Truth of Bharat
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

માઇકાએ ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટ 2026 પહેલા પ્રી-સમિટનું આયોજન કર્યું, લોક-કેન્દ્રિત અને જવાબદાર એઆઇ ઉપર ભાર મૂક્યો

ગુજરાત, અમદાવાદ | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ માઇકા – સ્કૂલ ઓફ આઇડિયાઝે તાજેતરમાં “એમ્પાવરિંગ પીપલ વીથ રિસ્પોન્સિબલ એઆઇઃ સ્કિલ્સ, ટ્રસ્ટ એન્ડ એક્સેસ”નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ આગામી વર્ષે ફેબ્રુઆરીમાં નવી દિલ્હીમાં યોજાનાર ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટ 2026ની પ્રી-સમિટ ઇવેન્ટ હતી.

ટેડએક્સ-સ્ટાઇલ ફોર્મેટમાં ડિઝાઇન કરાયેલો આ પ્રોગ્રામ માઇકા કેમ્પસમાં યોજાયો હતો, જેમાં નીતિ નિર્ધારકો, નિષ્ણાંતો, ઇન્ડસ્ટ્રી લીડર્સ, ટેક્નોલોજીસ્ટ, એકેડેમિયા અને ક્રિએટિવ પ્રોફેશનલ્સ એક છત નીચે એકત્રિત થયાં હતાં અને તેમણે ચર્ચા કરી હતી કે કેવી રીતે ભારત એઆઇના ભવિષ્યને આકાર આપી શકે છે, જે નૈતિક, સુવિધાજનક અને માનવીય મૂલ્યો આધારિત હોય. આ ચર્ચા આગામી ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટની વ્યાપક થીમ સાથે સંલગ્ન હતી, જેમાં હ્યુમન કેપિટલ, સમાવેશકતા, સુરક્ષિત અને વિશ્વસનીય એઆઇ, એઆઇ સંસાધનોની વ્યાપક ઉપલબ્ધતા તેમજ સામાજિક અને આર્થિક વિકાસ માટે એઆઇ વગેરે સામેલ છે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં માઇકાના ડાયરેક્ટ અને સીઇઓ જયા દેશમુખે જણાવ્યું હતું કે, એઆઇ સંબંધિત ચર્ચાઓ મુખ્યત્વે બે બાબતો ઉપર કેન્દ્રિત રહે છે, માનવ વિસ્થાપનનો ભય અને વિચાર્યા વગરનો ટેક્નોલોજીકલ આશાવાદ.
તેમણે ઉમેર્યું હતું કે, એઆઇ માનવજાતના અસ્તિત્વ સામે ખતરો હોવાનો હાઇપ છે અને તેની સામે એટલાં જ મજબૂત દાવા પણ છે કે ટેક્નોલોજી વિશ્વને બદલી નાખશે અને આપણી સમસ્યાઓનો ઉકેલ લાવશે. આ ચર્ચાઓ વચ્ચે સવાલ એ છે કે સત્ય કેવી રીતે ઉભરી આવશે, તેને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને આપણે તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરીએ છીએ. આ બાબતો જ ચર્ચાનો ઉદ્દેશ્ય છે.

તેમણે જણાવ્યું હતું કે, એક સંસ્થાન તરીકે માઇકાની ભૂમિકા કૌશલ્ય વિકાસથી આગળ વધતાં કમ્યુનિકેશન, ક્રિએટિવિટી, કલ્ચર અને કમ્યુનિટી સંબંધિત આઇડિયાને એકીકૃત કરવાનો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણવિદોએ એ વિષયો ઉપર ચર્ચા કરવાની જરૂર છે કે જેના વિશે સામાન્ય રીતે આપણે વાત કરતાં નથી. આપણે અભ્યાસક્રમ અંગે ફરીથી વિચારવાની અને સમજવાની જરૂર છે કે કે કેવી રીતે માનવ સંબંધો વેલ્યુ અનલોક કરે છે. ટેક્નોલોજી મહત્વપૂર્ણ છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તે વધુ મહત્વપૂર્ણ છે. આપણે જવાબદાર એઆઇ અંગે વિવિધ વિચારો રજૂ અને તેને કેવી રીતે લાગુ કરવામાં આવે તેના વિશે ચર્ચા કરીશું.

