લિંક – https://www.instagram.com/reel/DD9lRRnTyWq/igsh=NGNyZWx2ajF1M21l
ગુજરાત, અમદાવાદ | ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ — લોટ્ટે ઈન્ડિયા કોર્પોરેશનનો પાર્ટ, હેવમોર આઈસ્ક્રીમ, તેના પ્લમ કેક આઈસ્ક્રીમ કેકના રિટર્ન સાથે ફેસ્ટિવ સીઝન ની શરૂઆત કરી રહ્યું છે, જે ભારતમાં પ્રથમ વખત લિમિટેડ પીરિયડના ક્રિસમસ સ્પેશિયલ તરીકે ઉપલબ્ધ છે.
ગયા વર્ષે કેટેગરી-ફર્સ્ટ ઇનોવેશન તરીકે રજૂ કરાયેલી પ્લમ કેક આઈસ્ક્રીમ કેક હેવમોરની સૌથી વધુ ચર્ચિત લોન્ચમાંથી એક બની હતી, જેના કારણે પાર્લર, રિટેલ અને ડિલિવરી પ્લેટફોર્મ પર તેની ડિમાન્ડ વધી ગઈ હતી. આ મોમેન્ટમના આધારે, બ્રાન્ડ વધુ એક અદભુત ફેસ્ટિવ સીઝન માટે તૈયારી કરી રહી છે.
લાખો ભારતીયો માટે, પ્લમ કેક શિયાળાની શરૂઆત અને ક્રિસમસના રિવાજોની હૂંફનું પ્રતીક છે. હેવમોરે આ પ્રિય ક્લાસિકને તેના નોસ્ટેલ્જિક સ્વાદને આઈસ્ક્રીમના આનંદ સાથે જોડીને ફરીથી કલ્પના કરી છે – એક એવું ડેઝર્ટ બનાવ્યું છે જે ફેસ્ટિવ, ફેમિલિયર અને રીફ્રેશીંગલી હોય.
“આ પ્રોડક્ટ ભારતના કલચરલ મોમેન્ટ્સમાં મૂળ ધરાવતા અર્થપૂર્ણ ઇનોવેશન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે દર્શાવે છે કે કેવી રીતે અમારું લક્ષ્ય એવા વિચારો સાથે આ કેટેગરીમાં નેતૃત્વ કરવાનું છે જે સેલિબ્રેશનને વધુ ખાસ બનાવે અને ગ્રાહકોને ખરેખર આનંદિત કરે,” એમ હેવમોર આઈસ્ક્રીમ પ્રાઇવેટ લિમિટેડના માર્કેટિંગ હેડ રિષભ વર્માએ જણાવ્યું હતું.
“પ્લમ કેક એ મેમરીસની ફ્લેવર છે — પારિવારિક પરંપરાઓ, શાળાની રજાઓ અને ડિસેમ્બરના મહિનામાં મળતી હૂંફ. ‘પ્લમ કેક આઈસ્ક્રીમ કેક’ પાછી લાવીને, અમે માત્ર એક ડેઝર્ટ નથી આપી રહ્યા; અમે એક ફીલિંગ્સ ને પાછી લાવી રહ્યા છીએ. તે તે નોસ્ટાલ્જિક છતાં રોમાંચક છે, ટ્રેડિશનલ છતાં મૉડર્ન છે — કંઈક એવું જે લોકોને ડાઇનિંગ ટેબલ પર સાથે લાવે છે, બરાબર એવી જ રીતે જેવો ક્રિસમસનો અનુભવ હોવો જોઈએ,” એમ હેવમોર આઈસ્ક્રીમ પ્રાઈવેટ લિમિટેડના એજીએમ માર્કેટિંગ જાનકી પટેલે જણાવ્યું હતું.
તેની ઈમોશનલ અપીલ, ફેસ્ટિવ ફ્લેવર અને આ ક્રિસમસ સીઝન દરમિયાન લિમિટેડ પીરિયડની ઉપલબ્ધતા સાથે, હેવમોરની ‘પ્લમ કેક આઈસ્ક્રીમ કેક’ યર-એન્ડ સેલિબ્રેશનનું મુખ્ય આકર્ષણ બનવા માટે તૈયાર છે — પછી ભલે તે ડિનર-ટેબલ સેન્ટરપીસ હોય, સિક્રેટ સાન્ટા સરપ્રાઈઝ હોય કે પ્રિયજનો માટે એક સુંદર ભેટ હોય.
====◊◊◊◊====
