Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હિમાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ — ગઈકાલે હિમાચલ પ્રદેશમાં એક બસ દુર્ધટનામાં ૧૪ લોકોનાં મોત નિપજયા છે તેવા દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. વધુ વિગતો અનુસાર હિમાચલ પ્રદેશના સિરમૌર જીલ્લાના હરિપુરધાર વિસ્તારમાં એક ખાનગી બસ ખાઈમાં પડતાં ૧૪ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૧૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવી છે.

એ સિવાય છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તાલાલા પંથકમાં ત્રણ લોકોના અકસ્માતમાં મોત નિપજયા હતા અને જામનગરના લાલપુરમાં પણ ત્રણ લોકોનાં મોત થયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે. 

====+++====

Related posts

૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ

truthofbharat

12 થી 14 જુલાઈ 2025 સુધી Amazon.in પર પ્રાઇમ ડે દરમિયાન હોમ, કિચન અને આઉટડોર પ્રોડક્ટ્સમાં નવા લોન્ચિંગની મદદથી તમારા રહેવાની જગ્યા અને જીવનશૈલીને રિફ્રેશ કરો

truthofbharat

ઇન્ડોબેલ ઇન્સ્યુલેશન્સ કંપની IPO મારફત રૂ. 10.14 કરોડ એકત્ર કરશે

truthofbharat

Leave a Comment