ગુજરાત, અમદાવાદ | ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ — શિવાલિક ગ્રૂપના ફર્નિચર અને ઇન્ટિરિયર્સ વર્ટિકલ, શિવાલિક ફર્નિચર દ્વારા ગુરુવારે અમદાવાદમાં તેનો બીજો લોફી હોમ સ્ટોર શરૂ કરવામાં આવ્યો, જેનાથી શહેરના વિકસતા હોમ સોલ્યુશન્સ માર્કેટમાં તેની હાજરી વધુ મજબૂત બની છે. શેલા વિસ્તારમાં આવેલો આ નવો સ્ટોર, તે વિસ્તારમાં ઝડપી રહેણાંક પ્રોજેક્ટ્સના વિકાસને કારણે ઉદ્ભવતી સંપૂર્ણ ફર્નિચર અને ઇન્ટિરિયર સોલ્યુશન્સની વધતી માંગને પૂરી કરવાનો લક્ષ્ય ધરાવે છે. આ સોલ્યુશન્સમાં લિવિંગ, ડાઇનિંગ, બેડરૂમ, મોડ્યુલર કિચન, આઉટડોર ફર્નિચર, ડેકોર અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
પારંપરિક ફર્નિચર આઉટલેટ્સથી વિપરીત, શેલા સ્ટોર શિવાલિકની પોતાની અદ્યતન સુવિધામાં ઉત્પાદિત ફર્નિચરની વિશાળ શ્રેણીનું પ્રદર્શન કરે છે, જે સતત ગુણવત્તા, ડિઝાઇન ચોકસાઈ અને ઝડપી ડિલિવરી સમયરેખાઓ સુનિશ્ચિત કરે છે. ઇન-હાઉસ ઉત્પાદન મોડેલ લોફીને એક જ છત નીચે સુસંગત, સુવ્યવસ્થિત હોમ સોલ્યુશન્સ પ્રદાન કરવાની મંજૂરી આપે છે, જેનાથી ગ્રાહકો માટે ખરીદીનો અનુભવ વધુ સરળ અને વધુ ભરોસાપાત્ર બને છે.
રિટેલ ઓફરિંગ્સ ઉપરાંત, લોફી નવા ઘરમાલિકો અને રોકાણકારો માટે રેડી-ટુ-મૂવ ફર્નિચર પેકેજિસ પણ પ્રદાન કરે છે. 3BHK ફર્નિચર પેકેજ (₹6.8 લાખ) માં લિવિંગ એરિયા, કિચન, ડાઇનિંગ સ્પેસ, ફોયર તથા તમામ બેડરૂમ માટે સંપૂર્ણ ફર્નિચર સમાવેશ કરે છે—જે જર્મન-પ્રિસિઝન મશીનરી અને ટકાઉ સામગ્રી વડે તૈયાર કરવામાં આવે છે. નાના ઘરો માટે ₹5.8 લાખનું 2BHK ફર્નિચર પેકેજ પણ ઉપલબ્ધ છે, જેમાં સમાન ગુણવત્તા, ડિઝાઇનમાં સુમેળ અને 20 દિવસની ખાતરીયુક્ત ડિલિવરી સમયરેખા આપવામાં આવે છે. બંને સોલ્યુશન્સ ગ્રાહકોને અનેક વેન્ડરો સાથે સંકલન કર્યા વિના અથવા લાંબી અમલ પ્રક્રિયા સંભાળ્યા વગર, ઝડપથી સંપૂર્ણ રીતે સજ્જ ઘર પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
આ પ્રસંગે બોલતાં શિવાલિક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર તરલ શાહે જણાવ્યું: “અમદાવાદમાં લોફી હોમ સ્ટોરનું બીજું આઉટલેટ શરૂ કરતા અમને અત્યંત આનંદ થાય છે. અનેક આવનારી રહેણાંક યોજનાઓ સાથે શેલા વિસ્તાર ઝડપી ગતિએ વિકસિત થઈ રહ્યો છે અને ગુણવત્તાયુક્ત ફર્નિચર તથા હોમ સોલ્યુશન્સની માંગ પણ એટલી જ ઝડપથી વધી રહી છે. આ સ્ટોર ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ એન્ડ-ટુ-એન્ડ અનુભવ પૂરો પાડવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત, માર્ચ 2026 સુધીમાં સુરત અને વડોદરામાં પણ લોફી સ્ટોર્સ શરૂ કરવાની અમારી યોજના છે.”
લોફી હોમ સ્ટોર ઇન્ડોર અને આઉટડોર ફર્નિચર, ડેકોર, આર્ટિફેક્ટ્સ, કાર્પેટ્સ અને કસ્ટમ ઇન્ટિરિયર સોલ્યુશન્સ આવરી લેતા, ઘર સજાવટના સંપૂર્ણ વિકલ્પો પ્રદાન કરે છે. શેલા સ્ટોર ના લોન્ચ સાથે, બ્રાન્ડ હવે મોટા પાયે તૈયાર કરાયેલ, સારી રીતે ડિઝાઇન કરાયેલ, તૈયાર અને કસ્ટમાઇઝ્ડ ફર્નિચર સોલ્યુશન્સ શોધી રહેલા વ્યાપક પ્રેક્ષકોને સેવા આપે છે.
ઝુંડાલમાં પહેલો લોફી હોમ સ્ટોર—જે ૨૨,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે—ક્યુરેટેડ મલ્ટી-બ્રાન્ડ અને મલ્ટી-કેટેગરી ફોર્મેટને અનુસરે છે, જેમાં શિવાલકની પોતાની ફર્નિચર લાઇન સાથે પસંદગીની ભાગીદાર બ્રાન્ડ્સને એકસાથે લાવવામાં આવી છે. તે આધુનિક ઘર સજાવટ અને ફર્નિચર માટે અમદાવાદના પસંદગીના સ્થળોમાંનું એક બની ગયું છે.
શિવાલક ગ્રુપના ૨૭+ વર્ષના અનુભવના આધારે, ફર્નિચર વર્ટિકલ વિશ્વાસ, ડિઝાઇન વિચારસરણી અને ચોકસાઇના મજબૂત પાયા સાથે સતત વિકાસ કરી રહ્યું છે. ગ્રુપે ૭૫+ આઇકોનિક લેન્ડમાર્ક્સ પૂરા પાડ્યા છે, ૧૬+ એકર જમીનનો વિકાસ કર્યો છે, ૧,૫૦૦+ હરિયાળી જગ્યાઓ ઉમેરી છે, ૭+ શહેરી માસ્ટરપીસ પૂર્ણ કર્યા છે અને અમદાવાદમાં ૧૫ મિલિયન+ ચોરસ ફૂટથી વધુનું બાંધકામ કર્યું છે—રિયલ એસ્ટેટ, ઇન્ટિરિયર્સ અને હવે મોડ્યુલર ફર્નિચર મેન્યુફેક્ચરિંગમાં શ્રેષ્ઠતાનો વારસો આગળ ધપાવ્યો છે.
==============
