Truth of Bharat
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોગ્નિઝન્ટે બેંગલુરુમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ અને કોગ્નિઝન્ટ મોમેન્ટમ સ્ટુડિયોનું અનાવરણ કર્યું

  • આ ઈનોવેશન હબએઆઈ રિસર્ચ અને યુઝરના અનુભવ સાથે એન્ટરપ્રાઈઝ ટ્રાન્સફોર્મેશનને વેગ આપે છે

બેંગલુરુ, ભારત | ૧૧ ડિસેમ્બર ૨૦૨૫ — કોગ્નિઝન્ટ (NASDAQ: CTSH) એ આજે ​​બેંગલુરુમાં એક નવા કોગ્નિઝન્ટ મોમેન્ટમ સ્ટુડિયો સાથે તેની ઇન્ડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેબ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે કંપનીની એઆઈ સ્થાપિત વ્યૂહરચનાને આગળ ધપાવતું એક ઈનોવેશન હબ છે. કોઆ લેબ અને સ્ટુડિયો ગ્નિઝન્ટે 2023માં આગામી ત્રણ વર્ષમાં જનરેટિવ એઆઈમાં 1 અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાતનો ભાગ છે.

ઈન્ડિયા એઆઈલેબ સાન ફ્રાન્સિસ્કોમાં કોગ્નિઝન્ટની એઆઈલેબને વિસ્તૃત કરે છે, જેને તાજેતરમાં જ 61મી યુએસ પેટન્ટ આપવામાં આવી હતી. કોગ્નિઝન્ટ મોમેન્ટમ સ્ટુડિયો કંપનીની ડિજિટલ અનુભવ પ્રેક્ટિસનો એક ભાગ છે જે ગ્રાહકોને એઆઈની મદદથી ગ્રાહક અનુભવમાં વધારો અને ગ્રોથને વેગ આપે છે. લેબ અને સ્ટુડિયો સાથે મળીને બિઝનેસ-રેડી મલ્ટી-એજન્ટ સિસ્ટમ્સ, એઆઈનિર્ણય લેવાની ક્ષમતાઓ, જવાબદાર એઆઈ અને એઆઈ ફોર ગુડ ઝુંબેશ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

કોગ્નિઝન્ટના સીઈઓ રવિકુમાર એસ.એ જણાવ્યું હતું કે,“કોગ્નિઝન્ટ એઆઈ બિલ્ડર તરીકે એઆઈ એન્ટરપ્રાઈઝમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જે અમારા પ્લેટફોર્મ, ભાગીદારો અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને એકજૂટ કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ અને બિઝનેસ મૂલ્યો વચ્ચે સેતુ સ્થાપિત કરે છે. એજેન્ટિક એઆઈ હવે એન્ટરપ્રાઈઝના પરિવર્તન માટે આવશ્યક બન્યું છે. મલ્ટી-એજન્ટ સિસ્ટમને વિશ્વસનીયતા સાથે જોડતાં, માનવ કેન્દ્રિત ડિઝાઈન જ વાસ્તવિક સફળતાઓ લઈ આવશે. બેંગ્લુરૂમાં અમારો ઈન્ડિયા એઆઈ લેબ અને કોગ્નિઝન્ટ મોમેન્ટમ સ્ટુડિયો એજેન્ટિક આર્કિટેક્ચર્સ, એઆઈ ટ્રસ્ટ અને નેક્સ્ટ જનરેશન યુઝર એક્સપિરિયન્સ પ્રદાન કરે છે, જે ઈન્ટેલિજન્ટ સિસ્ટમ સ્થાપિત કરી એન્ટરપ્રાઈઝ માટે વિશ્વસનીય નિર્ણય લેવા સમર્થન આપે છે.”

