Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આદિત્ય એ. શ્રીરામ AMAIના પ્રમુખ અને પ્રશાંત જે. મહાલે ઉપ-પ્રમુખ તરીકે ચૂંટાયા

નવી દિલ્હી | ૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૫: DCM શ્રીરામ લિ.ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટરને દેશમાં રૂ.36,000 કરોડનું મૂલ્ય ધરાવતી અકાલી એન્ડ ક્લોરો-વિનાઇલ ઇન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત સંગઠન અકાલી મેન્યુફેક્ચરર્સ એસોશિયેશન ઓફ ઇન્ડિયા (AMAI)ના પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં છે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિ.ના સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ શ્રી પ્રશાંત જે. મહાલેએ નવી દિલ્હી ખાતે યોજાયેલી AMAIની 48મી વાર્ષિક સામાન્ય સભાના નવા ઉપ-પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.

કોર્નેલ યુનિવર્સિટીના ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયર અને લંડન બિઝનેસ સ્કૂલના MBS આદિત્ય જૂથમાં વિવિધ વ્યાવસાયિક અને અન્ય કામગીરી માટે કામ કરી ચૂક્યાં છે. તેઓ સલામત અને ટકાઉ વિકાસના ચુસ્ત આગ્રહી છે અને વ્યવસાયમાં નૈતિકતા સાથે વિકાસ અને સર્વોચ્ચ ESG માપદંડોની સ્વીકૃતિ હંમેશા તેમની પ્રાથમિકતા રહી છે.

પ્રશાંત મહાલે પેટ્રોલિયમ ડાઉનસ્ટ્રીમ, પેટ્રોકેમિકલ્સ, ક્લોર-અલ્કાલી, સ્પેશિયાલિટી/બલ્ક કેમિકલ અને પલ્પ તથા પેપર ઇન્ડસ્ટ્રી જેવા વિવિધ ક્ષેત્રોમાં 35 વર્ષથી પણ વધુ સમય માટે નેતૃત્વના અનુભવ સાથે એક અનુભવી વ્યાવસાયિક છે. રિલાયન્સ ખાતે તેમને સફળતાપૂર્વક P&L જવાબદારી સાથે વ્યવસાયને આગળ વધારવાની કામગીરી કરી છે, ફીડસ્ટોક કામગીરીઓનું સંચાલન કર્યુ છે અને વ્યૂહાત્મક ખરીદી અને વાણિજ્યક કરારોમાં દ્રષ્ટાંતરૂપ કામગીરી કરી છે. કેમિકલ એન્જિનિયર, પ્રશાંત વધુમાં ISB હૈદરાબાદ, ડાર્ડન સ્કૂલ ઓફ બિઝનેસ (યુનિવર્સિટી ઓફ વર્જિનિયા અને XLRI જમશેદપુર ખાતે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ થકી તેમની નેતૃત્વ ક્ષમતા પ્રદર્શિત કરી છે.

AMAI કોસ્ટિક સોડા, ક્લોરિન, સોડા એશ, PVC, CPVC અને અન્ય કેટલાક સંબંધિત ઉત્પાદનોનાં ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરે છે, જે રાસાયણિક ઉદ્યોગનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને વિવિધ ઔદ્યોગિક તેમજ ગ્રાહક માલસામાનમાં વ્યાપક ઉપયોગ માટે ઇનપુટ પ્રદાન કરે છે. આ ઉદ્યોગે મેક ઇન ઇન્ડિયાની ભાવનાને સહકાર આપ્યો છે અને સસ્તી આયાતના પગપેસારા સહિત તમામ અવરોધો સામે લાંબા સમયથી દેશની મોટાભાગની જરૂરિયાતો પૂરી કરે છે. કોસ્ટિક સોડાના મુખ્ય ઉપયોગ ક્ષેત્રોમાં એલ્યુમિનિયમ પ્રોસેસિંગ, કાપડ, અકાર્બનિક અને કાર્બનિક રસાયણો, સાબુ અને ડિટર્જન્ટ તેમજ પલ્પ અને કાગળ અને કાચ, સાબુ અને ડિટર્જન્ટ, સિલિકેટ ઉત્પાદન વગેરેમાં સોડા એશનો સમાવેશ થાય છે. ક્લોરિનનો મુખ્ય ઉપયોગ અકાર્બનિક અને કાર્બનિક રસાયણોમાં થાય છે તે ઉપરાંત PVC, CPW, ક્લોરોમેથેન્સ, પાણી/પ્રવાહના જીવાણુ નાશ માટે પણ થાય છે.

AMAI રાસાયણિક સલામતી તાલીમ આપવામાં અગ્રેસર રહીને કામ કરે છે, જેમાં ખાસ કરીને ક્લોરિન, સોડિયમ હાઇપોક્લોરાઇટ, બ્લીચિંગ સોલ્યુશન/પાવડર વગેરે પર ધ્યાન આપે છે. આ મુખ્ય રસાયણો જીવાણુ નાશ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે અને તેનું સંચાલન કરવું જોખમી છે.

Related posts

ઓનલાઈન એફડી બુકિંગ પ્લેટફોર્મ સ્ટેબલ મનીએ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીની ફંડામેન્ટમ પાર્ટનરશીપ પાસેથી ₹173 કરોડ એકત્ર કર્યા

truthofbharat

સેમસંગ ઈલેક્ટોનિક્સ લાગલગાટ છઠ્ઠા વર્ષ માટે ગ્લોબલ બ્રાન્ડ્સમાં પાંચમા ક્રમે

truthofbharat

ભારતની સ્ટ્રીટ-સ્માર્ટ કારઃ એમજી કૉમેટ બ્લેકસ્ટોર્મનું વડોદરામાં અનાવરણ થયું

truthofbharat