Truth of Bharat
ગુજરાતટ્રાવેલિંગબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વૈશ્વિક આસ્વાદ, આકાશી ઇનોવેશન: આજના સમયના વૈશ્વિક પ્રવાસીઓ માટે અકાસા એર દ્વારા કાફે અકાસા મેનુને રીફ્રેશ કરવામાં આવ્યું

મેનુમાં વૈશ્વિક ફ્યુઝન આસ્વાદ, આરોગ્યપ્રદ ભોજન અને ઉદ્યોગમાં પ્રથમ વખતના ઇનોવેશન સામેલ

રાષ્ટ્રીય | 07 ઓક્ટોબર 2025: ભારતની સૌથી ઝડપથી વિકસી રહેલી એરલાઇન અકાસા એર દ્વારા ફ્લાઇટમાં પૂરી પાડવામાં આવતી પોતાની ઓનબોર્ડ ભોજન સેવા ‘કાફે અકાસા’ને ત્રીજી વખત રીફ્રેશ કરીને આરોગ્ય, આનંદ અને ઇનોવેશનને સંતુલિત કરતું વિચારપૂર્વક સુધારેલું મેનુ રજૂ કરવામાં આવ્યું છે. ખૂબ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલું નવું મેનુ ઉડાન ભરી રહેલા દરેક પ્રવાસીને મુસાફરીનો આનંદદાયક અનુભવ પ્રદાન કરવાના વચનને પૂર્ણ કરવા પર ધ્યાન આપીને અતિથિઓ રુચિઓને અનુલક્ષીને પોતાનામાં ફેરફાર કરવા અને આકાશમાં પ્રીમિયમ, કાફે જેવો ભોજનનો અનુભવ પ્રદાન કરવા માટે અકાસાની અવિરત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આજના સમયના આધુનિક પ્રવાસીઓ માટે તૈયાર કરવામાં આવેલા, રિફ્રેશ કરાયેલા કાફે અકાસા મેનુમાં વિચારપૂર્વક તૈયાર કરવામાં આવેલા ભોજનના 45 વિકલ્પો છે, જેમાં તેઓ સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતાપૂર્વકની પસંદગીઓ, આખા દિવસની ભોજનની સુગમતા, આનંદદાયક વાનગીઓ અને વૈશ્વિક સ્વાદના તમામ પાસાઓમાં જે સંતુલન શોધી રહ્યા હોય તેને જાળવી રાખવામાં આવ્યું છે. કાફે અકાસા સેરેલ (ધાન્ય) બાઉલથી લઈને ગોર્મેટ પ્લેટર્સ, પ્રોટીનથી ભરપૂર ભોજન અને ગાર્લિક પાલક સાથે ચિકન સ્ક્નિટ્ઝેલ, એડમામે સાથે ટોફુ કારી પાન અને થાઈ સ્પાઇસ સલાડ જેવા સંશોધનાત્મક ફ્યુઝન સુધીના વિકલ્પો પૂરા પાડીને ફ્લાઇટમાં ભોજનમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે.

કાફે અકાસાની વિચારધારામાં સમાવેશીતાને કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે. રીફ્રેશ કરાયેલું મેનુ ભોજનની વિવિધ પસંદગીઓમાં સતત પરિપૂર્ણ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને જૈન ભોજન, શાકાહારી અને માંસાહારી વિકલ્પોની વિશાળ શ્રેણી તેમજ બાળકો અને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન મુસાફરો માટે તૈયાર કરાયેલા ભોજનના વિકલ્પો સામેલ કરવામાં આવ્યા હોવાથી, દરેક માટે કંઈકને કંઈક હોવાની ખાતરી થાય છે.

