Truth of Bharat
ગાર્મેન્ટ્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આલિયા ભટ્ટ Levi’s®માં ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાઇ છે, ફિટ અને ફેશનના નવા યુગની શરૂઆત કરી

ગુજરાત, અમદાવાદ | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૫: Levi’s® બ્રાન્ડ આલિયા ભટ્ટનું પોતાના ગ્લોબલ બ્લાન્ડ એમ્બેસેડર તરીકે સ્વાગત કરીને ગર્વ અનુભવે છે. આ ભાગીદારી બે વૈશ્વિક બળો – ડેનિમને વ્યાખ્યાયિત કરતું નામLevi’s® અને વિશ્વભરમાં ફિલ્મ અને ફેશનમાં પોતાની અસર અને પ્રભાવ ધરાવતી આલિયા ભટ્ટ બંનેને એક સાથે લાવે છે, જેથી ડેનિમની વૈશ્વિક ગાથામાં એક નવા પ્રકરણને આકાર આપી શકાય.

તેણી એવા સમયમાં બ્રાન્ડમાં જોડાઇ રહી છે, જ્યારે મહિલાઓની ફેશન એક નવા પરિવર્તનને અપનાવી રહી છે. આરામદાયક ફિટ, પહોળા પગ અને ઢીલા સિલ્હાઉટ્સ હવે માત્ર મોસમી ટ્રેન્ડ્સ જ નથી રહ્યા, પરંતુ તે હવે દરેક દિવસે આવશ્યક બની રહ્યા છે. અને લાંબા સમયથી ડેનિમને વ્યાખ્યાયિત કરવા માટે જાણિતીLevi’s® આ પરિવર્તનમાં સૌથી મોખરે છે. આલિયાનાં નેતૃત્ત્વમાં આ પરિવર્તન મુખ્યધારામાં આવશે.

આલિયા જણાવે છે કે “મારા માટે, જીન્સની એક જોડી ક્યારેય જીન્સની માત્ર જોડી જ નથી રહી. તે એક એવી વસ્તુ છે જેમાં તમે જીવો છો અને તેને પોતાની બનાવો છો. આપણા ડેનિમ સાથેનો આપણો સંબંધ ખૂબ વ્યક્તિ છે, પરંતુ એક રીતે આ આપણને સૌને જોડે પણ છે. વિભિન્ન દેશોમાં અને પેઢીઓમાં ડેનિમનો અર્થ પોતાની ઓળખની ઉજવણી કરવી છે. Levi’s® હંમેશાથી આ વૈશ્વિક ચળવળનાં કેન્દ્રમાં રહી છે અને હવે હું તેમની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેનો ભાગ બનીને ખૂબ ઉત્સાહિત છું.”

નવી પેઢી કેવી રીતે વસ્ત્રો પહેરવા માગે છે તે પ્રતિબિંબિત કરવા માટે અને બ્રાન્ડને ક્લાસિક ફિટથી આગળ વધારીને સ્ટાઇલ-ફર્સ્ટ, ટ્રેન્ડ-ફોરવર્ડ સુસંગતતા વિકસિત કરવા માટે Levi’s® અને આલિયા એક સહિયારા દૃષ્ટિકોણથી એક થયાય છે. ભલે પછી લૂઝ ફિટ્સ હોય, વાઇડ લેગ હોય કે નવી રીતે તૈયાર કરેલા ક્લાસિક્સ હોય, Levi’s® મહિલાઓના પોર્ટફોલિયોમાં વિકસિત થઈ રહી છે અને આલિયા આ આગામી પ્રકરણ માટે સંપૂર્ણ ઉત્પ્રેરક છે.

લેવી સ્ટ્રોસ એન્ડ કંપનીના દક્ષણિ એશિયા-મધ્યપૂર્વીય અને આફ્રિકાના મેનેજિંગ ડિરેક્ટર હિરેન ગોરે જણાવ્યું હતું કે “આલિયા ભટ્ટનો પ્રભાવ ફિલ્મ અને ફેશનથી આગળ વધી રહ્યો છે, તે વાતચીતને આકાર આપે છે.”“જેમ જેમ અમે અમારા મહિલા પોર્ટફોલિયોને વિસ્તારી રહ્યા છીએ, અભિવ્યક્ત, સ્ટાઇલ આધારિત, આરામ પ્રધાન ફિટ્સ તરફ પરિવર્તનનું નેતૃત્તવ કરીએ છીએ તેમ તેમ આલિયા સાંસ્કૃત્તિક વિશ્વસનીયતા અને સ્ટાઇલનું પ્રભુત્ત્વ લાવે છે. સાથે મળીને, અમે Levi’s®ને સૌથી સુસંગત અને ઇચ્છનીય ડેનિમ બ્રાન્ડને મજબૂત કરી રહ્યા છીએ.

Levi’s® નવા ફિટ્સ અને સ્ટાઇલની સાથે નવીનતા લાવશે, તેની સાથે સાથે પોતાના એ સિદ્ધાંત્ત પર ખરી ઉતરે છે, જેના માટે તે હંમેશાં ઊભી રહી છે – કાલાતીત ડેનિમ, જે હાલના સમય માટે બની છે.”

Related posts

TV9 ના સહયોગથી આઇકૉનિક 2025 ટુરિઝમ સમિટ સ્વપ્નદ્રષ્ટા અને લીડર્સને એકસાથે લાવશે

truthofbharat

PEFI ગુજરાતે નેશનલ સ્પોર્ટ્સ-ડે ઉત્સવના ભાગરુપે 90 જેટલી ફિટનેસ, સ્પોર્ટ્સ એક્ટ્વિટીઝનું આયોજન કર્યું

truthofbharat

ડિવાઇન સોલિટેયર્સ અને શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ દ્વારા અક્ષય તૃતીયા પહેલાં જામનગરમાં પ્રથમ વખત ડાયમંડ કોઈનનું અનાવરણ

truthofbharat