Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જે વાણીની પાછળ અર્થ દોડે એ સાધુવાણી-ઋષિવાણી કહેવાય અને અર્થની પાછળ જે વાણી દોડે એ અસાધુ વાણી છે.

ગૌરી,ગાયત્રી,ગંગા,ગીતા અને ગૌમાતા આપણું માતૃપંચક છે.

માતારુપી ગુરુ સંશય,સંદેહ અને ભ્રમ મટાડે છે કારણ કે આ ત્રણેયથી મોહ ઉત્પન્ન થાય છે,ગુરુ મોહ મટાડવાનું કાર્ય કરે છે.

શાસ્ત્ર આપણને પ્રકાશિત કરે છે.

ગૌમાતા ગૌ માતાને પ્રેમ કરો એના પંચગવ્યનું સેવન કરો.

ઘાટકોપર-મુંબઇમાં ચાલી રહેલી રામકથાના ત્રીજા દિવસે ગત ગતરાત્રિના થયેલા કાર્યક્રમો,પદ્મશ્રી જગદીશ ત્રિવેદી દીગુ બાપુ તેમજ સૌરભ શાહને બાપુ મળ્યા એના વિશેની વાત કરી અને કવિતાનું પઠન પણ કર્યું.

ધર્મને ચાર ચરણ છે પણ દ્વાપરયુગમાં એક ચરણ કપાયોત્રેતા યુગમાં બીજું અને કળિયુગમાં માત્ર એક જ ચરણ છે જેનું નામ છેઃદાન.સતયુગમાંચારેય ચરણ હતા એમ કહી અને બતાવ્યું કે લંડનથી એક પરિવારે ૧૦૦કરોડના દાનની વાત કરી છે એનું કહેવું છે કે ૩૦૦ કરોડ સુધીનો મનોરથ છે.સાથે સાથે રાત્રે કિર્તીદાન અને માયાભાઈનાં લોક ડાયરા વિશેની પણ વાત કરી અને કહ્યું કે વાણીની પાછળ અર્થ દોડે એ સાધુવાણી-ઋષિવાણી કહેવાય અને અર્થની પાછળ જે વાણી દોડે એ અસાધુ વાણી છે.

શબ્દ મરતો નથી પરંતુ અદ્રશ્ય થાય છે કોઈ ઋષિ બોલે ત્યારે પ્રગટ થાય છે. દુર્ગાનો સ્વભાવ છે આપણને દુર્ગથી મુક્ત કરે છે.ગોસ્વામીજીરામને કોટી કોટી દુર્ગાનું રૂપ છે એવું કહ્યું છે.

માતૃ પંચકમાં બીજી પાંચ માતાઓની વાત કરતા કહ્યું કે વંદેમાતરમ માટે મૂળ તો પરામ્બા જગદંબા ભગવતી છે જે મૂળ છે.બીજીવેદમાતાગાયત્રી.પહેલી ગૌરી માતા બીજી ગાયત્રી માતા.ત્રીજીગંગામાતા,ચોથી ગીતામાતા અને પાંચમી ગૌમાતા વિશે વાત કરતા કહ્યું કે બંકિમ બાબુ કહે છે કે હાથમાં તારી શક્તિ છે અને હૃદયમાં તે આપેલી ભક્તિ છે.ગુરુ પણ મા છે ગુરુ એ ગૌરી છે.માતારુપી ગુરુ સંશય,સંદેહ અને ભ્રમ મટાડે છે કારણ કે આ ત્રણેયથી મોહ ઉત્પન્ન થાય છે ગુરુ મોહ મટાડવાનું કાર્ય કરે છે.

ગાયત્રી માતા આપણી બુદ્ધિને પ્રકાશિત કરે છે શુદ્ધ કરે છે બુદ્ધિને પ્રભાવિત કરનાર ઘણા છે પણ પ્રકાશિત કરવું સહેલું નથી,મદારી પણ પ્રભાવિત કરી શકે છે.શાસ્ત્ર આપણને પ્રકાશિત કરે છે.ગંગા માતા આપણને પાપથી મુક્ત કરે છે ચોથી ગીતા માતા એ આપણને વિષાદથી મુક્ત કરે છે એટલે જ ગીતાજીનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે.

વિનોબાજી,પાંડુરંગ દાદા, અખંડાનંદ સરસ્વતી જેવા મનીષીઓજ્ઞાનાનંદજી, ડો.રાધાકૃષ્ણન અને વિદેશીઓ દ્વારા ગીતાજીના અનેક ભાષ્યો થયા છે.જોડીયામાં વિરાગ મુનિ પણ પિતા ગીતાજી વિદ્યાલય ચલાવતા હતા યુવાન ભાઈ બહેનોને ખાસ અપીલ કરતાં કહ્યું કે આપ ગ્રંથિ મુક્ત હોવ તો તમારી ઝોળીમાં ગીતા અને રામાયણ સાથે રાખજો કારણ કે શાસ્ત્ર આપણને પ્રકાશિત કરે છે.પાંચમીગૌમાતા ગૌ માતાને પ્રેમ કરો એના પંચગવ્યનું સેવન કરો.

કથા પ્રવાહમાં રામકથાનું પ્રાગટ્ય રામનવમીના દિવસે થયું એની વાત કરી અને કહ્યું કે હરિ અનંત છે છે એટલે હરિ કથા પણ અનંત છે.કથા શા માટે?લોકોને ભૂખ અને તરસ છે એટલે કથામાતા તરફ દોડે છે.

++++++++++

Related posts

એન્ટી-કરપ્શન કમિટીએ વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યા

truthofbharat

તહેવારો અને શીયાળાની રજાઓ પહેલાં કેરળ પર્યટન સમગ્ર ભારતમાં નવા ઉત્પાદનો, અને અનુભવો રજૂ કરશે

truthofbharat

ઉષા ઇન્ટરનેશનલના નવા નેક્સ્ટ-જનરેશન પંખા તમારા ઉનાળાને કૂલ બનાવશે

truthofbharat