઈ ભૂતિયા),જીગર ચૌહાણ પ્રોડક્શન (જીગરભાઈ ચૌહાણ), જયેશભાઈ પરમાર તથા ક્રિષ્ના કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે.

truthofbharat