Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ચૈત્રી નવરાત્રિનાં પાવન દિવસોમાં ધીંગી કચ્છ ધરા-માધાપરથી બાપુની કથાનો આરંભ થયો

કચ્છ પ્રત્યે મારો પક્ષપાત એ મારો પ્રેમપાત છે.

“આ ભૂમિમાં કથા ગાવાની પાંચ પ્રસન્નતાઓ છે”

ભટકાવે એ નહિ,અટકાવે એ ગુરુ.

દુનિયાનાં રીચેસ્ટ માધાપરમાં ૨૫ કરોડનાં ખર્ચે  રામજી મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે-એ પ્રસન્નતાની વાત છે.

આપણે પ્રતિબિંબો જ જોયા છે,બીંબ શું છે એ ખબર નથી એ આપણી કરુણતા છે.

ભગવદ કથા બીંબ ગોતવાની વાત છે.

કવિતા દિવસ પર વિવિધ કવિઓ ને એની રચનાઓને યાદ કરાઇ.

 

બીજ પંક્તિઓ:

જનમન મંજુ મુકુલ મલ હરનિ;

કિએ તિલક ગુન ગન બસ કરની

અગ્ય અકોબિદ અંધ અભાગી;

કાઇ બિષય મુકુર મન લાગી

મુકુર મલિન અરુ નયન બિહિના;

રામ રૂપ દેખહિ કિમી દીના

પીરારી,વિરારી,ધીરારી આધ્યાત્મિક,ઐતિહાસિક અને વિશેષ ભૌગોલિક ખૂશ્બૂથી મઘમઘતી કચ્છ ધરાની આ ૩૬મી કથાનાં પહેલા દિવસે કથાબીજ બાબતે વાત કરતા જણાવ્યું કે મહિમાવંત ભૂમિ ઉપર કથા ગાવાનો અવસર મળ્યો ત્યારે પાંચ પ્રસન્નતા થાય છે.જે ભૂમિમાં ઐતિહાસિક રીતે ભારત-પાક યુધ્ધ વખતે બહેનો દીકરીઓએ એક જ દિવસમાં રન-વે બાંધી દીધો એ એક પ્રસન્નતા,જ્યાં સો-સો વર્ષોથી રામાયણ-કથાનાં પાઠ થતા રહ્યા છે.બીજ કોઈ વાવી ગયું મેં ૩૫ કથા કહી હૃદય રક્તથી માત્ર જળ સિંચવાનું કામ કર્યું છે.

ચૈત્રી નવરાત્રી એ ત્રીજી પ્રસન્નતા છે.કારણ કે હિન્દુ ધર્મનું નવું વર્ષ છે.ચોથી પ્રસન્નતા અબોલ રહીને આ પરિવારની ચોથી પેઢી કથા કરી રહી છે.માધાપર ગામ દુનિયાનું રીચેસ્ટ ગામ પણ એના કરતાં વધારે ૨૫ કરોડનાં ખર્ચે માધાપરમાં રામજી મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.

કચ્છમાં ગામડે-ગામડે રામ,કૃષ્ણ,શિવ-દુર્ગા,હનુમાન ગણેશનાં મંદિર હોવા જોઈએ.

કચ્છ પ્રત્યે મારો પક્ષપાત એ મારો પ્રેમપાત છે.

અનેક સંતો-મહંતો,મઠો,સંતવાણી અને કલાકારો, આઈ માતાઓની ભૂમિ.

બીજ પંક્તિમાં મુકુર એટલે અરીસો એ સમજાવી રામચરિત માનસમાં આઠ વખત મુકુર-અરીસો-દર્પણ શબ્દનો પ્રયોગ થયો છે.એટલે આ કથાનું નામ માનસ મુકુરાષ્ટક રાખવાની વાત કરી.જે રીતે મધુરાષ્ટકનું ગાન થાય.વિતરાગી વ્યક્તિ પણ તિલક કરતી વખતે તો અરીસામાં જોતી જ હશે.

માનસ પોતે જ એક મુકુર છે.આંખમાં ખરાબી ન હોય,ખરેખર દર્શનનો ભાવ હોય તો આપણને આપણું બીંબ રામચરિત માનસ બતાવે છે,પણ આપણે પ્રતિબિંબો જ જોયા છે,બીંબ શું છે એ ખબર નથી એ આપણી કરુણતા છે.

કવિતા દિવસ પર વિવિધ કવિઓ અને એની રચનાઓને યાદ કરી.

સુભાષ ભટ્ટે કહેલી વાત,એક શિષ્ય અને ગુરુ તળાવ કાંઠે બેઠા છે અને યુવાન કહે છે મારે શિષ્ય બનવું છે ત્યારે ગુરુ કહે છે તળાવના પાણીમાં શું દેખાય છે? એ વખતે યુવાન કહે છે મને પ્રતિબિંબ દેખાય છે ત્યારે ગુરુ કહે છે કે પ્રતિબિંબને બદલે જ્યારે માછલી દેખાય અને બાપુ કહે માછલી જ નહીં માછલીની આંખ,એ આંખમાં રહેલી નજર અને એ નજરની અસર દેખાય તો એને પાસ કરવો જોઈએ.

