Truth of Bharat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નવીનતમ Škoda Octavia RS: જોમ, અદા, અને ભરોસાની નવી મૂર્તિ

પ્રી-બુકિંગ થકી માત્ર 20 મિનિટમાં વેચાણ પુરું

  • ભારતમાંતેમજદુનિયાભરનાકારશોખીનોદ્વારાવધાવીલેવાયેલીખ્યાતિફરીએકવખતપ્રસ્થાપિતથઈ
  • 195 kW (265 PS) અને 370 Nm તાકાતઆપતા0 TSI ઍન્જિનનાદમવાળીકાર
  • ફક્ત4 સેકન્ડમાં 0-100 km/h ઝડપપકડેછે; ઇલેક્ટ્રોનિકરીતે 250 km/hસર્વોચ્ચઝડપમર્યાદા
  • 10 ઍરબેગ, ADAS,હેડ-અપડિસ્પ્લે, 360° ઍરિયાવ્યૂકેમેરા, અનેબીજીઅનેકખાસિયતોથીસજ્જ.
  • પાંચનયનરમ્યરંગોમાંઉપલબ્ધ: મામ્બાગ્રીન, કેન્ડીવ્હાઇટ, રેસબ્લ્યૂ, મેજિકબ્લૅક, અનેવેલ્વેટરેડ
  • ગ્રાહકોનેડિલિવરીસોંપણીનવેમ્બર 06 થીશરુ

Škoda Auto India દેશમાં પોતાની સફરના 25 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યું છે ત્યારે, તેની સીમાચિહ્નરૂપ કાર, નવીનતમ Octavia RS નું પુન:રાગમન થઈ રહ્યું છે. ફુલ્લી-બિલ્ટ યુનિટ (FBU) તરીકે મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ, Octavia RS પોતાની સાથે લાવે છે બેજોડ ડ્રાઇવિંગ અનુભવ, મન પર છવાઈ જતી ડિઝાઇન, અને હંમેશા અલગ તરી આવતી RS શૈલી, જે કારના નવા રસિયાઓથી લઈને બારીક નજરવાળા અનુભવી કારચાલકો, એમ બંને માટે ભારતમાં પુન:રાગમન કરી રહી છે.

રજૂઆત વિશે વધુ જાણકારી આપતાં, આશિષ ગુપ્તા, Škoda Auto India ના બ્રાન્ડ ડિરેક્ટરે જણાવ્યું કે, “Octavia RS ને મળેલો પ્રતિસાદ અપ્રતિમ છે. આ અનુપમ મોડેલે ભારતભરના ડ્રાઇવિંગ રસિયાઓમાં ખરા અર્થમાં ચાહના જગાવી છે, જે Octavia RS એ પ્રસ્થાપિત કરેલી વૈશ્વિક ખ્યાતિને વધુ મજબૂત બનાવે છે. અમે ભારતમાં Škoda Auto ના 25 યાદગાર વર્ષોની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે, વિશ્વસ્તરીય કાર બજારમાં મૂકવાની અમારી પ્રતિબદ્ધતા હંમેશ કરતાં વધુ પ્રબળ છે. RS બેજ એ માત્ર પ્રદર્શન જ નહિ, તેનાથી પણ કંઈક વિશેષ દર્શાવતું ચિહ્ન છે. તે અમારા ગ્રાહકો Škoda બ્રાન્ડ સાથે જે ભાવનાત્મક જોડાણ ધરાવે છે અને તેના પર જે વિશ્વાસ ધરાવે છે, તેનું પ્રતિનિધિત્વ કરે છે. અમે નવી પેઢીના કાર ચાલનના શોખીનોને Škoda પરિવારમાં આવકારવામાં અને તેમની સાથે મજબૂત જોડાણ સ્થાપવા તથા ચાહકવર્ગ ઊભો કરવામાં આનંદ અનુભવી રહ્યાં છીએ, જે ખરેખર તો આ બજારમાં અમારી બ્રાન્ડને પરિભાષિત કરે છે.”