અકાસા એરના ચીફ માર્કેટિંગ ઓફિસર નારાયણ ટીવીએ મેનુ રીફ્રેશ કરવા વિશે વિગતે વાત કરતી વખતે જણાવ્યું હતું કે, “ખોરાક એ મુસાફરીનું કેન્દ્ર છે અને અકાસામાં, અમે ઓનબોર્ડ ડાઇનિંગને ગ્રાહકને મળતા અનુભવના અભિન્ન ભાગ તરીકે જોઈએ છીએ. માત્ર ત્રણ વર્ષમાં આ ત્રીજી વખત અમે મેનુ રીફ્રેશ કર્યું છે, જે સતત સુધારણાની અમારી વિચારધારા અને ઉદ્યોગમાં સતત ઉપલા સ્તરે પહોંચવાની અમારી મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. નવું કાફે અકાસા મેનુમાં આરોગ્ય-આગળના વિકલ્પો, વિવિધ વૈશ્વિક પ્રેરણાઓ અને આખા દિવસના ભોજનની સુગમતા પર ધ્યાન આપવામાં આવ્યું છે જેને આજના સમયના પ્રવાસીઓ સૌથી વધુ મહત્વ આપે છે. અમને એક એવું મેનુ રજૂ કરવામાં ગૌરવ થઈ રહ્યું છે જે સમાવેશી, ઇનોવેટીવ છે અને આનંદ, શોધ તેમજ આરામદાયકતાને સમાન રીતે ફેલાવવા માટે તૈયાર કરાયું છે. આ માત્ર ભોજન નથી, પરંતુ તે અકાસાની કાળજી લેવાની અને ગ્રાહકોને સર્વોપરી રાખવાની નૈતિકતાનું વિસ્તરણ પણ છે.”

ઉદ્યોગમાં પ્રથમ વખત આપેલા વિકલ્પો સાથે વૈશ્વિક આસ્વાદ અને પ્રાદેશિક આનંદનું સંમિશ્રણ

ભારતને વિશ્વ સાથે જોડવાના એરલાઇનના વિઝનને પ્રતિબિંબિત કરીને નવા કાફે અકાસા મેનુમાં ચિકન શ્નિટ્ઝેલ, થાઈ સ્પાઇસ ચિકન સલાડ અને મસાલા બીટરૂટ બર્ગર જેવી વૈશ્વિક સ્તરે પ્રેરિત વાનગીઓ દ્વારા ભારતીય, એશિયન અને યુરોપીયન પ્રભાવોને સંમિશ્રિત કરવામાં આવ્યા છે. પહેલી વાર, વેજ ફ્યુઝન ગોરમેટ મીલ અને ચિકન ફીસ્ટ ગોરમેટ મીલ જેવા મલ્ટી-કોર્સ ગોર્મેટ ભોજન રજૂ કરવામાં આવ્યા છે જેમાં માચા સાથે મીઠાઈઓ સામેલ છે.

આ મેનુમાં ઉદ્યોગમાં સૌપ્રથમ વખત સામેલ કરવામાં આવેલી કેટલીક વાનગીઓ પણ છે, જેમાં ઓર્ગેનિકલી સોર્સ્ડ ઘટકોમાંથી બનાવેલ રેડી-ટુ-ઈટ સેરેલ બાઉલ, શેક એન્ડ બાર સાથે ટેક-અવે ફ્રેન્ડલી પ્રોટીન-બુસ્ટિંગ કોમ્બો પેકનો સમાવેશ થાય છે.

વિચારપૂર્ણ, આરોગ્ય-લક્ષી સમાવેશ

કાફે અકાસા સભાનતાપૂર્વકના ભોજન પર ધ્યાન કેન્દ્રિત કરીને, આધુનિક, સ્વાસ્થ્ય પ્રત્યે સભાન પ્રવાસીઓની જરૂરિયાતોને અનુરૂપ, ટોફુ, એડમામે, બીટરૂટ અને તલથી બનેલા સુપરફૂડ-પ્રેરિત વિકલ્પોની પસંદગી રજૂ કરીને સ્વાસ્થ્યપૂર્ણ ભોજનને વધુ આગળ લઈ જાય છે.

પ્રોટીન બાર અને શેક કોમ્બો પેકથી વધુ પોષણ મળે છે, જ્યારે સેરેલ બાઉલથી પૌષ્ટિક નાસ્તાનો વિકલ્પ મળે છે.

