ગુજરાતની ગરિમા અને સુરતના મહિમાનો લાખોની સંખ્યામાં ગુણાકાર કરી દે એવી સુરતની શાન વેસુમાં આલીશાન ધર્મભૂમિ “લબ્ધિભૂમિનું” ઐતિહાસિક ઉદ્ઘાટન સાથે પ્રારંભ
સદીના શ્રેષ્ઠ સ્થાપત્યોમાં જે ભૂમિનું નામ મોખરે આવી ગયું છે એ લબ્ધિભૂમિ નો તા. 31 ડિસેમ્બરના રોજ શાહી ઉદ્ઘાટન સાથેનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
માત્ર દેશમાંથી જ નહીં પણ વિદેશથી પણ આ ઉદઘાટન પ્રસંગને નિહાળવા, માણવા માટે સેકડો સેંકડો ગુરુભક્તોનું આગમન થયું છે.
આ ભવ્યતમ લબ્ધિભૂમિના સદુપદેશક સહગુરુ અધ્યાત્મનીષી જૈનાચાર્ય શ્રી અજીતયશ સુરીશ્વરજી મહારાજ એ ઉદ્ઘાટન પર પધારેલા શ્રીમંતોને સંબોધતા કહ્યું હતું કે શાસન ની આરાધનાથી પ્રાપ્ત થયેલી સંપત્તિ જ્યારે સન્મતી નો સંગ કરે છે ત્યારે એ લબ્ધિભૂમિ જેવી સુકૃત કરાવે છે. સકુળ માર્ગદર્શક જૈનાચાર્યશ્રી સંસ્કારયશસુરીશ્વરજી મહારાજના હૃદયોદગારથી પણ ભાવુક ભક્તો ભીંજાય ગયા હતા. આ પ્રસંગે જાપાન, અમેરિકા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા, કેનેડા, લંડન, દુબઈ જેવા સેકડો દેશોથી પધારેલા ભક્તોની ગુરુ ભક્તિ જોઈને સુરતની અને બહારથી પધારેલી સૌ કોઈ જનતા વિસ્મિત બની ગઈ હતી.
શ્રી સદગુરુ પ્રભાવક જૈનાચાર્ય શ્રી અજીતયશસુરીશ્વરજી મહારાજની પ્રભાવક સાંજિધ્યતાનો તથા શ્રી સંસ્કારયશસુરિશ્વર ની માર્ગદર્શિતાનો સર્વત્ર જયકર વ્યાપ્યો હતો. તન, મન, જીવન, ધન સર્વસ્વ સમર્પિત કરી દેનારા ગુરુ ભક્તોના શ્રેષ્ઠ રત્ન શ્રી સાગરભાઇ આફ્રિકા, શ્રી જીગરભાઈ શાહ સુરત, શ્રીમતી ભદ્રાબેન જાપાન, જેવા ભક્તોએ એમ કહ્યું કે આ લબ્ધિભૂમિના દર્શન માત્રથી અમારી લબ્ધી ખૂબ વૃધી છે. આસરે છ કલાક જોતા લાગી જાય એવા બે ભવ્ય ભવનોમાં નિર્મિત થયેલી ચંદનકાસ્થ્યમય બેનમૂન પાટ, અતિ ભવ્યતમ મ્યુઝિયમ આર્ટ ગેલેરી જેવા ભવ્ય સ્થાપતોએ સુરતની શાહી રોનકના અજવાળામાં લબ્ધિભૂમિ થકી અનહદ અભિવૃવિધ કરી દીધી છે.
સૌ કોઈએ એક જ માત્ર સંદેશ આપ્યો કે લબ્ધભૂમિ જવા જેવું છે. એકવાર જોવા જેવું છે સુરત શહેરની જનતા આ લબ્ધભૂમિ અવશ્ય લાભ લેવા અને જોવા પધારો.
==◊◊◊◊◊◊==
