વડોદરાના સ્નેક, સ્પીડ અને સિરિયસલી અપગ્રેડ થયેલી કાર્ટ્સના વર્ષ પર એક નજર
વડોદરા | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ — ‘ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની’ તરીકે ઓળખતું વડોદરા શહેર, તેના સમૃદ્ધ વારસા અને જીવંત કલા દૃશ્ય માટે પણ જાણીતું છે, જે હવે શાંત પગલે ભારતના સૌથી ગતિશીલ સુવિધા-શોપિંગ શહેરોમાંથી એક બની રહ્યું છે. ભારતના અગ્રણી ક્વિક કોમર્સ પ્લેટફોર્મ, ઇન્સ્ટામાર્ટે તેના વર્ષાંત કન્ઝયુમર ટ્રેન્ડ્સ અહેવાલ: ‘હાઉ ઇન્ડિયા ઇન્સ્ટામાર્ટેડ 2025’ની પાંચમી આવૃત્તિ બહાર પાડી છે, જેમાં ખુલાસો થયો છે કે વડોદરા હવે ફક્ત કરિયાણામાં જ અગ્રેસર નથી રહ્યું, પરંતુ જીવનશૈલીને પણ અપગ્રેડ કરી રહ્યું છે.

2025માં, વડોદરામાં કરિયાણા સિવાયની કેટેગરીઓમાં અસાધારણ વૃદ્ધિ નોંધાઈ: સ્માર્ટફોન, સ્માર્ટવોચ અને ઉચ્ચ-મૂલ્યનાં ગેજેટ્સના વેચાણમાં ઉછાળાના કારણે ઇલેક્ટ્રોનિક્સમાં વાર્ષિક ધોરણે +347%ની વૃદ્ધિ. સ્પોર્ટ્સ અને ફિટનેસની ખરીદીમાં વાર્ષિક ધોરણે +366% વૃદ્ઘિ – વડોદરા યોગા મેટ્સ, ડમ્બેલ્સ અને રેઝિસ્ટન્સ બેન્ડના શહેરમાં પરિવર્તિત થયું, જે સાબિત કરે છે કે વડોદરા હવે સુવિધા, સ્પીડ અને વિવિધતા માટે પર ભાર મૂકી રહેલું શહેર છે. શહેરીજનોના કાર્ડ્સમાં સ્નેક્સ (નાસ્તા) હજુ પણ કેન્દ્ર સ્થાને છે. 2025માં વડોદરાના મૂડને નાસ્તાએ આકાર આપ્યો, જ્યારે દૂધ, ખાંડ અને પાણીથી દૈનિક લય જળવાઈ રહ્યો.
“ભારતમાં ક્વિક કોમર્સ ફક્ત સુવિધાથી આગળ વધી ગયું છે. તે ફક્ત એક સર્વિસ નથી, પરંતુ આધુનિક ભારતીય જીવનશૈલીનો એક ભાગ છે. છેલ્લી ઘડીના ટોપ-અપ્સ અને ઝડપથી ખરીદી તરીકે જેની શરૂઆત થઈ હતી તેમાં હવે પ્લાનિંગ સાથેની ખરીદીઓ અને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓથી લઈને પ્રીમિયમ ટ્રીટ્સ સુધીના મોટા ખર્ચનો પણ સમાવેશ થાય છે. ઇન્સ્ટામાર્ટ લોકોને જોઈતી દરેક વસ્તુ માટે ભરોસાપાત્ર ભાગીદાર સાબિત થઈ રહ્યું છે, પછી ભલે તે તાકીદની જરૂરિયાત હોય, આનંદ માટે હોય, કે પછી તેમની દિનચર્યાનો ભાગ હોય, બધું જ તેમને ઝડપથી અને ભરોસાપૂર્વક ડિલિવર કરવામાં આવે તેવી તેમને અમારી પાસેથી અપેક્ષા રહે છે.” – હરિ કુમાર ગોપીનાથન – ચીફ બિઝનેસ ઓફિસર, સ્વિગી
2025માં વડોદરા ઇન્સ્ટામાર્ટે સૌથી વધુ શું કર્યું?
