Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જીવનમાં એક વાર મૂળ મહાભારતનું અવલોકન – સ્વાધ્યાય અવશ્ય કરજો

વિશ્વને આજે સંવાદની બહુ જરૂર છે. જગતમાં આટલી અશાંતિ સંવાદના અભાવે ઉભી થઇ છે.

પાંડિત્ય ગમે એટલું હોય પણ વ્યક્તિત્વ બાલ્યવત્ ન હોય તો એ પાંડિત્ય મિથ્યા છે.

એકનું હિત જતું કરીને જગતનાં હિત માટે અસત્ય બોલવું પડે તો એ કપટ નથી.

દ્વારકાધીશની પાવન ભૂમિ પર પાંચમા દિવસના કથા સંવાદનો આરંભ કરતા પૂજ્ય બાપુએ એક પ્રશ્ર્નના સમાધાનમાં કહ્યું કે શ્રીમદ ભાગવતજીમાંચતુશ્લોકીનું બહુ મહત્વ છે. રામચરિતમાનસમાં “ચતુર્લોકી” છે! ચોપાઇ, છંદ, સોરઠા અને દોહા એ રામાયણનીચતુર્લોકી છે. બાપુએ કહ્યું કે રામાયણમાં ચાર સંવાદ પણ રામાયણનીચતુશ્લોકી – ચતુર્લોકી છે.

આમ તો આપણી સંસ્કૃતિમાં ચાર વેદ, ચાર યુગ, ચાર પુરુષાર્થ, ચાર ફળ, જીવની ચાર અવસ્થા, ગીતાના ન્યાયે ભક્તના ચાર પ્રકાર આદિ ચાર ચારનો મહિમા છે. પરંતુ રામચરિતમાનસના ચાર સંવાદ, એ રામાયણનીચતુશ્લોકી છે. મહાદેવ મહાદેવીને સાથે સંવાદ કરે છે, યાજ્ઞવલ્ક્યજીભારદ્વાજજી સાથે, કાકભુસંડીજી શિવજી સાથે અને ગરુડજી સાથે સંવાદ કરે છે તેમ જ તુલસીદાસજી પોતાના મન સાથે સંવાદ કરે છે.

મહાભારતમાંસંવાદનેસત્યનો પર્યાય કહ્યો છે.

મહાભારતમાં દાદા ભીષ્મે તેર બાબતને સત્યના પર્યાય તરીકે વર્ણવી છે. કોઇની નિંદા ન કરવી એ સત્યનો પર્યાય છે. સ્પર્ધા ન કરવી, ક્ષમા આપવી, શ્રદ્ધા, સંવેદના, અકૃત, નિષ્કપટતા આદિ સત્યના પર્યાય છે.

બાપુએ કહ્યું કે શાસ્ત્ર કે સદ્ગુરુ આપણને સંકેત કરે, પણ ચાલવું તો આપણે જ પડે છે. બિમારી ઠીક કરવા ડૉક્ટર નિદાન કરીને દવા ચીંધે પણ દર્દીએ જ દવા તો ખાવી પડે છે.

પરમાત્મા આપણી સાથે જ છે પરંતુ એની મરજી પ્રમાણે આપણે ય કૈંક કરવું પડે છે. જગતગુરુ ભગવાન શંકરાચાર્ય તો કહે છે કે “ગુરુ પાસેથી તને પ્રજ્ઞા પ્રાપ્ત થઈ હોય તો તું જાતે તર. એ તને તરવાનો માર્ગ બતાવશે પણ તરવુ તો તારે જ પડશે.”

આ સંદર્ભે બાપુએ કહ્યું કે જગતગુરુ તો જગતગુરુ છે પણ આપણી એ કક્ષા નથી. આપણે તો એમ કહી શકીએ કે

“હે સદ્ગુરુ! તમે રે તારો તો અમે તરીએ….!”

વિભીષણ પાસે સિતાજી (ભક્તિ) સુધી પહોંચવાની બધી જ યુક્તિ છે, છતાં એ પોતે કદી એના સુધી પહોંચી શકતો નથી. જ્યારે શ્રી હનુમાનજીનામુખેરામકથા સાંભળે છે એ પછી તે હનુમાનજીનેસિતા સુધી પહોંચવાની યુક્તિ બતાવે છે અને એ રીતે હનુમાનજી સિતાજી સુધી પહોંચે છે. બાપુએ કહ્યું કે એટલા માટે જ સહુએ કથા સાંભળવી જોઈએ. કથા સાંભળી ન શકો તો સાંભળનારને અનુમોદન આપો.

ઉપનિષદના સંદર્ભમાં શ્રી કૃષ્ણને બ્રહ્મ તરીકે પ્રસ્થાપિત કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે બ્રહ્મ તો એક જ છે પણ ઉપનિષદેકૃષ્ણના પાંચ બ્રહ્મ સ્વરુપોવર્ણવ્યા છે.

એક – “અન્નમ્બ્રહ્મેતિવ્યજાનાત્”.  અન્ન બ્રહ્મ છે. અન્ન કૃષ્ણનું સ્વરુપ છે. અન્નને બ્રહ્મ જાણ. અન્નની નિંદા ન કર. અન્ન રૂપે કૃષ્ણ આપણો આહાર છે.

જલારામ બાપાએરોટલામાંરામને જોયા. એ રોટલાએ બહુ મોટી ક્રાંતિ કરી છે. અન્નની આવી ઉપાસના થતી હોય, ત્યાં બ્રહ્મેબ્રાહ્મણનું રૂપ લઇને આવવું પડે છે! ઉપનિષદનું બીજું સૂત્ર છે –

“મનોબ્રહ્મેતિવ્યજાનાત્”.

મન બ્રહ્મ છે. કૃષ્ણ ગીતામાં કહે છે કે ઇન્દ્રિયોમાં મન મારી વિભુતિ છે. ત્રીજું સૂત્ર છે – “પ્રાણોબ્રહ્મેતિવ્યજાનાત્” પ્રાણ બ્રહ્મ છે. કૃષ્ણ આપણો પ્રાણ છે. કારણ કે પ્રાણ ઇશ્વરનો પર્યાય છે. ચોથું, “વિજ્ઞાાનોબ્રહ્મેતિવ્યજાનાત્” – વિજ્ઞાન બ્રહ્મ છે અને કૃષ્ણ વિજ્ઞાની છે. મહાભારતનું અવલોકન કરો તો કૃષ્ણનું મનોવિજ્ઞાન પકડાય છે.

પાંચમું છે “આનંદોબ્રહ્મેતિવ્યજાનાત્”. કૃષ્ણ સ્વયં આનંદ બ્રહ્મ છે. કૃષ્ણ સચ્ચિદાનંદ છે.

કૃષ્ણ મય બનેલા કથા મંડપમાં ભાવપૂર્વક કૃષ્ણ-સંકીર્તન અને લોક રાસનાપાવનાનંદ સાથે બાપુએ આજના કથા સંવાદને વિરામ આપ્યો.

બોક્સ આઇટમ

જગતમાં દ્વારકા સિવાય ક્યાંય “જગત મંદિર” નથી. કાશીમાં ભગવાન મહાદેવ “વિશ્વનાથ” છે, પર્વમાં જગતનો નાથ ભગવાન જગન્નાથ બિરાજે છે. અંબાજીમાં જગત માતા અંબાજી બેઠા છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની આ ઉંચાઈ છે!

કૃષ્ણ અવતારનું અનોખું ચિંતન રજુ કરતા બાપુએ કહ્યું કે

ભગવાન શ્રી કૃષ્ણએ સવાસો વર્ષના જીવન કાળમાં પાંચ લીલા કરી છે. એક, ગોકુળ – વૃંદાવન લીલા. બીજી મથુરા લીલા. ત્રીજી દ્વારકા લીલા, ચોથી કુરુક્ષેત્ર લીલા અને પાંચમી પ્રભા ક્ષેત્રની લીલા.

કૃષ્ણ લીલાનુંતાત્વિક-સાત્વિક અર્થઘટન કરતા બાપુએ જણાવ્યું કે આ પાંચે લીલામાં પાંચ તત્ત્વોસમાયા છે. કુરુક્ષેત્રની લીલા શબ્દ લીલા છે, જ્યાં શ્રીમદ્ગીતાજીનું પ્રાકટ્ય થયું છે. ગોકુળમથુરામાંઅસુરોને નિર્વાણ આપવું એ સ્પર્શ લીલા છે. વૃંદાવનમાં રાસ રમવો એ રસ લીલા છે. દ્વારકામાં કૃષણનાંરૂપની લીલા છે અને પ્રભાસ ક્ષેત્રમાં અનિષ્ઠની ગંધ છે, જ્યાં ભગવાન પોતાની અવતાર લીલા સંકેલી લે છે.

આમ પાંચ લીલાઓનો સમુચ્ચય એ કૃષ્ણ અવતાર છે.

કૃષ્ણના સુખ – દુ:ખ, સંયોગ – વિયોગ, એની મુસ્કુરાહટ – રૂદન…. એને આપણે પકડી શક્યા નથી.

દ્વારકાના રાજ મહેલમાં ક્યાંક એકલો બેસીને જ્યારે પોતાના પિતાંબરથી મોઢું ઢાંકીને એ રોયો હશે એ જ એને પૂર્ણાવતાર બનાવે છે!

રત્ન કણિકા :

(૧ ) સાચો ભજનાનંદી અભિલાષા કરે એ પહેલાં તો ફળ એની સામે આવીને ઉભું રહે છે.

(૨) સંસ્કૃતિ નહીં હોય તો સંસ્કાર નહીં હોય, સંસ્કાર નહીં હોય તો આપણે ભંગાર બની જઇશું.

(૩) ઈશ્વરની લીલાનેજોવાથી મોહ ઉત્પન્ન થાય છે. ઈશ્વરની કથા સાંભળવાથી મોહ નષ્ટ થાય છે.

(૪) સાચો ગુરુ મળી જાય તો આશ્રિત માટે ગુરુ જ ઔષધિ બની જાય છે.

(૫) આપણો બ્રહ્મ ખોવાયો નથી, ભૂલાયો છે – માત્ર પ્રતિતિ બાકી છે.

(૬) કૃષ્ણ કોમળ છે, માસુમ છે. એને જગતના હિત માટે કઠોર નિર્ણય લેવા પડ્યા હોય પણ એનો સ્વભાવ કઠોર નથી

Related posts

GGJS (ગુજરાત ગોલ્ડ જ્વેલરી શૉ) માં અમદાવાદના ભાવિન વોરાનું જ્વેલરી ડિઝાઇન

truthofbharat

નેસ્લે ઇન્ડિયાએ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય સાથે MOU પર હસ્તાક્ષર કર્યા

truthofbharat

ડિજિટલ ઇન્ડિયા પહેલને સપોર્ટ કરતાં યુવા ઉદ્યોગસાહસિકે Xcare.in લોંચ કર્યુઃ માત્ર એક ક્લિક ઉપર ઘરઆંગણે આઇટી સર્વિસિસની વિશાળ શ્રેણી ઉપલબ્ધ

truthofbharat

Leave a Comment