Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદના યુવા શ્રી ક્રમિક યાદવને દેશ રત્ન એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા

ગુજરાત, અમદાવાદ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મોડેલ, અભિનેતા અને કોરિયોગ્રાફર અમદાવાદના યુવા શ્રી ક્રમિક યાદવને પ્રતિષ્ઠિત ‘દેશ રત્ન એવોર્ડ 2025’ થી સન્માનિત કરવામાં આવ્યા. આ ભવ્ય અને ગૌરવસભર સમારોહ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ ગયો, જેમાં દેશભરના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો અને અગ્રણીઓ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉત્તર પ્રદેશના રોજગાર અને શ્રમ મંત્રી શ્રી રઘુ રાજ સિંહજી, સાંસદ તથા ભૂતપૂર્વ એમસીડીચેરમેન શ્રી યોગેન્દ્રચંદોલિયાજી, રેલવે મંત્રાલયના ભૂતપૂર્વ ચેરમેન શ્રી રમેશ ચંદ્ર રત્ના, કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય મંત્રી શ્રી રામદાસઆઠવલેજી, નેશનલ કો-ઇનચાર્જ (રિસર્ચ એન્ડ પોલિસી) શ્રી વિનય ચૌધરી તથા કેન્દ્રિય મંત્રી શ્રી હર્ષ મલ્હોત્રાજી વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

શ્રી ક્રમિક યાદવેરૂબારુ મિસ્ટર ઇન્ડિયા યુનિવર્સલ2022નો ખિતાબ જીત્યા બાદ રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી હતી અને ત્યારબાદ વેનેઝુએલામાં યોજાયેલા કેબેલેરો યુનિવર્સલ સ્પર્ધામાં પ્રથમ એશિયન તથા પ્રથમ મિસ્ટર ઇન્ડિયા તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરી સેકન્ડ રનર-અપ તથા ‘મિસ્ટર કેબેલેરોએલિગન્સ એવોર્ડ’ જીત્યો હતો.

ફેશન ક્ષેત્રે તેમની સિદ્ધિઓ સાથે-સાથે યુવા સશક્તિકરણ અને સમાજસેવામાં આપેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ તેમને આ ગૌરવપૂર્ણ સન્માન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ક્રમિક યાદવે વિકસિત ભારત અભિયાન, શ્રમ અને રોજગાર મંત્રાલય, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય (ભારત સરકાર) તથા ભારતીય યુવા કલ્યાણ એસોસિએશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

================

Related posts

કોકા-કોલા અને ગૂગલ જેમિની દ્વારા ‘‘ફેસ્ટિકોન્સ’’ સાથે દિવાળીનો ઝળહળાટ, જ્યાં પંરપરાનું મિલન AIના જાદુ સાથે થાય છે

truthofbharat

કોગ્નિઝન્ટે બેંગલુરુમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ અને કોગ્નિઝન્ટ મોમેન્ટમ સ્ટુડિયોનું અનાવરણ કર્યું

truthofbharat

કર્ણાટક, તામિલનાડુ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat