Truth of Bharat
ઇલેક્ટ્રોનિકગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી ટેબ A11 રજૂ કરે છેઃ રોજબરોજના ઉપયોગ માટે સ્લીક અને રિફાઈન્ડ ટેબ્લેટ

ગુરુગ્રામ, ભારત | ૦૩ ડિસેમ્બર ૨૦૨૫ – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ગેલેકસી ટેબ A11 રજૂ કર્યું, જે ટેબ્લેટ વિવિધ વયજૂથના ઉપભોક્તાઓ માટે રોમાંચક મનોરંજન, આસાન કામગીરી અને વર્સેટાલિટીને એકત્ર લાવે છે.

ગેલેક્સી ટેબ A11 8.7″ ડિસ્પ્લે સાથે આવે છે, જેમાં 90Hz રિફ્રેશ રેટ છે, જે તમને વેબ બ્રાઉઝ કરવાનું હોય, સોશિયલ મિડિયા પર કેચ અપ કરવાનું હોય કે તમારા ફેવરીટ શો સ્ટ્રીમ કરવાના હોય, કોઈ પણ પ્રકાશની સ્થિતિમાં બેજોડ વ્યુઈંગ અને સ્મૂધ સ્ક્રોલિંગ અનુભવ પ્રદાન કરે છે. ગેલેક્સી ટેબ A11માં ડોલ્બી- એન્જિનિયર્ડ ડ્યુઅલ સ્પીકર્સ છે, જે મુવીઝ, મ્યુઝિક કે વિડિયો કોલ્સ માટે પરફેક્ટ સમૃદ્ધ, મલ્ટીડાયમેન્શનલ ઓડિયો પ્રદાન કરે છે.

6nm- આધારિત ઓક્ટા- કોર પ્રોસેસર દ્વારા પાવર્ડ ગેલેક્સી ટેબ A11 ઝડપી અને પાવર કાર્યક્ષમ પરફોર્મન્સ આપે છે, જે આસાન મલ્ટીટાસ્કિંગ માટે આદર્શ છે. તેમાં 5100mAh બેટરી પેક છે,સ જે બ્રાઉઝિંગ, ગેમિંગ અને બિંજ- વોચિંગનાં લાંબાં સત્રોને ટેકો આપે છે.

ગેલેક્સી ટેબ A11 વધુ શાર્પ, સાફ વિડિયો કોલ્સ માટે 5MP ફ્રન્ટ કેમેરા સાથે આવે છે. તમે પરિવાર સાથે કેચિંગ અપ કરવા માગતા હોય કે તમારી ટીમ સાથે જોડાણ કરવાનું હોય બહેતર ક્લેરિટી દરેક એક્સપ્રેશનને જીવન જેવી બારીકાઈ જોવાની અનુકૂળતા આપે છે.

ક્લાસિક ગ્રે અને સિલ્વરમાં ઉપલબ્ધ ગેલેક્સી ટેબ A11 8GB સુધી મેમરી આપે છે, જે ઝડપી અને આસાન મલ્ટીટાસ્કિંગ અભિમુખ બનાવે છે. તે 128GB સ્ટોરેજ સાથે આવે છે, જે વિશાળ ફાઈલ્સ માટે ભરપૂર જગ્યા પૂરી પાડે છે. ઉપરાંત ઉપભોક્તચાઓ સ્ટોરેજને microSD કાર્ડ સાથે 2 TB સુધી સ્ટોરેજ વિસ્તારી શકે છે.

કિંમત અને ઉપલબ્ધતાઃ

ગેલેક્સી ટેબ A11 Samsung.com, એમેઝોન, ફ્લિપકાર્ટ અને ચુનંદા રિટેઈલ સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે.

પ્રોડક્ટ કનેક્ટિવિટી RAM સ્ટોરેજ કિંમત બેન્ક કેશબેક
ગેલેક્સી ટેબ A11 WiFi 4GB 64GB INR 12999 INR 1000
ગેલેક્સી ટેબ A11 LTE 4GB 64GB INR 15999 INR 1000
ગેલેક્સી ટેબ A11 WiFi 8GB 128GB INR 17999 INR 1000
ગેલેક્સી ટેબ Tab A11 LTE 8GB 128GB INR 20999 INR 1000

 

 

Related posts

જાવા યઝદી મોટરસાઇકલ્સની સૌથી વધુ વેચાતી યઝદી એડવેન્ચર અને રોડસ્ટર હવે ઉપલબ્ધ છે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર

truthofbharat

મારુતિ સુઝુકી સાથે ભારત ઇલેક્ટ્રિક બની રહ્યું છે. એક ભારત, એક EV પ્લેટફોર્મ

truthofbharat

ભારતનો સૌપ્રથમ મ્યુઝિક સીન પ્રતીક્ષા કરે છે: કોક સ્ટુડીયો ભારત લાઇવ દિલ્હી અને ગુવાહાટીમાં જાન્યુઆરી 2026માં યોજાશે

truthofbharat