ભગવદ કથા બીંબ ગોતવાની વાત છે. રામ ચરિત માનસને જુદી રીતે લખીએ તો માનસનું ચરિત્ર રામ સુધી પહોંચવાની સીડી છે.

૧૮ વક્તાઓએ રામાયણ કહીને પણ ગાયું છે. હાલની પરિસ્થિતિ બાબત બાપુએ કહ્યું કે ફોનમાં જેમ કોઈ સીમકાર્ડ નાંખે એમ ખબર નહીં કોણ જગતના આ લોકોમાં સીમકાર્ડ નાખી ગયું છે કે ચારે બાજુ યુદ્ધ-યુદ્ધ જ દેખાય છે અને દેશી ભાષામાં કહીએ તો ગાંડી માથે બેડું છે!

રામચરિત માનસના સાત સોપાન.પહેલા સોપાનના બાલકાંડના સાત મંત્રો,એનું મંગલાચરણ તેમજ મંગલ આચરણ વિશેની વાત કરીને એ પછી સોરઠાઓમાં વંદના પ્રકરણમાં વિવિધ વંદનાઓ કરતા-કરતા ગુરુવંદના જે માનસ ગુરુગીતા ગણાય છે એનું ગાન કરતા કહ્યું કે ભટકાવે એ ગુરુ નહિ,અટકાવે એ ગુરુ.હનુમંત વંદના સુધી કથાને લઈ વિરામ અપાયો.

આરંભે સંતો મહંતો તેમજ માધાપર ગામ જેના માટે પ્રખ્યાત છે એ ભારત-પાક યુદ્ધ વખતે એક જ રાતમાં તૂટેલો રન-વે તૈયાર કરનારી મહિલાઓ-જે માધાપરની હતી-તેઓનાં હસ્તે દીપ પ્રાગટ્ય થયું.

જેમાં ૧૦૦૮ કબીર રવિ ભાણ સંપ્રદાયના વિરાણી મોટીથી પધારેલા શાંતિદાસજી બાપુ,મુળજી રાજા કાપડી-મેકરણદાદા ધ્રંગ અખાડો,દિલીપ રાજા કાપડી -પૂંજલ દાદા અખાડો,કલ્યાણદાસજી બાપુ-હરિ સાહેબ આશ્રમ-મોરઝર,તેમજ સ્વામી પ્રદીપાનંદ બાપુ-આર્ષ કેન્દ્ર માધાપર,શિવરામ બાપુ-કબીર આશ્રમ મોરબી તેમજ ભુજનાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને એ બધી જ માતાઓના હસ્તે દીપ પ્રાગટ્ય થયો.

મનોરથી ડબાસિયા પરિવાર તરફથી સૌનુ સ્વાગત થયું.

Box

કચ્છ વિશેષ

કચ્છમાં થયેલી બાપુની કથાઓ

કુલ ૩૫ કથાઓ થઇ આ ૩૬મી કથા કચ્છને મળી છે.

1.અંજાર–1973

2.અંજાર–1976

3.માંડવી–1978

4.માધાપર–1982

5.ગાંધીધામ–1983

6.વિગોડી–1983

7.ભુજ –1984

8.મુન્દ્રા–1985

9.માંડવી–1986

10.નારાયણ સરોવર-1989

11.ભચાઉ–1990

12.ઝરપરા–1991

13.ખીરસરા–1993

14.ધ્રંગ–1994

15.નારાણપર–1995

16.ગાંધીધામ–1996

17.સરલી–1997

18.ભુજ–1999

19.રાપર–2000

20.અંજાર–2001

21.જંગી–2003

22.કેરા–2004

23.કોટેશ્વર–2005

24.માતાનો મઢ–2006

25.હાજીપીર–2007

26.નલિયા–2008

27.આદિપુર–2013

28.સફેદ રણ–2015

29.મોડપર.–2015

30.મુન્દ્રા–2019

31.વ્રજવાણી.–2021

32.ધોળાવીરા.-2022

33.નખત્રાણા–2023

34.રવેચી.-2024

35.કોટેશ્વર–2025

Related posts

કોકા-કોલા જાન્યુઆરી 2026માં અસલ FIFA વર્લ્ડ કપ™ ટ્રોફી ભારતમાં લાવે છે

truthofbharat

યામાહા ભારતમાં નવા યુગમાં તદ્દન નવી XSR155 સાથે શક્તિનો સંચાર કરે છે; સૌપ્રથમ EV– AEROX-E અને EC-06 અને યુવાનો પર કેન્દ્રિત FZ-RAVE

truthofbharat

સેમસંગ દ્વારા 10 મિનિટમાં મહાનગરમાં ગેલેક્સી ડિવાઈસીસની તુરંત ડિલિવરી ઓફર કરવા ઈન્સ્ટામાર્ટ સાથે ભાગીદારી

truthofbharat

Leave a Comment