Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

2026માં રિયલ એસ્ટેટમાં તેજી માટે, ટિયર-2 શહેરોમાં વડોદરા મોખરે રહેશે

વડોદરા, ગુજરાત | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — શહેરોની રિયલ એસ્ટેટ માર્કેટમાં વધતી જતી અસ્થિરતા વચ્ચે, વડોદરા શહેરે ટિયર-2 શહેરના પરિપ્રેક્ષ્યમાં તુલનાત્મક રીતે ઓછા જોખમવાળા, વધુ અનુમાનિત રોકાણ સ્થળ તરીકે ગૌરવપૂર્વક સ્થાન મેળવ્યું છે. 2025માં, આ ધારણાને વૃદ્ધિની સંભવિત માંગને બદલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત માળખાકીય સુવિધાઓના વિકાસે વધુ મજબૂત બનાવી છે.

બિલ્ડર અને પ્રોજેક્ટ – વડોદરા રિયલ એસ્ટેટ માર્કેટ અપડેટ (એપ્રિલ-મે 2025)માં જણાવ્યા મુજબ છેલ્લા 24-36 મહિનામાં પસંદગીના વિકાસ કોરિડોરમાં જમીનના મૂલ્યમાં 60-80%નો વધારો જોવા મળ્યો છે. રિયલ એસ્ટેટના એક અગ્રણી બ્રોકરના જણાવ્યા મુજબ “અમે 2025માં પ્રોપર્ટીનો ભાવ ₹2,500-3,000 પ્રતિ ચોરસ ફૂટથી વધીને ₹4,500-5,000 પ્રતિ ચોરસ ફૂટ જેટલો થતો જોયો છે તેમજ મોમેન્ટમની આ પ્રગતિ આવી જ આગળ ધપતી રહેશે.”

મહત્ત્વની વાત એ છે કે, આ વૃદ્ધિ સાથે સાથે રહેણાંકની સમાવેશિતા અને ભાડાની માંગમાં પણ સુધારો જોવા મળ્યો છે—જે માર્કેટની સ્વાસ્થ્યના મહત્ત્વના સૂચકાંકો છે.

ઓવરહીટેડ માર્કેટની તુલનામાં વડોદરા, પ્રમાણમાં કિફાયતી એન્ટ્રી પૉઇન્ટ, ઇન્વેન્ટરીના મેનેજ કરી શકાતા લેવલ તેમજ બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત સમયરેખા પ્રદાન કરવાનું ચાલુ રાખે છે. આ પરિસ્થિતિને કારણે અંતિમ વપરાશકર્તાઓ અને લાંબા ગાળાના રોકાણકારો બન્નેને વડોદરા આકર્ષી રહ્યું છે, જેઓ ટૂંકા ગાળાના લાભને બદલે સ્થિરતા ઇચ્છતા હોય છે.

રોજગારથી સંકળાયેલી સ્થળાંતરની પરિસ્થિતિ અને બહેતર કનેક્ટિવિટીને કારણે ભાડાના ઘરની માંગમાં વધારો થયો છે, જેના કારણે રોકાણકારો હોલ્ડિંગ સમયગાળા દરમિયાન આવકની સંભાવના જોઈ રહ્યાં છે. અંતિમ વપરાશકર્તાઓ માટે, આ શહેર રહેવાની સગવડતા, કિફાયત અને ભાવિ વૃદ્ધિનું સંતુલન પ્રદાન કરે છે—એવા પરિબળો જે નકારાત્મક જોખમને ઘટાડી શકે છે.

2026માં આગળ જતા, વડોદરા ટિયર-2માં તેની સ્થિતિ કોઈ સ્થિર પ્રદર્શનકર્તા તરીકે સુદ્દઢ કરે એવી અપેક્ષા છે. ભાવતાલમાં વૃદ્ધિ મધ્યમ પ્રમાણની રહી શકે છે, પરંતુ માર્કેટની માળખાકીય મૂળભૂત બાબતો—નોકરીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રહેઠાણની માંગ—કોઈ સ્થિતિસ્થાપક તેમજ લાંબા ગાળાની વૃદ્ધિની યાત્રા સૂચવે છે.

==◊◊♦◊◊==

Related posts

માધુરી દીક્ષિતે સલમાન ખાનના પ્રતિકાત્મક નાઈટી એક્ટ માટે રાજ કુમાર બરજાત્યાને મનાવ્યા હતા!

truthofbharat

સેમસંગ ઇન્ડિયાએ Galaxy S25 સિરીઝ લોન્ચ કરી, તમારો ખરો AI સાથીદાર; આકર્ષક ઓફર્સ માટે હાલમાં આગોતરો ઓર્ડર કરો

truthofbharat

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) દ્વારા ગુજરાતમાં વિસ્તરણ – NEET અને JEEના આશાસ્પદ વિદ્યાર્થીઓ માટે એક્સક્લૂસિવ ગુજરાતી YouTube ચેનલનો પ્રારંભ

truthofbharat

Leave a Comment