આ કાર્યક્રમમાં જયા દેશમુખ અને મેકગવર્ન ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ડો. વિલાસ ઘાર વચ્ચે રસપ્રદ ચર્ચા થઇ હતી
એઆઇની નૈતિકતા, ઉત્પાદકતા અને માનવ ઉપર પ્રભાવ વિશે વાત કરતાં ડો. ધારે જણાવ્યું હતું કે, એઆઇનું ભવિષ્ય લેબોરેટરીઝ અથવા સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂશન દ્વારા જ નિર્ધારિત થશે નહીં. તે આ પ્રકારના સંવાદથી પણ આકાર પામશે કે જ્યાં લોકો ભેગા મળીને તેમના અનુભવો, ચિંતાઓ અને આશાઓ રજૂ કરશે.

આ કાર્યક્રમમાં નીતિ, અધિકારો, માર્કેટિંગ, સર્જનાત્મકતા, કૌશલ્ય અને કાર્યબળની તૈયારી ઉપર 11 ટૂંકા સંવાદનો સમાવેશ કરાયો હતો. જે પછી પ્રશ્નોત્તરી કરાઇ હતી. વક્તાઓમાં ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોના ફાઉન્ડિંગ ડાયરેક્ટર અવિનાશ દધીચનો સમાવેશ થતો હતો, જેમણે અલ્ગોરિધમ-સંચાલિત સમાજમાં અધિકારો પર વાત કરી હતી અને snappin.aiના સ્થાપક અદ્વૈત માર્ડીકરનો સમાવેશ થતો હતો, જેમણે ગ્રાહક જોડાણમાં નૈતિક એઆઇ વિશે વાત કરી હતી.

પબ્લિસિસ સેપિયન્ટના ગંગા ગણપતિ અને સેન્ટિસમના વિવેક ગણોત્રા દ્વારા ઇન્ડસ્ટ્રીના દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ શેખર કપૂર, સિઓક સિઓક ટેન અને હાર્મની સિગનપોરિયા સહિતના ફિલ્મ નિર્માતાઓ અને વાર્તાકારોએ તેમના સર્જનાત્મક દ્રષ્ટિકોણ રજૂ કર્યાં હતાં.

ફિલ્મ નિર્માતા શેખર કપૂરે તેમના વક્તવ્યમાં એઆઇના યુગમાં ઓળખ, રચનાત્મકતા અને નેરેટિવ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, એઆઇ આપણને મૂળભૂત પ્રશ્ન કરવા માટે પ્રેરે છેઃ હું કોઇ છું? આપણી વ્યક્તિત્વની ભાવના સતત પ્રકૃતિ સાથે સંઘર્ષમાં રહે છે અને આપણે તે અનિશ્ચિતતાનો સામનો કરવો જ જોઇએ. એઆઇના યુગમાં શરૂઆતનો મુદ્દો એ સ્વીકારવાનો છે કે આપણે બધું જ જાણતા નથી.તેમણે ઉમેર્યું હતું કે, આપણે પશ્ચિમી દ્રષ્ટિકોણથી એઆઇને જોઇએ છીએ. ભારતમાં આપણી પાસે ટેક્નોલોજી અને ઇનોવેશન છે, પરંતુ આપણે સ્ટોરીટેલિંગની જરૂર છે. આપણે સ્ટોરી દ્વારા જ વિશ્વને સમજી શકીએ છીએ. તે પ્રકારે જ અર્થને સમજી શકાય છે.

કૌશલ્ય અને કાર્યબળની તૈયારી પર ચર્ચાઓમાં માઇકામાં એસોસિયેટ ડીન સુરેશ માલોડિયા, માઇકાના ચીફ ટેલેન્ટ અને સ્કિલ્સ ઓફિસર નીરજા શર્મા અને સિક્સ્થફેક્ટર કન્સલ્ટિંગના સીઇઓ હિમાંશુ વશિષ્ઠ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં નીતિ ઘડવૈયાઓ, ઇન્ડસ્ટ્રી લીડર્સ, સ્ટાર્ટ-અપ્સ, નાગરિક સમાજના સદસ્યો અને માઇકાના વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીના સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

===============

Related posts

સેમસંગ ઈનોવેશન કેમ્પસ દ્વારા એનએસઆઈસી હૈદરાબાદ ખાતે AI અને કોડિંગમાં 450 યુવાનોને સર્ટિફાઈ કરાયા

truthofbharat

સેવ અર્થ મિશનના અધ્યક્ષ સંદીપ ચૌધરીએ એર ઇન્ડિયા AI 171 વિમાન દુર્ઘટનાનું અનોખું ડિકોડિંગ કરી વિશ્વને ચોંકાવી દીધા

truthofbharat

મેકમાયટ્રિપ એ ભારતમાં યર-એન્ડ ટ્રાવેલ પ્લાનિંગ માટે બનાવી નવી કેલેન્ડર મોમેન્ટ

truthofbharat