- દૈનિક જરૂરિયાતની ચીજોએ ક્યારેય નિરાશ નથી કર્યા: વડોદરાવાસીઓએ પાયાની જરૂરિયાતોને તેમના રસોડાનો આધાર બનાવ્યો છે: દૂધ, ખાંડ અને પાણીથી દૈનિક લય જળવાઈ રહ્યો છે, જે સાબિત કરે છે કે જ્યારે શહેર ખરીદી કરે છે, ત્યારે તે સૌથી પહેલા જીવનનિર્વાહ માટે ખરીદી કરે છે.
- સૂર્યાસ્ત પછી જેમની ભૂખ ઉઘડે છે તેવું શહેર: વડોદરાની મોડી રાતની ખાણીપીણીની રૂપરેખા ક્લાસિક જોવા મળી – રાત્રે ડુંગળી, બટાકા અને દૂધ સૌથી વધુ લેવાય છે
- મૂળભૂત બાબતોથી આગળ: વડોદરામાં રોજિંદી ખાણીપીણીની ચીજોએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે તેની સાથે સાથે, શહેરની જીવનશૈલી પણ અપગ્રેડ થઈ છે: જીમના સાધનો, ઇલેક્ટ્રોનિક્સ, ગેજેટ્સ અને સુખાકારીની વસ્તુઓનો ઓર્ડર પહેલાં કરતાં વધ્યા છે, વડોદરાના શોપિંગ એન્જિન તરીકે ગણાતી આ કેટેગરીમાં વાર્ષિક ધોરણે +45%નો મજબૂત વધારો થયો છે – જેથી ભારતના સૌથી ઝડપથી વિકસતા બજારોમાં આ શહેરે મજબૂત રીતે સ્થાન મેળવ્યું છે.
- ફતેહગંજ અગ્રેસર રહ્યું: ફતેહગંજ વિસ્તાર વડોદરાના શોપિંગ પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યો છે – શહેરમાં સ્થાનિક ઓર્ડરના જથ્થામાં આ વિસ્તાર સૌથી મોખરે રહ્યો છે.
વડોદરાના મોટા ખર્ચ કરનારા અને વધુ બોલ્ડ કાર્ટસ
વડોદરામાં વર્ષ 2025માં જરૂરિયાતની ચીજો અને આનંદ બંને માટે હેતુપૂર્વક ખરીદી કરવામાં આવી.
- ₹4.97 લાખનો ચેમ્પિયન: વડોદરામાં સૌથી વધુ ખર્ચ કરનાર એક વ્યક્તિએ આ વર્ષે ઇન્સ્ટામાર્ટ પર ધરખમ ખરીદી કરી, અને એક કાર્ટ બનાવી જેમાં રોજિંદી મનપસંદ વસ્તુઓની સાથે-સાથે પ્રીમિયમ ખરીદીઓ પણ સામેલ કરી હતી.
- તેમની કાર્ટ્સ ભારે બનવાનું કારણ: શોપિંગમાં જીવનશૈલીને લગતી વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ, ફિટનેસના સાધનો, સોનાના સિક્કા, આઇફોન 17, ઉજવણીની વસ્તુઓ અને પેન્ટ્રી સ્ટેપલનું ખૂબ જ સારું મિશ્રણ જોવા મળ્યું, જે સાબિત કરે છે કે ઇન્સ્ટામાર્ટ હવે વડોદરાવાસીઓની નાની-નાની ખુશીઓ અને મોટી ખરીદી બંને માટે મુખ્ય સ્થળ બની ગયું છે.
દરમિયાન, 2025માં બાકીના ભારતે ફક્ત સહજ શોપિંગ નથી કર્યું; તેણે ઇન્સ્ટામાર્ટની મદદરથી રોજિંદા જીવનને શ્રેષ્ઠ બનાવ્યું હતું. દૂધ દેશની #1 આવશ્યક વસ્તુ તરીકે ઉભરી આવ્યું હતું અને ભારતમાં દર સેકન્ડે 4+ પેકેટ દૂધનો ઓર્ડર આપવામાં આવ્યો હતો; જે 26,000 ઓલિમ્પિક કદના પૂલ ભરવા માટે પૂરતો જથ્થો કહી શકાય. ભારતમાં હૈદરાબાદના એક યુઝરે સૌથી વધુ ખરીદી કરી હતી, જેણે આ વર્ષમાં ત્રણ આઇફોન 17 પ્રો ખરીદવા માટે એક જ કાર્ટમાં ₹4.3 લાખનો ઓર્ડર આપીને ચેકઆઉટ કર્યું હતું.
∇∇∇∇∇∇∇∇∇∇∇∇∇∇∇∇
