Truth of Bharat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Škoda Auto નું ભારતમાં સિલ્વર જ્યુબિલી વર્ષ તેનું સૌથી સફ્ળ વર્ષ બન્યું

પોતાની 25મી વર્ષગાંઠ વખતે વર્ષ-દર-વર્ષ 107% વૃદ્ધિ નોંધાવી 72,665 કારનું વેચાણ કર્યું

  • 2025 એક સીમાચિહ્નરુપ વર્ષ બની રહ્યું: સુસ્પષ્ટ વ્યાપાર નિર્દેશોના માર્ગદર્શન અને સુસંગતતા, અલગ તરી આવવાની ક્ષમતા તથા વિશ્વાસના પાયાઓ પર આધારિત
  • પ્રોડક્ટની આક્રમકતા: Kylaq ને મળેલો નક્કર પ્રતિસાદ, Kodiaq, Kushaq અને Slavia માટે સતત વધતી માંગ અને Octavia RS ને મળેલો અદભૂત આવકાર
  • નેટવર્કનો વિકાસ: 183 શહેરોમાં 325 થી વધુ કસ્ટમર ટચપૉઇન્ટ્સ
  • હાર્દમાં સમાયેલો ગ્રાહક-કેન્દ્રિત અભિગમ: ગ્રાહકોના ઉમંગ તરફ અપલક નજર રાખવામાં મદદ કરનારી અનેક પહેલ લીધી

ગુજરાત, અમદાવાદ | ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ — Škoda Auto Škoda Auto ની ભારતમાં અત્યાર સુધીની સફરમાં 2025 સૌથી બેજોડ વર્ષ તરીકે ઉભરી આવ્યું. દેશમાં પોતાની 25 મી વર્ષગાંઠની ઉજવણી તેણે અત્યાર સુધીનું સર્વોચ્ચ વેચાણ પ્રદર્શન અંકિત કરીને કરી. બ્રાન્ડે 2025 નો અંત 72,665 કારના વેચાણ સાથે કર્યો, જ્યાં 2024 માં 35,166 કારના વેચાણની સામે તેણે વર્ષ-દર-વર્ષ 107% ની વૃદ્ધિ નોંધવી. આ અવિસ્મરણીય પ્રદર્શને વર્ષ 2025 ને Škoda Auto India માટે સૌથી વિશેષ વર્ષ બનાવી દીધું, જે પ્રોડક્ટ્સ, માર્કેટ અને કસ્ટમર ટચપૉઇન્ટ્સ, આ તમામ પાસાંઓમાં વિકાસયાત્રામાં વેગમાન જાળવી રાખવા થકી દ્શ્યમાન છે.

આ સીમાચિહ્નરુપ વર્ષ વિશે જણાવતા, Škoda Auto India ના બ્રાન્ડ ડિરેક્ટર, આશિષ ગુપ્તાએ જણાવ્યું, “વર્ષ 2025 અમારે માટે હંમેશા એક વિશેષ સ્થાન ધરાવતું રહેશે. તે ભારતમાં અમારી 25 મી વર્ષગાંઠનું વર્ષ છે, અને તેમાં અમારી પ્રોડક્ટ્સના પૉર્ટફોલિયોનો સૌથી વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ ફલક જોવા મળ્યો છે, તથા અમારા નેટવર્કની વાત કરીએ તો અમે અત્યાર સુધીનો સૌથી વધુ વ્યાપ પણ પ્રાપ્ત કરી લીધો છે. આ તમામ બાબતો ઉપરાંત, અમારા ગ્રાહકોએ અમારા પ્રત્યે જે વિશ્વાસ અને પ્રેમ દર્શાવ્યો છે, તેણે અમને ભારતમાં અમારું સર્વોચ્ચ પ્રદર્શનવાળું વર્ષ હાંસલ કરવામાં ટેકો આપ્યો છે. Kylaq ને મળેલો અકલ્પનીય પ્રતિસાદ, Kodiaq જે રીતે વખણાઈ રહી છે તે, અને Octavia RS ના પુનરાગમનને જે ઉત્સાહથી વધાવી લેવાઈ છે તે, ગ્રાહકો આ બ્રાન્ડ સાથે જે ભાવનાત્મક જોડાણ ધરાવે છે તેના ઊંડાણની ખાતરી આપે છે. આની સાથેસાથે, ભારતમાં અમારી 2.0 સફર જે કાર થકી શરુ થઈ, તે Kushaq અને Slavia ની માંગ પણ સતત વધતી જઈ રહી છે. 2026 માં પ્રવેશ કરીએ છીએ ત્યારે, પ્રોડક્ટની આક્રમકતા, બારીકીથી તૈયાર કરેલી વેચાણ માટેની અને વેચાણ પછીની સેવાઓ અમલમાં મૂકવાની પહેલ, અમારા વ્યાપને વધુ ફેલાવવા પર પહેલાં કરતાં પણ વધુ ધ્યાન આપી તથા ગ્રાહકોની વધુ નજીક સુધી જઈને અમે આ આવેગ જાળવી રાખવાનું ધ્યેય રાખીએ છીએ.”

સુસંગતતાનું નિર્માણ કરવું
Škoda Auto India નું 2025 નું પ્રદર્શન પ્રોડક્ટ અને નેટવર્ક અંગેની એક સ્પષ્ટ વ્યૂહરચના ઉપર આધારિત હતું. Kylaq વૃદ્ધિ માટેનું એક વિશેષ પરિબળ બનીને આગળ આવી, જેનાથી બ્રાન્ડની સુગમતામાં નોંધપાત્ર વધારો થયો, સાથે જ Kushaq અને Slavia ના લિમિટેડ એડિશનથી બધી જ શ્રેણીઓમાં ગ્રાહકોને મૂલ્યવર્ધન અને તાજગીનો અહેસાસ થયો. Kodiaq થકી પ્રિમિયમ SUV શ્રેણીમાં Škoda ની હાજરી વધુ મજબૂત બની, અને Octavia RS ના પુનરાગમન વડે બ્રાન્ડના પ્રદર્શનના વારસાને નવી ચેતના મળી. આ વર્ષ દરમ્યાન, Škoda Auto India એ 2021 થી સ્થાનિક ઉત્પાદન કરાતી કારના વેચાણની સંખ્યા 200,000 પાર કરવાનું સીમાચિહ્ન પણ પાર કર્યું, સાથે જ પોતાના વ્યાપને 183 શહેરોમાં 325 થી વધુ કસ્ટમર ટચપૉઇન્ટ્સ સુધી વિસ્તાર્યો, જેના થકી યુરોપિયન એન્જીનિયરિંગ સમગ્ર ભારતમાં ફેલાવવા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને જોશ મળ્યું. નેટવર્ક વિસ્તારણનો એક મોટો ભાગ Škoda Auto ના ભારતમાંના લાંબા-ગાળાના ડીલર સાથીદારો સાથે હાથ ધરવામાં આવ્યો છે, સાથે જ ગ્રાહક કેન્દ્રિત પ્રવૃત્તિનો સફળ અનુભવ ધરાવતા નવાં ભાગીદારોને પણ પોતાની સાથે સામેલ કરવામાં આવ્યા છે.

અલગ ઓળખ સ્થાપિત કરવી
પ્રોડક્ટ્સથી આગળ વધતાં, 2025 માં Škoda Auto India એ પોતાની બ્રાન્ડ પ્રસ્તુતિને અર્થપૂર્ણ કથાનકો, પરંપરાઓ સાથે સુસંગત અને ગ્રાહક-કેન્દ્રિત અનુભવો વડે નવું રૂપ આપ્યું. વિશ્વભરમાં Škoda ના બજારોમાં ભારત પહેલું એવું મોટું બજાર બન્યું જેણે અદ્યતન કરેલી કોર્પોરેટ ઓળખ અને ડિઝાઇન વડે, ગ્રાહકો માટે આધુનિક અને સંકલિત બ્રાન્ડ અનુભવને નક્કર બનાવી પોતાના નેટવર્કનું 100% રીબ્રાન્ડિંગ પૂર્ણ કર્યું. રણવીર સિંહને Škoda Auto India ના સૌપ્રથમ બ્રાન્ડ સુપરસ્ટાર તરીકે સાથે જોડીને ગ્રાહકોને પોતાની તરફ દોરવાની પહેલમાં એક નવી છલાંગ ભરી, જ્યાં બ્રાન્ડ સાથે એક ઊર્જાવાન યુવા છબી સાથે અને પોતીકાપણાંની છાપ પણ જોડાઇ. વર્ષ આગળ વધ્યું તેમ, આ દિશામાં આગળ વધતાં, ‘ફેન્સ, નોટ ઑનર્સ’ વ્યૂહરચનાએ લોકોમાં Škoda પ્રત્યે માલિકીભાવથી પરે જઈને જે ઊંડાણપૂર્વકનું ખેંચાણ રહેલું છે તે હકીકતને પ્રકાશમાં લાવી. બ્રાન્ડે Octavia RS ની જાહેરાતના ભાગરૂપે વિશ્વસ્તરીય સિતારવાદક રિષભ શર્માનો સાથ પણ લીધો છે, જેનાથી પ્રદર્શનનું વર્ણન સાંપ્રત સમયની પરિભાષા થકી અભિવ્યક્ત થઈ શક્યું અને નવા ગ્રાહકવર્ગ સાથે જોડાવામાં મદદ પણ મળી.

