Truth of Bharat
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

જૈન લોટસ ગ્રુપ પરિવારનું દિવાળી ગેટ ટુ ગેધર સરગમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયું

ગુજરાત, અમદાવાદ | ૧૭મી નવેમ્બર ૨૦૨૫ — જૈન લોટસ ગ્રુપ પરિવાર દ્વારા સરગમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય ‘દિવાળી ગેટ-ટુ-ગેધર’ અને સ્નેહમિલનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળી પર્વ બાદ સભ્યો એકબીજાને મળીને નૂતન વર્ષના અભિનંદન પાઠવે અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભાવતા ભોજનનો આનંદ માણે તે મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ સંમેલનનું વિશેષ આકર્ષણ સ્વામીનારાયણ સંપ્રદાયના જાણીતા ધર્મ ધુરંદર, ડોક્ટર શ્રી જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રેરક પ્રવચન રહ્યું હતું. તેમણે ‘સમાજના મૂલ્યો અને સિદ્ધાંતો’ વિષય પર સવિસ્તાર પ્રવચન આપ્યું હતું, જેનો સંસ્થાના સભ્ય મિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી રાકેશભાઈ આર શાહ GSEC લિમિટેડ તથા જૈન કલ્ચરલ ગ્રુપના ચેરમેન. શ્રી નરહરિભાઇ અમીન (રાજ્ય સભાના સભ્ય શ્રી ), ડોક્ટર શ્રી કુમારપાળ દેસાઈ (પદ્મશ્રી), શ્રી ચેતનભાઇ શાહ (કર્ણાવતી ક્લબના પ્રમુખ )વિશેષ હાજરી આપી હતી. ખૂબ જ ઊષ્મા ભર્યા વાતાવરણમાં પ્રસંગ યોજાયો હતો.

Related posts

મહાદેવને જયજયકાર: થાંડેલ ના “નમો નમઃ શિવાય” ગીતનું અનાવરણ

truthofbharat

બેંકિંગ થી બાર્બેલ્સ સુધી: લકી વલેચાની ઇન્સ્પાયરિંગ ફિટનેસ જર્ની

truthofbharat

ત્રણ વર્ષ, 19 મિલિયન મુસાફરો: અકાસા એર દ્વારા વિક્રમી વૃદ્ધિની ઉજવણી

truthofbharat