રોમાંચ જેના હાર્દમાં છે
Octavia RS ના હાર્દમાં છે 2.0 TSI ટર્બોચાર્જ્ડ પેટ્રોલ ઍન્જિન, જે 195 kW (265 PS) તાકાત અને 370 Nm ટોર્ક પેદા કરે છે. 7-સ્પીડ DSG ઑટોમેટિક ટ્રાન્સમિશન ધરાવતી આ કાર ફક્ત 6.4 સેકન્ડમાં 0-100 km/h ઝડપ સુધી એક્સલરેશન પ્રાપ્ત કરી લે છે, જેમાં મહત્તમ ઝડપને ઇલેક્ટ્રોનિક રીતે 250 km/h મર્યાદિત કરેલી છે. તેનું આધુનિકતમ ચેસિસ સેટ-અપ, નવતર સ્ટીયરિંગ અને સ્પોર્ટ્સ શૈલીના સસ્પેન્શન સાથે મળીને સચોટ નિયંત્રણ અને ડ્રાઇવિંગમાં બેજોડ કાબૂ તમારા હાથમાં સોંપે છે.

રજવાડી અનુભવ
નવીનતમ Octavia RS પોતાની સાથે Škoda ની જોમવંતી ડિઝાઇન શૈલી લઈને આવે છે, જેની અભિવ્યક્તિ ફુલ LED મેટ્રિક્સ હેડલાઇટ, ડાઇનામિક ઇન્ડિકેટર વાળા LED ટેઇલ લેમ્પ્સ અને ગ્લોસી અનુભૂતિવાળા કાળા સ્ટાઇલિંગ એલિમેન્ટ્સ થકી જતી જોવા મળશે. જેના પરથી નજર હટાવવી અસંભવ છે તેવા, 19-ઇંચ ઇલિએસ એન્થ્રાસાઇટ એલોય વ્હીલ પર શોભતી, બેઠી શૈલીના 225/40 R19 સ્પોર્ટ્સ ટાયર્સ ધરાવતી આ કારનો દેખાવ પહેલી નજરે જ કદી ભૂલાય તેવો સ્પોર્ટી અને જોમવંતો છે. લંબાઈમાં 4,709 mm, પહોળાઇમાં 1,829 mm, અને ઊંચાઈમાં 1,457 mm, સાથે વ્હીલબેઝ છે 2,677 mm, અને પોતાની શ્રેણીમાં અગ્રગણ્ય ગણાતી 600 લિટર બૂટમાંની જગ્યાવાળી (કારની પાછલી સીટ વાળીને 1,555 લિટર સુધી વિસ્તારી શકાય), Octavia RS સુડોળ દેખાવ સાથે જ રોજબરોજની ઉપયોગિતાનું સંતુલન ધરાવે છે. તેની દમદાર રેખાકૃતિને વધુ આકર્ષક બનાવે છે પાંચ નયનરમ્ય વિકલ્પમાં ઉપલબ્ધ રંગો: મામ્બા ગ્રીન, કેન્ડી વ્હાઇટ, રેસ બ્લ્યૂ, મેજિક બ્લૅક, અને વેલ્વેટ રેડ.

સૌષ્ઠવભરી નજાકત
અંદરની બાજુએ, Octavia RS સ્પોર્ટી દેખાવ અને જાજરમાન આરામનું સંતુલન ધરાવે છે. કેબિન સ્વેડ/લેધર અપહોલ્સ્ટ્રીથી શોભે છે, જેમાં લાલ રંગે અલગ તરી આવતા ટાંકા લીધેલા છે, આગલી સીટ સ્પોર્ટ્સ શૈલીની તથા ઇલેક્ટ્રિક નિયંત્રણ, મેમરી, હીટિંગ અને મસાજની સુવિધાઓથી સજ્જ છે, સાથે જ એમ્બિયન્ટ લાઇટિંગ, અને વર્ચ્યુઅલ કૉકપિટ સમો દેખાવ છે. ગ્રાહકોને ત્રણ-ઝોનવાળા ક્લાઇમેટ કન્ટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ, અને Android Auto તથા Apple CarPlay માટે વાયરલેસ જોડાણની સગવડવાળી 32.77 cm ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમનો લાભ પણ મળશે.

