- મેટ્રો સિવાયના શહેરોમાંથી લગભગ 70% ક્રેએટરના નેતૃત્વ હેઠળની ખરીદીઓ
- 1.25 લાખથી વધુ ક્રિએટરો હવે એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામનો ભાગ બન્યા
નવી દિલ્હી | ૧૮મી નવેમ્બર ૨૦૨૫ — એમેઝોન ઇન્ડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, આ વર્ષે તેના ક્રિએટર પ્રોગ્રામોએ 2 કરોડથી વધુ ખરીદદારો માટે ક્રિએટર-આધારિત સર્ચને આગળ ધપાવી છે. તહેવારોની મોસમ પહેલાં 1 લાખ ક્રિએટર હતા જે હાલમાં વધીને 1.25 લાખથી વધુ થઈ ગયા છે એટલે કે માત્ર થોડા મહિનામાં એમેઝોનના ક્રિએટર પ્રોગ્રામો 25% વધ્યા છે, જે ક્રિએટરના નેતૃત્વ હેઠળની ઉદ્યમિતાનું જતન કરવામાં બજારની વધતી ભૂમિકાને રેખાંકિત કરે છે. હવે, લગભગ 70% ક્રિએટરના નેતૃત્વ હેઠળની ખરીદી કરનાલ, ભુવનેશ્વર, વિજયવાડા અને દેહરાદૂન જેવા બિન-મેટ્રો શહેરોમાંથી આવે છે. એમેઝોનના બે તૃતીયાંશથી વધુ ક્રિએટર 500થી વધુ બિન-મેટ્રો પિન કોડ્સના છે, જે સમગ્ર ભારતમાં ક્રિએટર કોમર્સ અને પ્રાદેશિક ક્રિએટર્સના વધી રહેલા પ્રભાવ પર પ્રકાશ પાડે છે.
ક્રિએટરોએ મનોરંજન અને કોમર્સ વચ્ચેનો અંતરાય દૂર કર્યો હોવાથી આ વખતની તહેવારોની મોસમમાં, 40 લાખથી વધુ ગ્રાહકોએ ક્રિએટરો દ્વારા પ્રોડક્ટ્સ સર્ચ કરી હતી, જેમાં લાઇફસ્ટાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, બ્યૂટી અને ઘર વપરાશની કેટેગરીમાં સૌથી વધુ આકર્ષણ જોવા મળ્યું હતું.
એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામમાં હવે ટેકનોલોજી, ફેશન, જીવનશૈલી, પેરેન્ટિંગ, ફિટનેસ અને તે સિવાયના ક્ષેત્રોમાં 1.25 લાખથી વધુ ક્રિએટરો છે. આ પ્રોગ્રામથી ક્રિએટરો સંપાદકીય સ્વતંત્રતા સાથે અનુરૂપ સંલગ્ન કન્ટેન્ટનું ઉત્પાદન કરીને તેમના સર્જનાત્મક દૃષ્ટિકોણને અનુસરી શકે છે, જેથી તેમના પ્રેક્ષકો સાથે અધિકૃત જોડાણ સ્થાપિત કરવાનું તેમને પ્રોત્સાહન મળે છે. આ ઉપરાંત, ફેશન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામ અને તાજેતરમાં રજૂ કરવામાં આવેલા ટેક ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામ જેવા વિશિષ્ટ વર્ટિકલ્સ પણ છે જેનાથી વ્યક્તિગત સ્ટોરફ્રન્ટ્સ તૈયાર કરવા અને સમગ્ર ભારતમાં ગ્રાહકો સાથે પડઘો પાડતા ઇન્ટરેક્ટિવ શોપિંગ અનુભવો પ્રદાન કરવા માટે ક્રિએટરો સશક્ત બને છે.
Amazon.in પર એક અનોખા લાઇવ શોપિંગ પ્રોગ્રામ ‘એમેઝોન લાઇન’ જેવા ઇન્ટરેક્ટિવ ફોર્મેટથી, ગ્રાહકો પ્રોડક્ટ્સને પ્રદર્શિત કરી રહેલા કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે સીધો સંવાદ કરી શકે છે, ક્રિએટરો ગ્રાહકોના પ્રશ્નોના જવાબ આપી શકે છે, મર્યાદિત સમયગાળાની ડીલ્સ ઓફર કરી શકે છે અને ગ્રાહકોને માહિતીસભર નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે. માત્ર 30 દિવસમાં, ગ્રાહકોએ Amazon.in પર ક્રિએટર-સંચાલિત સામગ્રી જોવામાં રેકોર્ડ 43 મિલિયન મિનિટ વિતાવી હતી.