ઈન્ડિયા એઆઈ લેબ અને કોગ્નિઝન્ટ મોમેન્ટમ સ્ટુડિયો સર્જનાત્મકતા, ટેક્નોલોજીને એકીકૃત કરી એન્ટરપ્રાઈઝ ઈનોવેશનને વેગ આપશે. તેમજ પાર્ટનર ઈકોસિસ્ટમને વેગ આપતાં દુરંદેશી વિચારોને ઈન્ટેલિજન્ટ પ્લેટફોર્મ અને ઈમર્સિવ અનુભવમાં તબદીલ કરે છે. આ લેબમાં જોડાયેલી પીએચડી સ્તરના વૈજ્ઞાનિકો અને એઆઈ એન્જિનિયર્સની ટીમ મલ્ટી-એજન્ટ એઆઈ, નિર્ણય લેવાની સિસ્ટમ્સ અને જવાબદાર એઆઈમાં એડવાન્સ રિસર્ચને વેગ આપશે. તે માલિકીની ફ્રેમવર્ક, પુનઃઉપયોગ કરી શકાય તેવા એઆઈ કોમ્પોનન્ટ્સ અને અનુભવ આધારિત પ્લેટફોર્મના વિકાસ મારફત કોગ્નિઝન્ટના આઈપી પોર્ટફોલિયો અને પ્લેટફોર્મ ઈનોવેશનને મજબૂત બનાવશે. જે ઈન્ડસ્ટ્રીમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે.

કોગ્નિઝન્ટના ચીફ એઆઈ ઓફિસર બેબાક હોડજટે જણાવ્યું હતું કે, “ઈન્ડિયા એઆઈ લેબ એ કોગ્નિઝન્ટના રિસર્ચ ફૂટપ્રિન્ટમાં વ્યાપક વિસ્તરણ છે. અમારો ઉદ્દેશ એઆઈ ઈનોવેશનના આગામી તબક્કાને વેગ આપવાનો છે. બેંગ્લુરૂની અસાધારણ એન્જિનિયરિંગ અને વૈજ્ઞાનિક પ્રતિભા વિસ્તરણ, વિશ્વસનીય અને આંતર-સંચાલિત મલ્ટી એજન્ટ સિસ્ટમ્સ, એઆઈની ક્રાંતિમાં અમારું કામ વિસ્તરિત કરવા અને વિશ્વસનીય નિર્ણય લેવા સક્ષમ બનાવશે. જે અમારા ન્યૂરો એઆઈ પ્લેટફોર્મ સ્યુટની વિશ્વસનીયતામાં વધારો કરશે.”

કોગ્નિઝન્ટના ગ્લોબલ હેડ બેન્જામિન વાઈનરે આ અંગે કહ્યું હતું કે,“કોગ્નિઝન્ટ મોમેન્ટ એ એવા અનુભવોનું સર્જન કરે છે, જ્યાં સર્જનાત્મકતા, ટેકનોલોજી અને ભાવનાત્મક અખંડિતતા સુમેળભર્યું કામ કરે છે. ઇન્ડિયા એઆઈલેબ અને કોગ્નિઝન્ટ મોમેન્ટ સ્ટુડિયો ટેકનોલોજીકલ કુશળતાને માનવ સૂઝ સાથે જોડે છે, જે અમારા ગ્રાહકો સુધી બુદ્ધિશાળી, ભવ્ય, શક્તિશાળી અને અસરકારક નવી પેઢીના અનુભવો એકીકૃત રીતે પહોંચાડે છે.”

ઈન્ડિયા એઆઈ લેબ દેશભરમાં અગ્રણી યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી કરશે, જે અપ્લાય્ડ એઆઈમાં સ્કોલર્સને સંયુક્તપણે રિસર્ચ કરવા, વાસ્તવિક દુનિયાના પ્રયોગો અને ઈન્ટર્નશીપ તકો પૂરી પાડશે.

###

Related posts

નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (NIF) – ભારતની સિલ્વર જ્યુબિલી ઉજવણી 1 માર્ચ, 2025ના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, અમદાવાદ ખાતે શરૂ થશે

truthofbharat

અદાણી રિયલ્ટીના બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ દ્વારા ફોક ફ્યુઝન ગરબા સાથે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ

truthofbharat

‘NPS બાય પ્રોટિયન’ એપ્લિકેશન અપગ્રેડ થઈ: યુવા રોકાણકારો માટે નિવૃત્તિ આયોજન વધુ સરળ બનશે

truthofbharat