સગુણ અને નિર્ગુણનો બોધ કરાવનાર રામનું નામ છે.
રામનામ નિર્ગુણ અને સગુણને જોડનાર સેતુ છે.
શબ્દની ક્રીડા કરીએ તો-રામ સે તું છે!
સત્ય પ્રેમ અને કરુણાને પ્રાપ્ત કરવા માટે ત્રણ વસ્તુ જરૂરી છે:શ્રવણ કરો,સ્મરણ કરો અને કોઈનું શરણ-આશ્રય કરો.
શ્રવણ એ જન્મ છે,સ્મરણ જીવન છે અને શરણ નિર્વાણ-બોધીસત્વ છે.
ઓશોની જન્મભૂમિ અને તપોભૂમિ જબલપુરમાં ચાલી રહેલી રામકથા બીજા દિવસમાં પ્રવેશી ત્યારે ઓશોની ચેતના અને ચેતનવંતી ભૂમિ તેમજ બહોળી માત્રામાં ઉપસ્થિત સંન્યાસી-સંન્યાસીનિઓ,સાધુ સંતોને પ્રણામ કરતા બાપુએ કહ્યું રામકથાનો આરંભ સત્ય છે.જેમ કોઈ પણ શાસ્ત્રને આદિ,મધ્ય અને અંત હોય.એ મર્યાદા પુરુષોત્તમ,વિવેક પુરુષોત્તમ, વિરાગ પુરષોત્તમ,વિનય પુરુષોત્તમ,લીલાપુરુષોત્તમ, કરુણા પુરષોત્તમની કથાની શરૂઆત સત્યથી થાય છે.મધ્ય છે એ પ્રેમ છે અને સમાપન કરુણા છે.
આ ત્રણ સૂત્રોમાં આબદ્ધ રામકથાછે.અને કોઈ વિચારધારા આ સત્યનો ઇનકાર નહીં કરતી હોય.મેં સાંભળ્યું નથી કે કોઈને સત્યથી તકલીફ હોય. કોઈપણ ધારામાં પ્રેમનો ઇન્કાર નથી.રૂમી તો કહે છે કે પરમાત્માની પ્રાપ્તિ કરવાનાં ઘણા રસ્તા છે પણ મેં પ્રેમમાર્ગ પસંદ કર્યો છે.ભગવાન બુદ્ધ પણ પોતાની બોલીમાં કહે છે સંબોધી-નિર્વાણ પ્રાપ્તિ કરવા માટે કરુણા મારગ પસંદ કર્યો છે.હું બુદ્ધનો પ્રવક્તા નથી પણ જે રીતે મેં બુદ્ધનેફીલ કર્યા છે.ભગવાન રામ સાક્ષાત ઈશ્વર,પરમ તત્વ છે.રામના બે રૂપ છે:નિર્ગુણ અને સગુણ.એઉપનિષદીય ઘોષણા છે.સગુણ રૂપમાં દશરથનાપુત્રરૂપે અને નિર્ગુણ રૂપમાં જગતમાં વ્યાપ્ત છે.પણ આ સગુણ અને નિર્ગુણનો બોધ કરાવનાર રામનું નામ છે.એટલે રામનામ સેતુ છે.નિર્ગુણ અને સગુણને જોડનાર સેતુ છે.રામસેતુ શબ્દની ક્રીડા કરીએ તો રામ સે તું છે!રામ નથી તો તું નથી,હું નથી. રામ બ્રહ્મ છે.ઘણા નિરાકાર વાદીઓનેરામનામે સગુણ સુધી પહોંચાડી આપ્યા છે.શુકદેવજી પરમ અવધૂત છે,એ નિરાકારમાં શ્રદ્ધા રાખે છે.પરંતુ કૃષ્ણનું નામ,કૃષ્ણનું રૂપ,કૃષ્ણની કૃપા નિધીનતાને અને અકારણ બીજાને મુક્તિ આપનાર કૃષ્ણ નામને માટે કહે છે કે કૃષ્ણ નામે મારા ચિત્તને પકડી રાખ્યું છે.મારેચંદ્રનાંધબ્બાઓ સાથે કોઈ લેવા દેવા નથી,મારે ચાંદનીથી લેવાદેવા છે.
સ્વામી સત્ય વેદાંતેઓશોને પીધા અને પચાવ્યા છે. ક્યારેક આપણે પી જઈએ છીએ,પણ પચાવી શકતા નથી અને હોશ ખોઈ બેસીએ છીએ.કૃષ્ણમૂર્તિ તો હોશ-અવેરનેસ વિશે જ વધારે બોલે છે.મહાત્માગાંધીએ સત્યના માર્ગનો સ્વિકાર કર્યો હતો. રામચરિતમાનસ આદિ સત્ય,મૂળ સત્ય છે.
મહુવામાં સત્ય વેદાંતજી અને વિનુભાઈ ગાંધી સાથે અમે બેઠા હતા ત્યારે એમને પૂછાયું કે આપના ગુરુ ઓશો વિશે ઘણી એલફેલ વાતો બોલાયછે.સત્યવેદાંતજીનો એટલો જ જવાબ હતો કે મારા ગુરુ વિશે બીજા જે કંઈ કહે એની મને ખબર નથી પણ એ મારા ઉપર કેટલો વરસ્યો છે એ હું જાણું છું! પરમની ગતિ અતિ વિચિત્ર હોય છે.
આ સત્ય પ્રેમ અને કરુણાને પ્રાપ્ત કરવા માટે ત્રણ વસ્તુ જરૂરી છે:શ્રવણ કરો,સ્મરણ કરો અને કોઈનું શરણ-આશ્રય કરો.શ્રવણ એ જન્મ છે,સ્મરણ જીવન છે અને શરણ નિર્વાણ-બોધીસત્વ છે. અંતઃકરણથી સાંભળીએ તો રામનામનાંમણિનો પ્રકાશ ધીરે-ધીરે દેખાવા માંડે છે,પછી એક નાદ-ગુંજ સંભળાય છે અને છેલ્લે રામનામનીખુશ્બુ આવવા માંડે છે.આંસુએ ચમત્કાર નહીં પણ પ્રમાણ છે. સ્વામી અરુણ આનંદજી(કાઠમંડુ આશ્રમ)એ એક પુસ્તક લખ્યું:પંચશીલ.એમાં કહે છે કે પહેલું શીલ એ શુદ્ધિ છે.શરીર,વિચાર,વસ્ત્ર,આહાર,પાણી દરેક પ્રકારની શુદ્ધિ.જ્યાં સુધી સત્વગુણ,રજોગુણ અને તમોગુણ છે શુદ્ધિ આવતી નથી.સત્વગુણ હોય એ સ્વચ્છ રહે છે,પણ શુદ્ધ નથી,શુદ્ધ એ છે જે ત્રણેય ગુણથી મુક્ત છે.બીજું છે સંસ્કાર.ત્રીજુંગુરુએબતાવેલી સાધના પદ્ધતિ,ચોથો સાધુનો સંગ અને પાંચમું સ્થાન સમાધિ-જે મારી દ્રષ્ટિમાં પરમ વિશ્રામ છે.
તુલસીનો રામ સુંદર છે,સુજાન છે,કૃપાનિધાન છે, અનાથ પર પ્રીતિ કરનારો,વિના કારણ કરુણા કરનાર અને નિર્વાણ પ્રદાન કરનાર છે.નિર્માણ કરવું પડે છે અને નિર્વાણ આપવામાં આવે છે.
એ પછી વંદના પ્રકરણ અને રામનામ વંદનાનું લાંબા પ્રકરણનું ગાન કરવામાં આવ્યું.
==================
