હેલિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ એ એક પ્રમુખ હેલ્થકેર ટેકનોલોજી કંપની છે જે AI-આધારિત પ્રેવેન્ટીવે કેર, હૃદય આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે
ગુજરાત, અમદાવાદ | ૦૯ નવેમ્બર ૨૦૨૫ — નવેમ્બર 2025 માં હેલિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ અને સ્વામિનારાયણ યુનિવર્સિટી અને એલાઇડ ઇન્સ્ટિટ્યૂટ્સ વચ્ચે Memorandum of Understanding (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કરારનું પ્રતિનિધિત્વ શ્રીમાન પરેશ મસાણી, Founder & CEO, હેલિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ અને પ્રો. ડૉ. રૂપેશ વસાણી, Vice Chancelor, સ્વામિનારાયણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં યુનિવર્સિટીના Campus Director ડૉ. ગુંજન શાહ અને પીએસએમ હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજના CEO & Additional dean ડૉ. વિજય પંડ્યા, તેમજ હેલિયસ વેલનેસ તરફથી શ્રી કાવ્યા દવે, Co-Founder & COO અને ડૉ. અક્ષત પટેલ, Associate, Product & Clinical Operations મેનેજર ઉપસ્થિત રહ્યા હતા.
હેલિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ એ એક પ્રમુખ હેલ્થકેર ટેકનોલોજી કંપની છે જે AI-આધારિત પ્રેવેન્ટીવે કેર, ડિજિટલ આરોગ્ય અને હૃદય આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સહયોગનો હેતુ યુનિવર્સિટીની શૈક્ષણિક કુશળતાને હેલિયસ વેલનેસના ટેકનોલોજી અનુભવ સાથે જોડવાનો છે જેથી આરોગ્યસંભાળ શિક્ષણ, સંશોધન અને નવીનતામાં વધારો થાય.
એમઓયુના ભાગ રૂપે, સ્વામિનારાયણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હેલિયસ વેલનેસમાં ઇન્ટર્નશિપ, અને રિસર્ચ પ્રોજેક્ટ્સ ની તકો મળશે. બંને સંસ્થાઓ આરોગ્યસંભાળમાં અનુભવ પ્રદાન કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે વર્કશોપ, સેમિનાર, કોમ્યુનિટી હેલ્થ પ્રોજેક્ટ, ક્લિનિકલ રિસર્ચ, એકેડેમિક વર્ક અને પબ્લીક હેલ્થ ઇનોવેશન પર પણ સાથે મળીને કામ કરશે. આ ભાગીદારી ડિજિટલ આરોગ્ય, અને AI-સંચાલિત હૃદય સંશોધન પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે આરોગ્યસંભાળ ક્ષેત્ર માટે કુશળ વિદ્યાર્થીઓ અને સંશોધકોને વિકસાવવામાં મદદ કરશે.
હેલિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડના શ્રીમાન પરેશ મસાણી અને શ્રી કાવ્યા દવેએ ભારતમાં પ્રેક્ટિકલ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ અને સંશોધકોને સશક્ત બનાવવા અને આરોગ્યસંભાળ નવીનતાને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.
==========
