નિર્માણ કરવામાં આવે છે અને નિર્વાણ દઈ શકાય છે.
પરમ વિશ્રામ વ્યક્તિગત છે,સામૂહિક નહીં.
આપ એકલા છો અને ઈશ્વર મળે તો એકાંત ખતમ થઈ જાય છે,કાં તો આપ રહો,કાં તો ઈશ્વર રહે! પરમ વિશ્રામવાળું એકાંત એ છે જ્યાં હું પણ નથી અને તું પણ નથી.
બુધ્ધપુરુષને યાદ કરીએ અને આંસુ આવે તો સમજવું કે આંસુ નહીં બુદ્ધપુરુષખૂદ આવ્યા છે.
સાયન્સ મેદાન જબલપુર ખાતે આ સદીનાં મહાન દાર્શનિક ઓશોનાં જન્મોત્સવ નિમિત્તે ચાલતી રામકથાનાં ત્રીજા દિવસે બહુશ્રુત શ્રોતાઓ અને સેંકડો ઓશોસન્યાસીઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું કે અનેક જિજ્ઞાસાઓ આવી છે.પરંતુ બધું જાણવાની કોશિશ ન કરો!કંઈકઅનનોન રહી જાય એ પણ જરૂરી છે.
જિજ્ઞાસા એવી છે કે સાંભળતા-સાંભળતા સામુહિક વિશ્રામ મળે કે નહીં?ભૌતિક જીવનમાં રાત્રે બધા વિશ્રામમાં જાય છે.તો કથામાં સામૂહિક પરમ વિશ્રામ એક સાથે બધાને મળી શકે કે નહીં?બાપુએ કહ્યું કે તુલસી લખે છે ‘પાયો પરમ વિશ્રામ’ એટલે એકલા માટે જ આ લખાયું છે.પરમવિશ્રામ એકાંતિક મામલો છે.સામૂહિક આરામ મળે છે.પીટીકરાવતા હોય ત્યારે વિશ્રામ એવું બોલાય છે. પરંતુ ગઈકાલે કહેલું કે નિર્માણ કરવામાં આવે છે અને નિર્વાણ દઈ શકાય છે.એમાં આપણું કોઈ કર્તૃત્વ નથી.
પરમ વિશ્રામ વ્યક્તિગત છે,સામૂહિક નહીં.
અને રાત્રે વિશ્રામ શબ્દ લગાવી દઈએ પરંતુ આપણને શબ્દ બ્રહ્મની એટલી જાણકારી નથી.બુદ્ધ જેને નિર્વાણ કહે,કબીર કહે મેં પૂરેપૂરો મેળવ્યો, શંકરાચાર્ય જેને મોક્ષ કહે,ગરુડ કૃતાર્થ ભાવ કહે, પાર્વતી કૃત-કૃત્યતાનો ભાવ કહે,બધી એક જ વાત છે.આટલા બધા પંખીઓમાં ગરુડ જ બોલે છે કે મેં વિશ્રામ,પરમ વિશ્રામ મેળવ્યો છે.
કોઈ અધિકારી હોય એ જ પરમ વિશ્રામ મેળવી શકે જેને કોઈ સંબોધિ કહે,સમાધિ કહે તો પણ વાંધો નથી.
રૂમી કહે છે કે સાચો વિશ્રામ ત્યારે જ મળે છે જ્યારે આપ ઈશ્વર સાથે એકલા જ હો.પરમાત્મા સાથે છે તો એકલા કઈ રીતે! મારે કહેવું હોય તો કહી શકું કે આપ એકલા છો અને ઈશ્વર મળે તો એકાંત ખતમ થઈ જાય છે.કાં તો આપ રહો,કાં તો ઈશ્વર રહે! પરમ વિશ્રામવાળું એકાંત એ છે જ્યાં હું પણ નથી અને તું પણ નથી.
કથામાં આનંદ ત્યારે જ આવે જ્યારે તમે અને હું એવું મહેસુસ કરીએ કે અહીં કોઈ નથી.કોઈક અન્ય બોલી રહ્યું છે,કોઈ અન્ય સાંભળી રહ્યું છે.
