આધુનિક પિક્ચર પરફોર્મન્સ સાથે પદાર્પણ કરતાં નવું 130 ઈંચ માઈક્રો આરજીબી ટીવી અલ્ટ્રા- પ્રીમિયમ ડિસ્પ્લેઝ માટે નવું ધોરણ સ્થાપિત કરે છે
ગુરુગ્રામ, ભારત | ૫ જાન્યુઆરી, ૨૦૨૫ — સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા સીઈએસ 2026 ખાતે દુનિયાનું પ્રથમ 130- ઈંચ માઈક્રો આરજીબી ટીવી (આર95એચ મોડેલ) આજે રજૂ કરાયું હતું, જે સાથે અલ્ટ્રા- પ્રીમિયમ ડિસ્પ્લેઝ માટે સૌથી વિશાળ માઈક્રો આરબીજી ડિસ્પ્લે અને બોલ્ડ નવી ડિઝાઈન દિશાનું પદાર્પણ થયું છે.
“માઈક્રો આરજીબી અમારા પિક્ચર ક્વોલિટી ઈનોવેશનની ચરમસીમા આલેખિત કરે છે અને નવું 130 ઈંચ મોડેલ તે વિઝનને વધુ આગળ લઈ જાય છે,’’ એમ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ખાતે વિઝ્યુઅલ ડિસ્પ્લે (વીડી) બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિન્ડ હુ લીએ જણાવ્યું હતું. ‘‘અમે નવી પેઢી માટે ટેકનોલોજી સાથે ઘડવામાં આવેલા નિર્વિવાદ પ્રીમિયમ ડિસ્પ્લે પ્રદાન કરવા માટે એક દાયકાથી વધુ સમય પૂર્વે રજૂ કરાયેલી અમારી મૂળ ડિઝાઈન ફિલોસોફીના જોશમાં નવો પ્રાણ ફૂંકે છે.’’
ટીવી શું હોઈ શકે તેની નવી વ્યાખ્યા કરતી બોલ્ડ ડિઝાઈન
માઈક્રો આરજીબી ટીવીના ઉચ્ચ સ્તર, નેક્સ્ટ- જનરેશન કલર ટેકનોલોજી અને આકર્ષક ડિઝાઈન અભિગમ પ્રીમિયમ એસ્થેટિક્સ સાથે જોડતી એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતામાં સેમસંગની દીર્ઘ સ્થાયી આગેવાની પ્રદર્શિત કરે છે. અનોખી ફ્રેમ અને સુધારિત ઓડિયો પરફોર્મન્સ સાથે 130- ઈંચ ડિસ્પ્લે ટેલિવિઝન ઓછું દેખાય અને રૂમનો દ્રષ્ટિગોચરતાની રીતે વિસ્તાર કરતી રોમાંચક બારી હેતુપૂર્વક તૈયાર કરાયું છે.
ટીવી સમકાલીન ફ્રેમ થકી આધુનિક, ગેલેરી પ્રેરિત એસ્થેટિક પ્રદાન કરે છે, જે સેમસંગની 2013ની સમકાલીન ગેલેરી ડિઝાઈનની આધુનિક ઉત્ક્રાંતિ હવે રિફાઈન્ડ ફ્રેમ સાથે ‘‘કળા તરીકે ટેકનોલોજી’’ની ફિલોસોફી અધોરેખિત કરે છે. ભવ્ય આર્કિટેક્ચરલ વિંડોની ફ્રેમથી પ્રેરિત અત્યંત વિશાળ સ્ક્રીન તેની સીમાઓમાં ફ્લોટ કરવા દેખા દે છે, જે ટીવીને એવા કળાત્મક સેન્ટરપીસમાં પરિવર્તન કરે છે, જે રૂમને આકાર આપે છે. ડિસ્પ્લેની ફ્રેમમાં જોડવામાં આવેલો સાઉન્ડ સ્ક્રીનના આકાર સાથે કાળજીપૂર્વક સંતુલિત કરાયો છે, જેથી પિક્ચર અને ઓડિયો જગ્યા સાથે સ્વાભાવિક રીતે જોડાયેલા મહેસૂસ થાય છે.
તેના સ્તર સાથે સુમેળ સાધવા ઉત્તમ વ્યુઈંગ અનુભવ
130 ઈંચના માઈક્રો આરજીબી મોડેલમાં સેમસંગના આજ સુધીના અત્યાધુનિક માઈક્રો આરજીબી ઈનોવેશન્સનો સમાવેશ થાય છે. માઈક્રો આરજીબી એઆઈ એન્જિન પ્રો દ્વારા પાવર્ડ માઈક્રો આરજીબી કલર બૂસ્ટર પ્રો અને માઈક્રો આરજીબી એચડીઆર પ્રો સાથે તે ડ્યુઅલ ટોન્સ અને રિફાઈન કોન્ટ્રાસ્ટને બહેતર બનાવવા એઆઈનો લાભ લઈને વાસ્તવલક્ષી અને પિક્ચર ફિડેલિટી માટે બ્રાઈટ અને ડાર્ક સીન્સમાં વિવિધ કલર અને બારીકાઈ પ્રદાન કરે છે.
ડિસ્પ્લે માઈક્રો આરજીબી પ્રેસિશન કલર 100 સાથે પિક્ચર પરફોર્મન્સને નવી ઊંચાઈએ લઈ જાય છે, જે 100 ટકા બીટી.2020 વાઈડ કલર ગેમુટ પ્રદાન કરે છે. અચૂક માઈક્રો આરજીબી કલર રિપ્રોડકશન માટે વર્બન્ડ ડેર ઈલેક્ટ્રોટેક્નિક (વીડીઈ) દ્વારા પ્રમાણિત તે બારીકાઈભરી નિયંત્રિત છાંટ નિર્માણ કરે છે, જે પડદા પર અસલ જીવન જેવી દેખાય છે. 130 ઈંચ મોડેલમાં સેમસંગની પ્રોપ્રાઈટરી ગ્લેર ફ્રી ટેકનોલોજી પણ સમાવિષ્ટ છે, જે રિફ્લેકશન્સ લઘુતમ કરીને ઉત્તમ વ્યુઈંગ અનુભવ માટે લાઈટિંગની વિવિધ પ્રકારની સ્થિતિઓમાં વધુ સંવર્ધક ક્લિયર કલર અને કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે.
પ્રોડક્ટ એચડીઆર 100+ એડવાન્સ્ડ1 અને એક્લિપ્સા ઓડિયોને સપોર્ટ કરીને બહેતર પિક્ચર અને સાઉન્ડ ક્વોલિટી પૂરી પાડે છે તેમ જ સેમસંગના બહેતર વિઝન એઆઈ કમ્પેનિયન2 કન્વર્સેશનલ સર્ચ, પ્રોએક્ટિવ ભલામણો અને એઆઈ ફીચર્સ અને એપ્સને પહોંચ, જેમ કે, એઆઈ ફૂટબોલ મોડ પ્રો, એઆઈ સાઉન્ડ કંટ્રોલર પ્રો, લાઈવ ટ્રાન્સલેટ, જનરેટિવ વોલપેપર, માઈક્રોસોફ્ટ કોપાઈલટ અને પર્પ્લેક્સિટીને પહોંચ આપે છે. અનોખું ડિસ્પ્લે લાસ વેગાસ, નેવાડામાં સીઈએસ 2026 દરમિયાન સેમસંગના એક્ઝિબિશન ઝોન ખાતે પ્રદર્શિત કરાશે.
===========