વધુ સ્માર્ટ. વધુ સલામત. વધુ તેજસ્વી.
Octavia RS સજ્જ છે Škoda ની અદ્યતન ADAS સ્યુટ, જેમાં અડાપ્ટિવ ક્રુઝ કન્ટ્રોલ (ACC), ઑટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ (AEB), લેન અસિસ્ટ, અને ઇન્ટેલિજન્ટ પાર્ક અસિસ્ટનો સમાવેશ થાય છે. 10 ઍરબેગ, 360-અંશ જોઈ શકતો ઍરિયા વ્યૂ કેમેરા, ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ, હેડ-અપ ડિસ્પ્લે, અને ડ્રાઇવિંગ સંતુલન પ્રણાલી સાથે વધુ અસરકારક સલામતી વ્યવસ્થા. આ કારમાં પ્રિમિયમ સ્તરના કેન્ટન 675W 11-સ્પીકર વાળી, સબ-વૂફર સાથેની સાઉન્ડ સિસ્ટમ પણ જોવા મળશે, જેની સાથે છે વર્ચ્યુઅલ પેડલવાલું ઇલેક્ટ્રિકલ બૂટ, અને અન્ય બાબતોની સાથે, ‘સિમ્પ્લી ક્લેવર’ લાક્ષણિકતાઓની ભરમાર.

વિશેષ ખાસિયત
દરેક Škoda ની જેમ, Octavia RS ના માલિકો માટે Škoda Auto India પોતાનું ખાસ, વાહન ઉદ્યોગમાં શ્રેષ્ઠ એવું પેકેજ, પણ સાથે લઈને આવે છે, જેમાં 4-વર્ષ/100,000 km વૉરંટી અને 4-વર્ષ માટે પૂરક રોડ-સાઇડ સહાયનો સમાવેશ થાય છે.

અનોખો વારસો
મૂળ 2001 માં રજૂ થયેલ Octavia એ ભારતમાં Škoda ની સૌથી પહેલી રજૂઆત હતી, અને તેણે એક નવી ઓળખ બનાવતી, ડ્રાઇવ કરનારને ધ્યાનમાં રાખીને બનાવેલી ખડતલ કારનિર્માતા તરીકે અમારી બ્રાન્ડની ઓળખનો પાયો નાખ્યો હતો. RS સૌપ્રથમ 2004 માં ભારત આવી હતી, જે દેશની પહેલવહેલી ટર્બોચાર્જ્ડ પેટ્રોલ ઍન્જિન પેસેન્જર કાર હતી. હવે, નવીનતમ RS ના રૂપમાં, ભારત માટેની પોતાની અડગ પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે, Octavia એ બજારમાં ઉતરીને ભવ્ય વારસા, નવતર સુધારાઓ, અને પ્રદર્શનના નવા માનકોથી ભરપુર કાર રજૂ કરી છે.

*****

કિંમતરૂપિયા (એક્સ-શોરૂમ)
Octavia RS
₹ 49,99,000

  

Škoda Auto

  • is successfully steering through the new decade with the Next Level Škoda Strategy
  • aims to become one of the top three best-selling brands in Europe by the end of the decade by offering its customers the best of both worlds through a range of attractive BEV, hybrid & ICE products
  • effectively exploits the potential in important growth markets such as India, Vietnam and the ASEAN region
  • currently offers customers 12 passenger car model ranges: Fabia, Scala, Octavia, Superb, Kamiq, Karoq, Kodiaq, Elroq, Enyaq, Slavia, Kylaq and Kushaq
  • delivered more than 926,000 vehicles to customers worldwide in 2024
  • has been part of the Volkswagen Group, one of the world’s most successful car manufacturers, for more than 30 years
  • is part of Brand Group CORE, an organisational merger of the Volkswagen Group’s volume brands, with the aim of achieving joint growth and significantly increasing the overall efficiency of all five volume brands
  • independently develops and produces components such as MEB battery systems, engines and transmissions for other Volkswagen Group brands
  • operates three production plants in the Czech Republic; has production capacities in China, Slovakia and India, mostly through group partnerships, as well as in Vietnam and Ukraine in cooperation with a local partner
  • employs around 40,000 people worldwide and is active in almost 100 markets 

Škoda Auto India

  • fascinating customers in India since 2001
  • offers 4 models in India – Kylaq, Slavia, Kushaq, and Kodiaq
  • present in more than 179 cities across the country with over 315 customer touchpoints

Škoda Auto India website – www.skoda-auto.co.in

Related posts

ભાવનગર શિશુવિહાર ખાતે પૂજ્ય મોરારિબાપુના સાનિધ્યમાં ૩૫મો નાગરિક અભિવાદન સમારોહ ભવ્ય રીતે સંપન્ન

truthofbharat

LDL કોલેસ્ટ્રોલ: ‘બેડ’ કોલેસ્ટ્રોલ જેમાં તમારે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર પડે છે

truthofbharat

કાફે અકાસાના મકરસંક્રાંતિના વિશેષ ભોજન સાથે લણણીનો તહેવાર ઉજવો

truthofbharat