Truth of Bharat
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં નવી પહેલ “Campus to Corporate”

ગુજરાત । ૧૯ માર્ચ ૨૦૨૬ — કલોલ સ્થિત સ્વામિનારાયણ યુનિવર્સિટી દ્વારા ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ વિભાગના માર્ગદર્શન હેઠળ તથા Medi Pharma Connect (Medi Pharma Group) ના સહયોગથી “Campus to Corporate” વિષય પર એક પ્રેરણાદાયી નિષ્ણાત સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ તા. 17 માર્ચ, 2026 ના રોજ સવારે 10:00 થી 12:00 દરમિયાન યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને કેમ્પસ જીવનથી કોર્પોરેટ જગતમાં સફળ પરિવર્તન માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે Medi Pharma Group ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનોજ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી મનોજ ભટ્ટએ વિદ્યાર્થીઓને રોજગારક્ષમતા માટેની આવશ્યક કૌશલ્યો, કોર્પોરેટ સંસ્કૃતિની સમજ, કારકિર્દી આયોજન અને લક્ષ્યાંક નિર્ધારણ, તેમજ રિઝ્યૂમ બનાવટ અને ઇન્ટરવ્યૂ તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું. તેમના પ્રેરણાદાયી વિચારો અને અનુભવથી વિદ્યાર્થીઓને વ્યાવસાયિક જીવન માટે સજ્જ થવા માટે પ્રોત્સાહન મળ્યું.

આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે પૂજ્ય શાસ્ત્રી સ્વામી ડૉ. પ્રેમસ્વરૂપદાસજી, સ્વામી ભક્તવત્સલદાસજી અને સ્વામી ભક્તિનંદનદાસજીના આશીર્વાદ પ્રાપ્ત થયા. તેમજ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. રૂપેશ વસાણી, પ્રો-વાઈસ ચાન્સેલર ડૉ. ગુનજન શાહ અને રજીસ્ટ્રાર ડૉ. અજીત ગંગવણેનો માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થયો.

કાર્યક્રમનું સંકલન ડૉ. વિજયકુમાર ગઢવી, ડૉ. ભાનુ સોલંકી, શ્રીમતી રિદ્ધિ પ્રજાપતિ અને ડૉ. નિધી સોલંકી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગક્ષેત્ર સાથે જોડવાનો અને તેમના ભવિષ્યને વધુ મજબૂત બનાવવા માટે યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ છે.

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટનો સૌથી સ્લિમ સ્માર્ટફોન ગેલેક્સી M56 5G રજૂ

truthofbharat

IIMM અમદાવાદ ટકાઉ સપ્લાય ચેઇન પર રાષ્ટ્રીય પરિષદ NATCOM 2025 નું આયોજન કરશે

truthofbharat

ડેટોલ #DadsCanToo ઝુંબેશ સાથે ઉજવે છે ફાધર્સ ડે, શેર્ડ પેરેન્ટિંગને પ્રોત્સાહન આપે છે

truthofbharat

Leave a Comment