વિશ્વાસને વધુ દૃઢ બનાવવો
Škoda Auto India એ પોતાની ડીલરશીપ્સ ખાતે વેચાણ અને વેચાણ પછીની સેવાઓમાં જોડાયેલા 7,500 થી વધુ વ્યવસાયિકો થકી, અને તેમને વર્ષ દરમ્યાન 25,000 થી વધુ કુલ દિવસોની તાલીમ વડે સજ્જ કરીને, પોતાની સર્વિસ વ્યવસ્થાને વધુ દૃઢ બનાવી. આ બ્રાન્ડે પોતાની કારની સમગ્ર શ્રેણીમાં કારમાલિકો માટેના ખર્ચા નીચા લાવવા અને એકંદર સર્વિસ અનુભવને નવા સ્તરે લઈ જવાના હેતુસર વિસ્તારેલી સ્ટાન્ડર્ડ વૉરન્ટી, સાથે લાક્ષણિકતા આધારિત અપગ્રેડ સહિતના માલિકી લાભોમાં વધારા પણ પ્રસ્તુત કર્યા છે. બ્રાન્ડની એન્જીનિયરિંગના સ્તર અને ક્ષમતામાં વિશ્વાસ અનેક પહેલ થકી વધુ મજબૂત બનાવાયો. આમાં સામેલ છે Fans of Škoda નું લેહ ભ્રમણ. તેને ભારત અને એશિયા બુક ઑફ રેકોર્ડ્સ તરફથી ઉમ્લિંગ લા, વિશ્વના સૌથી ઊંચા મોટરમાર્ગ સુધી પહોંચનારા સૌથી મોટા કારના કાફલા તરીકેની માન્યતા પ્રાપ્ત થઈ છે. આવી જ અન્ય એક પહેલમાં Kodiaq એ પેટ્રોલથી ચાલનારું પહેલું SUV બન્યું જે માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પના નોર્થ ફેસ સુધી પહોંચ્યું હોય.

Škoda Auto India એ 2026 માં પગલાં માંડ્યા છે ત્યારે, આ બ્રાન્ડ નવી પ્રોડક્ટ પ્રસ્તુતિઓ, વિસ્તારેલા વેચાણ અને વેચાણ બાદની સેવાઓમાં પહેલ, બજારમાં ઊંડે ઉતરવાની નીતિ અને પોતાના ગ્રાહકોના પ્રતિભાવો સાંભળવા તથા તેમની સાથે કદમ મિલાવવા ઉપર સતત ભાર આપવા થકી, પોતાના સિલ્વર જ્યુબિલી વર્ષમાં તેણે પ્રસ્થાપિત કરેલા મજબૂત પાયા ઉપર વિકાસની ઇમારત તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છે.

============

 

Related posts

ગુજરાતનો સૌપ્રથમ ગરબા કાર્નિવલ

truthofbharat

અકસ્માતની વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat

સિઝનનો સૌથી મોટો ધમાકો: રૂશા એન્ડ બ્લિઝા અને નીતિ મોહને એલી અવરામ સાથે મળીને રજૂ કર્યું “ઝાર ઝાર”

truthofbharat