એમેઝોન ઇન્ડિયામાં શોપિંગ એક્સપિરિયન્સના ડિરેક્ટર ઝાહિદ ખાને જણાવ્યું હતું કે, “ક્રિએટરો ભારતીયોની ખરીદી કરવાની રીતને ફરીથી પરિભાષિત કરી રહ્યા છે અને ગ્રાહકો દ્વારા આજના સમયમાં પ્રોડક્ટ્સ શોધવાની રીત, સંશોધન કરવાની રીત અને ખરીદવાની રીતમાં તેઓ કેન્દ્ર છે. એમેઝોનના ક્રિએટર પ્રોગ્રામ્સ જેમ કે એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામ અને એમેઝોન લાઇવ અને શોપિંગ વીડિયો દ્વારા, અમે દેશના દરેક ખૂણાના સ્ટોરીટેલર્સને (વાર્તાકારો) તેમના જુસ્સાને ઉદ્યમિતામાં રૂપાંતરિત કરવા માટે સશક્ત બનાવી રહ્યા છીએ. આ વર્ષમાં થયેલી વૃદ્ધિ સાબિત કરે છે કે ક્રિએટરોના નેતૃત્વ હેઠળની શોધ ઇ-કોમર્સમાં પરિવર્તન લાવી રહી છે – શોપિંગને વધુ અધિકૃત, ઇન્ટરેક્ટિવ અને દેશના ઊંડાણમાં ગ્રાહકો માટે સુલભ બનાવી રહી છે. અમારા ક્રિએટર પ્રોગ્રામ્સ દ્વારા, અમે સતત ભારતના ઝડપથી વિકસી રહેલા ક્રિએટર અર્થતંત્રને સશક્ત બનાવતા રહીશું”.
Amazon.in AI-સંચાલિત પર્સનલાઇઝેશન, ઇમર્સિવ વીડિયો કોમર્સ અને ક્રિએટર-નેતૃત્વ લાઇવસ્ટ્રીમ્સ દ્વારા શોધને સતત વધારે છે, શોર્ટ-ફોર્મ અને લાઇવ કન્ટેન્ટ ફોર્મેટમાં એકીકરણને વધુ ગાઢ બનાવે છે, જેથી Amazon.in પર ગ્રાહકોની મુસાફરી સરળ બની શકે. એમેઝોન લાઇવ ઇન-એપ જેવા કાર્યક્રમો ઉપરાંત, કંપની દ્વારા ટૂંક સમયમાં ઇમર્સિવ શોર્ટ શોપિંગ ક્રિએટર વિડિઓઝ લોન્ચ કરાશે, જેનાથી ગ્રાહકોને તેમની શોપિંગ યાત્રા દરમિયાન સંદર્ભિત રીતે સેવા આપવામાં આવશે.
Amazon.in ભારતમાં ક્રિએટર નેટવર્કમાં એમેઝોન લાઇવ અને શોપિંગ વીડિયો, એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામ, સ્પેશિયલ કેટેગરી પ્રોગ્રામો, ક્રિએટર સેન્ટ્રલ, ક્રિએટર યુનિવર્સિટી, એલિવેટ અને ક્રિએટર કનેક્ટ જેવા કાર્યક્રમો સાથે સતત રોકાણ કરે છે જે ઇન્ફ્લુએન્સરોને શીખવા, જોડાવવા અને વિકાસ કરવા માટે એક માધ્યમ પૂરું પાડે છે. એમેઝોન ક્રિએટર પ્રોગ્રામો ઇન્ફ્લુએન્સરોને એડવાન્સ્ડ એનાલિટિક્સ, પરફોર્મન્સ સંબંધિત આંતરસૂઝ અને મનીટાઇઝેશન ટૂલ્સથી સજ્જ કરે છે જેથી તેઓ દીર્ઘકાલિન વિકાસ કરી શકે અને ભારતના સમૃદ્ધ ડિજિટલ અર્થતંત્રમાં તેમના વિકાસને ઉત્પ્રેરિત કરી શકે.
==========