આખા વર્ષ દરમિયાન તહેવાર વિશિષ્ટ ભોજન

અકાસા એર દ્વારા ઓગસ્ટ 2022માં તેમનું પરિચાલન શરૂ કરવામાં આવ્યું ત્યારથી, વિવિધ ઉજવણીઓ સાથે સંકળાયેલી પ્રાદેશિક વિશેષતાઓને પ્રતિબિંબિત કરતા ખાસ તૈયાર કરવામાં આવેલા ભોજનના વિકલ્પો પ્રદાન કરવા માટે કંપની પ્રતિબદ્ધ છે. મકરસંક્રાંતિથી લઈને વેલેન્ટાઇન ડે, હોળી, ઈદ, મધર્સ ડે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ચોમાસાની ઋતુ, નવરોઝ, ઓણમ, ગણેશ ચતુર્થી, દશેરા, દિવાળી અને નાતાલ સુધીના દરેક પર્વમાં, કાફે અકાસા તહેવારને અનુલક્ષીને વિકલ્પો પૂરા પાડીને ભોજન સાથે ઉડાનનો અનુભવમાં નિરંતર વૃદ્ધિ કરે છે. જેઓ આકાશમાં મુસાફરી દરમિયાન તેમના પ્રિયજનોનો જન્મદિવસ ઉજવવા માંગતા હોય તેમને એરલાઇન દ્વારા તેના નિયમિત મેનુ પર કેકની પૂર્વ-પસંદગી પણ આપવામાં આવે છે.

ટકાઉપણા પ્રત્યે પ્રતિબદ્ધતા

વિશ્વની સૌથી હરિત એરલાઇન્સમાંની એક તરીકે ઓળખાતી, અકાસા એરના ટકાઉપણા પ્રત્યેના પ્રયાસો કાફે અકાસામાં પણ કરવામાં આવે છે. બધા નાશવંત ભોજન માટે ઉપયોગમાં લેવાતું પેકેજિંગ 100 ટકા રિસાયકલ કરી શકાય તેવું છે અને કાગળમાંથી બનાવવામાં આવે છે, જે નૈતિક રીતે ટકાઉક્ષમ પદ્ધતિથી ઉગાડવામાં આવતા પાકમાંથી મેળવવામાં આવે છે. બધા પેકેજિંગ કોઈપણ બ્લીચ અથવા અન્ય ઓપ્ટિકલ બ્રાઇટનિંગ એજન્ટ્સ (OBA) રસાયણો વિના બનાવવામાં આવે છે. વિમાનમાં ઉપયોગમાં લેવાતી લાકડાની કટલરી ચીજો પણ બાયોડિગ્રેડેબલ છે. આ ઉપરાંત, મુસાફરો કાફે અકાસા સાથે ઉડાન ભરતા પહેલાં જ તેમના ભોજનનું પ્રી-બુકિંગ કરી શકે છે જેથી તમામ નાશવંત ભોજનનો હિસાબ કરી શકાય અને આ પ્રકારે તેઓ કોઈપણ બગાડ ટાળી શકે છે.

દરેક ભોજન તૈયાર કરવામાં ઉચ્ચતમ સ્વચ્છતા અને ગુણવત્તાના ધોરણોનું પાલન કરવામાં આવે છે, જે એરલાઇનના મૂલ્યવાન ગ્રાહકોને અસાધારણ સેવા પૂરી પાડવાના કંપનીના સમર્પણને વધુ મજબૂત બનાવે છે.

ઓક્ટોબર 2025માં શરૂ કરવામાં આવેલું નવું મેનુ અકાસા એર નેટવર્ક પર ઉપલબ્ધ છે. ગ્રાહકો અકાસા એરની વેબસાઇટ (www.akasaair.com), મોબાઇલ એપ અને વિવિધ અગ્રણી ટ્રાવેલ એજન્ટો દ્વારા સરળતાથી પ્રીબુકિંગ કરાવી શકે છે.

Related posts

પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં

truthofbharat

એમેઝોન નાઉની માાંગ સૌથી આશાવાદી પૂવાાનુમાનો કરતાાં વધી; એમેઝોન દરરોજ બે નવા માઇક્રો-ફિલમેન્ટ સેન્ટર ખોલશે

truthofbharat

અહંકાર વિવાદથી વધે છે, સંવાદથી સમાપ્ત થઇ જાય છે – પૂજ્ય બાપુ

truthofbharat