ઓશોએ પણ કહેલું કે જ્યારે હું ન હોઉં અને માર્ગદર્શનની જરૂર પડે તો આપને જેનામાં પૂર્ણ શ્રદ્ધા છે એનાથી માર્ગદર્શન મેળવજો.કોઈ સહજ ચેતનાથી મેળવજો અથવા તો પૂરેપૂરાઅંદરના ભાવથી પુકારજો તો હું તમારી પાસે જ છું! વિનોબાજીએ પણ આ જ કહ્યું.આત્મામરતી નથી તો પરમાત્મા કેમ મરે? એટલે બુદ્ધપુરુષ ક્યાંય જતો નથી પણ એને પોકારો.
ઉપનિષદનો એક મંત્ર જ્યાં તુલસીના ચાર ઘાટનું સૂત્ર આપણને મળે છે એ મંત્રનો ઉચ્ચાર કરતાં જણાવ્યું
અથ: અશ્વલાયલોભગવંતંપરમેષ્ઠીનમ
ઉપસમિત્યો વાચ: અધિ: ભગવન્ન
બ્રહમવિદ્યાન્વરિષ્ઠાન ન સદાસદભી:
સેવ્યમાનામ્નિગુઢાનામ્યયાચિરાત
સર્વપાપનયયોહયપરાત્પરં…..
અશ્વલાયલ નામના ઋષિ પિતામહ બ્રહ્માની પાસે જઈને કહે છે કે જો બ્રહ્મવિદ્યા નીગૂઢ છે તો એ બ્રહ્મવિદ્યા ઉપર મને કહો.
ઓશો કહેતા કે વેદાંત એટલે જ્ઞાનનો પણ જ્યાં અંત થઈ જાય એ વેદાંત છે.વિદ્વાનોને પવિત્ર કરવા વાળી વિદ્યા વિશે જાણવું હોય તો ચાર વસ્તુ જાણવી જોઈએ:શ્રદ્ધા,ભક્તિ,ધ્યાન અને યોગ.આ ચાર સૂત્ર છે.ગુરુ કે વેદાંતના શબ્દ પર વિશ્વાસ હોય એનું નામ છે-શ્રદ્ધા.
બુધ્ધપુરુષને યાદ કરીએ અને આંસુ આવે તો સમજવું કે આંસુ નહીં બુદ્ધપુરુષખૂદ આવ્યા છે.
તો પહેલી પીઠ જ્યાં વિશ્વાસ બોલે છે અને શ્રદ્ધા સાંભળે છે.બીજીયાજ્ઞવલ્ક્યની પીઠ જ્યાં પરમ વિવેક બોલે છે અને ભક્તિ સાંભળે છે.કાગભશુંડીની ત્રીજી પીઠ.ભશુંડીજીપીપળના ઝાડ નીચે ધ્યાન કરતા.પીપળનાં ઝાડનું એક પોતાનું સંગીત હોય છે એથી કાગભુશુડી બોલે છે અને ગરુડ સાંભળે છે. ધ્યાનથી સાંભળવાને બદલે આપમાં રહેલું ધ્યાન જ સાંભળે.અનેચોથો-યોગ છે જે તુલસીનો ઘાટ દીનતા અને પ્રપન્નતાના ઘાટ પરથી તુલસી પોતાનાં દીન મનને કથા કહે છે એવો આ શ્લોકનો પણ આપણે અર્થ કરી શકીએ.
રામકથામાંપ્રયાગમાં દર વરસે યોજાતાકુંભમાંભરદ્વાજમુનિનાં આશ્રમમાં યાજ્ઞવલ્ક્ય મેળો પૂરો થતાં જવા ઇચ્છે છે ત્યારે ભરદ્વાજ તેમનાં ચરણ પકડીને કહે છે મને રામ તત્વ વિશે કહો.એ કહો કે અવિનાશી શિવ સતત જેનું નામ રટે છે એ રામ અને અયોધ્યાનાં રાજકુમાર દશરથ પુત્ર રામ એક જ કે જુદા? અને અહીં શિવચરિત્રથી કથાનો આરંભ થાય છે.
==================
