Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પોલિકેબ હાઉસ વાયર્સ માટે ‘ગ્રીન પ્રો’ પ્રમાણપત્ર મેળવનાર ભારતની પ્રથમ કંપની

મુંબઇ | 11 નવેમ્બર 2025: ભારતની અગ્રણી કેબલ અને વાયર્સ ઉત્પાદન કંપની પોલિકેબ હાઉસ વાયર્સ કેટેગરીમાં તેની ફ્લેગશિપ પ્રોડક્ટ પોલિકેબ ગ્રીન વાયર્સ+ માટે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી-ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (CII-IGBC)  તરફથી પ્રતિષ્ઠિત ગ્રીનપ્રો સર્ટિફિકેશન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કંપની બની છે.

આ માન્યતા સલામત, પર્યાવરણલક્ષી, ટકાઉ અને સારી કામગીરી આપતા ઇલેક્ટ્રિક ઉત્પાદનો રજૂ કરવાની પોલિકેબની અતૂટ પ્રતિબધ્ધતા પર ભાર મૂકે છે. ગ્રીનપ્રો સર્ટિફિકેશન તેની લાઇફસાઇકલ-રો મટિરિયલ સ્રોતથી માંડીને ઉત્પાદન, વપરાશ અને નિકાલ-માં પ્રોડક્ટની પર્યાવરણીય ઉત્કૃષ્ટતાને સમર્થન આપે છે અને ઇલેક્ટ્રિક ઉદ્યોગમાં હરિત નવીનીકરણને આગળ ધપાવવામાં પોલિકેબની અગ્રણી સ્થિતિ પર ભાર મૂકે છે.

ગ્રીનપ્રો સર્ટિફિકેશન પ્રતિષ્ઠિત ઇકો-લેબલ છે, જે લાઇફસાઇકલ દરમિયાન પર્યાવરણીય કામગીરીનાં આધારે પ્રોડક્ટ્સનું મૂલ્યાંકન કરે છે. પોલિકેબ ગ્રીન વાયર+ સલામતી, ટકાઉપણા માટેનાં કડક માપદંડોનું પાલન કરે છે અને પર્યાવરણીય અસરો ઘટાડે છે, જે તેને ઘર અને કમર્શિયલ પ્રોજેક્ટ્સ માટે આદર્શ બનાવે છે.

ભારતનું ગ્રીન બિલ્ડિંગ સેક્ટર 12 ટકાનાં સીએજીઆર (CAGR) વૃઘ્ધિ કરી રહ્યું છે અને વિવિધ સર્ટિફિકેશન પ્રોગ્રામ હેઠળ 10 અબજ સ્કવેર ફુટથી વધુ રજીસ્ટ્રેશન છે ત્યારે પર્યાવરણીય રીતે જવાબદાર અને ઉર્જા કાર્યક્ષમ પદાર્થોની માંગ વધી રહી છે. ગ્રીનપ્રો સર્ટિફાઇડ વાયર્સ સલામત, તંદુરસ્ત અને હરિયાળા સ્થળોનાં નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા સજ્જ છે.

પોલિકેબ ગ્રીન વાયર્સ+ નું ઉત્પાદન 99.97 ટકા શુધ્ધ તાંબા દ્વ્રારા થાય છે અને 90 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની ગરમીનો સામનો કરી શકે છે, જે ચડિયાતી કામગીરી અને સલામત ઉર્જા પ્રદાન કરે છે. તે સીસારહિત છે અને કટોકટી દરમિયાન ઓછો ધુમાડો અને ઓછું ઝેરી ઉત્સર્જન ધરાવે છે જેને કારણે આરોગ્યને નુકસાન ઘટે છે. પોલિકેબનાં વાયરો કરન્ટ વહન કરવાની ઊંચી ક્ષમતા ધરાવે છે અને તે ઉંદરો, ભેજ અને ઘર્ષણ સામે આંતિરક રક્ષણ સાથે આવે છે, જે ટકાઉપણું સુનિશ્ચિત કરે છે. ફ્લેમસ્ટોપ ટેકનોલોજીથી સજ્જ અને REACH તથા RoHS અનુપાલન તરીકે પ્રમાણિત પોલિકેબ ગ્રીન વાયર્સ+ 250થી વધુ જોખમી પદાર્થોથી મુક્ત છે, જે ગ્રાહકો માટે સલામતી સુનિશ્ચિત કરે છે અને પર્યાવરણ માટે પણ હાનિકારક નથી.

આ સિધ્ધિ અંગે પોલિકેબ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ પ્રેસિડન્ટ અને ચીફ બિઝનેસ ઓફિસર (B2C) ઇશ્વિન્દર સિંહ ખુરાનાએ જણાવ્યું કે, પોલિકેબમાં સલામતી અને સાતત્યતા માત્ર ધ્યેજ નથી, તે જવાબદારી પણ છે. હાઉસ વાર્યર્સ કેટેગરીમાં ગ્રીનપ્રો સર્ટિફિકેશન પ્રાપ્ત કરનાર ભારતની પ્રથમ વાયર કંપની બનવી એ ગૌરવપૂર્ણ સીમાચિહ્ન છે, જે સલામત ઘરો અને હરિત ભાવિ પ્રત્યેની અમારી પ્રતિબધ્ધતા પ્રદર્શિત કરે છે. આ સિધ્ધિ ઇલેક્ટ્રિકલ સોલ્યુશન્સ પૂરા પાડવાની અમારી લાંબા ગાળાની દ્રષ્ટિને મજબૂત કરે છે. આ પ્રોડક્ટ્સ વિશ્વાસપાત્ર અને ઉચ્ચ કામગીરી કરવાની સાથે સાથે તમારા અને પર્યાવરણ માટે પણ સલામત છે.

**********

Related posts

રામમાતુ,ભરતમાતુ,લક્ષ્મણમાતુ ,સીતામાતુ અને મારુતિમાતુ-એ માતૃપંચક છે.

truthofbharat

કોક ઝીરો અને સ્વીગ્ગી ઇન્સ્ટામાર્ટ ટાઇગર શ્રોફ સાથે ત્વરીત તાજગી પૂરી કરે છે

truthofbharat

ડાબર અને રેકિટ પર્સનલ કેર પ્રોડક્ટ્સ હવે મીશો મોલ પર ઉપલબ્ધ છે

truthofbharat