ગુજરાત, અમદાવાદ | ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ — કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે દક્ષિણ બોપલમાં 11,600 ચોરસ મીટરના નવા પબ્લિક ગાર્ડન, ઇલેક્ટ્રોથર્મ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. આ શાનદાર પાર્ક, ઇલેક્ટ્રોથર્મ (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સહકાર સાથે પીપીપી ધોરણે ડેવલપ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ, પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તમ બનાવવા અને પર્યાવરણીય રીતે જવાબદાર શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રોથર્મની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
એક મોર્ડન તેમજ પર્યાવરણને અનુકૂળ શહેરી રમણીય સ્થળ તરીકે ડિઝાઇન કરવામાં આવેલો, ઇલેક્ટ્રોથર્મ પાર્ક નદીના કુદરતી પ્રવાહમાંથી પ્રેરણા લઈને એકબીજા સાથે સંકળાયેલી જગ્યાઓને એકસાથે જોડે છે, જે આઉટડોર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. અહીં ફુવારો અને સિગ્નેચર શિલ્પ ધરાવતું અને આકર્ષક એન્ટ્રી પ્લાઝા, એક વિચારપૂર્વક તૈયાર કરાયેલ લેન્ડસ્કેપ માટે મોહક વાતાવરણ ઊભું કરે છે, જે સુંદરતાને પબ્લિક યુટીલીટી સાથે મિશ્રિત કરે છે.
આ પાર્કની એક ખાસ વિશેષતા એ છે કે, અહીં જોગિંગ ટ્રેકની સાથે ધીમે-ધીમે વહેતી પાણીની ચેનલ પણ વહે છે. જે અહીં ચાલનારાઓ અને દોડવીરોને વહેતા પાણીના કુદરતી અવાજ દ્વારા સતત શાંતિની અનુભૂતિ કરાવે છે.
આ પાર્કમાં, એક ૧૮ મહિનાથી ૬ વર્ષના બાળકો માટે અને બીજો ૬ થી ૧૩ વર્ષના બાળકો માટે, એમ બે ખાસ રમત-ગમતના એરિયા પણ છે. બંને ઝોનમાં નવી રમતિયાળ મજેદાર ગેમ છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઉત્તમ બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યાં છે.
અહીં એક પેટ પાર્ક, એક ઓપન-એર જીમ, એક નવીન પરંપરાગત ગેમ્સ કોર્નર અને તમામ વય જૂથો માટે સુલભ અદ્યતન બેઠક પેવેલિયન, એ ઇલેક્ટ્રોથર્મના સમાવેશી, સૌના સહકાર સાથે વિકાસ કરવાનો અભિગમ ઉજાગર કરે છે.
આ પ્રોજેક્ટ અંગે, ઇલેક્ટ્રોથર્મ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી. સૂરજ ભંડારીએ જણાવ્યું હતું કે, “ઇલેક્ટ્રોથર્મ પાર્ક, એ શહેરી વાતાવરણમાં પ્રકૃતિની ઉજવણી કરતી વખતે સ્વસ્થ જીવનશૈલીને પ્રેરણા આપવા માટે રચવામાં આવેલું ઉત્તમ સ્થળ છે. આ પાર્કના ઉદ્ઘાટન સાથે અમને સન્માનિત કરવા બદલ અમે શ્રી અમિત શાહનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ પાર્ક તમામ વય જૂથોના લોકો માટે મનોરંજન અને ફિટનેસ માટે આવકારદાયક જાહેર સ્થળ છે. અમે અમદાવાદને હરિયાળા અને વધુ વાઈબ્રન્ટ બનાવવામાં AMC સાથે ભાગીદારી કરીને ખુબજ ગૌરવ અનુભવીએ છીએ.”
આ પાર્કમાં 22,800 થી વધુ નાના મોટા વૃક્ષો તથા ફૂલોનું રોપણ કરવામાં આવેલ છે, જેમાં 21 પ્રજાતિના મોટા વૃક્ષો, 14 જાતના ફળોનો વૃક્ષો અને ફૂલોના છોડનો વૈવિધ્યસભર સંગ્રહ શામેલ છે. અગાઉની ઉજ્જડ જમીનને બદલીને, આ ઉદ્યાન હવે એક તાજું સૂક્ષ્મ આહલાદક વાતાવરણ બનાવે છે, બાયોડાયવર્સિટીને સમૃદ્ધ બનાવે છે અને બાળકોને ક્યુરેટેડ ઓર્ચાર્ડ ઝોન દ્વારા કૃષિ વિશે સમજ કેળવવાની તકો પૂરી પાડે છે.
શ્રી સૂરજ ભંડારીના નેતૃત્વ હેઠળ અમલમાં મુકાયેલા આ પ્રોજેક્ટને એચઆર અને એડમિનના ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી. સંજય જોશીની નજીકની સહભાગીતાનો ખૂબ ફાયદો થયો, જેમણે આ પ્રોજેક્ટના કોન્સેપ્ટથી લઈને તેના અમલીકરણ સુધી તેમની સાથે કામ કર્યું હતું. એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન શ્રી. શૈલેષ ભંડારીએ આ પ્રોજેક્ટની સમગ્ર વિકાસ પ્રક્રિયા દરમિયાન એક માર્ગદર્શક તરીકે વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખરેખર, ઇલેક્ટ્રોથર્મ પાર્ક એ ભવિષ્યલક્ષી શહેરી ડિઝાઇન, પર્યાવરણને અનુકૂળ સ્થિરતા અને લોકોના કલ્યાણનું પ્રતીક છે.
==============
