Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પરમ તત્વ માતા પણ બની શકે છે અને બાપ પણ બની શકે.

પરમ સત્ય સામે આવે ત્યારે નાનકડા સત્યનું બલિદાન દેવાતું હોય છે.
ઉષા,જાગૃતિ,સંધ્યા,નિશા અને નિદ્રા-પ્રકૃતિ પંચક છે.
ઈશ્વર મળી ગયા પછી પણ યજ્ઞ,દાન અને તપ છોડવા ન જોઈએ.

અનેક સંતો-મહંતો નામી કલાકારો અને શબ્દ સાધકોની બહોળી હાજરી વચ્ચે અત્રે મેદાન ઘાટકોપર ખાતે ચાલતી રામકથા સાતમા દિવસમાં પહોંચી ત્યારે જણાવ્યું કે આપણે બધાએ રાષ્ટ્રને માતા પણ કહી છે અને પિતા પણ કહ્યું છે.વંદે માતરમ કહી અને બંકિમ બાબુએ મા ના રૂપમાં વંદના કરી છે.રાષ્ટ્ર પિતા પણ છે,પુરુષ છે.સારા વક્તવ્યના માલિક રાષ્ટ્રપુરુષ દિવંગત અટલ બિહારી બાજપાઈએ રાષ્ટ્રને રાષ્ટ્રપુરુષ કહ્યું છે.એમાં મસ્તક, કાન,ખભા,કટી ભાગ,ચરણ શું છે એની આખી છબી પણ રજૂ કરી છે.બહુધા મા ક્યારેય બાપ નથી બની શકતી,બાપ ક્યારેય મા નથી બની શકતો.પરંતુ પરમ તત્વ,ઈષ્ટ,દેવ,ગુરુ,ઇષ્ટ શાસ્ત્ર-જે પરમ છે એ માતા પણ બની શકે છે અને બાપ પણ બની શકે.

પરમ સત્ય સામે આવે ત્યારે નાનકડા સત્યનું બલિદાન દેવાતું હોય છે.આથી જ પરમ પવિત્ર, પરમપાલન,પરમભાવન,પરમ કરુણા,પરમ પ્રેમ,પરમ તીર્થ,પરમ મંત્ર,પરમસુત્ર,પરમ ગ્રંથ.. આવા ઘણા અર્થ થાય.પરમ છે જે આપણી માતા બની શકે છે રાષ્ટ્ર પણ પરમ છે એટલે જ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ,ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ..પરમાત્માને એવું કહેવાય છે.પરમાત્મા આપણા માટે બધું જ છે પરંતુ પરમપુરુષ મળી જાય તો સમજો કે આપણને મા, બાપ,સખા,ભાઈ,ભગિની બધું જ મળી ગયું છે. પ્રકૃતિમાં પણ એક માતૃ પંચક છે જેને આપણે પ્રકૃતિ પંચક કહી શકીએ.

જેમાં છે:ઉષા-ઉષા તત્વ માતા છે.ઓશો જેને અમૃત વેળા કહે છે.આપણે છેલ્લી વખત સૂર્ય ક્યારે જોયો હશે!કોઈ જાણતું નથી,સતત દોડધામ..સાથે-સાથે બાપુએ જણાવ્યું કે ફરી એક વર્ષ પછી બોરીવલીમાં કથા ગાનનો મનોરથ છે ૉ.
મન,બુદ્ધિ,ચિત રાખવું પણ અહંકારને ઓવરટેક કરી જાઓ.

જાગૃતિ આપણી માતા છે.એટલે જ કઠોપનિષદનો મંત્ર ઉત્તિષ્ઠત: જાગ્રત: પ્રાપ્ય વરાનિબોધત.. ને પોતાનો જીવન મંત્ર વિવેકાનંદજીએ બનાવ્યો.

સંધ્યા માતા છે.સંધ્યા વખતે ઈશ્વર અને હરિના નામનું સ્મરણ વધારે ફળદાઈ છે.કવિ દાદે સંધ્યા ઉપર પદ પણ લખ્યું છે.

એ જ રીતે નિશા એટલે કે રાત્રી પણ માતા છે.ભજન પુરુષો રાત્રીના જાગતા હોય છે.
નિંદ્રા એ આપણી મા છે.જે દિવસભરનો થાક ઉતારી આપે છે.
એ જ પ્રકારે બીજું એક માતૃ પંચક જેમાં એક માતા રામ માતુ,લક્ષમણમાતુ,ભરત માતા,હનુમંત માતા અને સીતા માતાનું માતૃ પંચક છે.

બાલકાંડમાં ત્રણ વખત પ્રગટ શબ્દ આવ્યો છે જે યજ્ઞ,દાન અને તપ તરફ સંકેત કરે છે.આ ત્રણેય વસ્તુ બુદ્ધિમાનની બુદ્ધિને વારંવાર શુદ્ધ કરે છે.એટલે જ ઈશ્વર મળી ગયા પછી પણ યજ્ઞ,દાન અને તપ છોડવા ન જોઈએ.
રામ પ્રાગટ્ય પછી જાણે એક મહિનાનો દિવસ થયો.ચારે રાજકુમારોનો નામકરણ સંસ્કાર થયો

નામકરન કર અવસર જાની;
ભૂપ બોલે પઠએ મુનિ ગ્યાની,
જો આનંદ સિંધુ સુખ રાસિ;
સિકર તૈ ત્રૈલોક સુપાસી,
સો સુખ ધામ રામ અસ નામા;
અખિલ લોક દાયક વિશ્રામા
ચુડાકરણ અને ગુરુ પાસે વિદ્યાસંસ્કાર માટે ગયા.

Related posts

મારો મારગ વિશ્વાસનો છે. મેં જે કાંઈ મેળવ્યું છે એ વિશ્વાસથી જ મેળવ્યું છે – પૂજ્ય બાપુ

truthofbharat

‘શક્તિ સંધ્યા સીઝન3’માં ખેલૈયાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ : દિવ્યા ચૌધરીના તાલે ૧૦,૦૦૦થી વધુની જનમેદની ગરબે ઘૂમી!

truthofbharat

લેનદેનક્લબ ગ્રુપ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫માં વેરા પછીના નફામાં વર્ષ દર વર્ષ ૩૪૦ ટકા સાથે રૂ. ૩૪ કરોડ અને મહેસૂલમાં રૂ. ૨૩૬ કરોડનો ઉછાળો

truthofbharat