પ્રવાસીઓ પ્રીમિયમ સ્ટેઝ અપનાવે છે, મૂલ્યની શોધ કરે છે અને વ્યાપક રીતે એક્લપ્લોર કરવાનું અપનાવે છે, જે વહેલી પ્રવાહો ભારતના ઉત્ક્રાંતિ પામતા પ્રવાસ વર્તનને પ્રદર્શિત કરે છે
ગુરુગ્રામ | ૦૪ નવેમ્બર ૨૦૨૫ — મેકમાયટ્રિપના આરંભિક ‘ટ્રાવેલ કા મુહૂરત’ (29 ઓક્ટોબરથી 3 નવેમ્બર)ના પ્રથમ છ દિવસના પ્રાથમિક પ્રવાહો એડવાન્સ ફ્લાઈટ નિયોજન, વ્યાપક ડેસ્ટિનેશન ખોજ અને પ્રીમિયમ સ્ટેઝ પર વધુ ભાર આપવામાં આવ્યો હોવાનું જણાયું છે. આ સાથે પ્રવાસીઓએ ડીલ્સ અને ઓફર્સ થકી મૂલ્ય પ્રાપ્ત થાય તેવું વલણ ચાલુ રાખ્યું છે. વર્ષાંતની ફ્લાઈટ્સ માટે વહેલા બુકિંગ નીચા મૂળથી બેગણા થયા છે, જે ત્યાર બાદના તબક્કામાં પારંપરિક બુકિંગ થતા હોય ત્યાં મુકામ માટે ઉત્તમ મુખ્ય સંકેતક છે. પ્રીમિયમાઈઝેશન અને કેટેગરી મુકામ માટે મુખ્ય હાઈલાઈટ્સ બની રહી છે.
પ્રથમ છ દિવસમાં બુક કરાયેલા પ્રવાસ વિવિધ કેટેગરીઓમાં સહભાગનો ઉચ્ચ સ્તર અધોરેખિત કરે છે. ઘરઆંગણાના મોરચે પ્રવાસીઓએ છ દિવસના સમયગાળામાં ભારતમાં ફલાઈટ્સના બુકિંગ કર્યા છે. રસપ્રદ રીતે ઈન્ટરનેશનલ ફલાઈટ્સ બુકિંગ 115 દેશમાં 362 એરપોર્ટસ માટે થયાં છે, જ્યાં 113 એરલાઈન્સ દ્વારા સેવા અપાય છે. મુકામને મોરચે ઈન્ટરનેશનલ મુકામના બુકિંગમાં 109 દેશનાં 834 શહેરમાં 7911 અજોડ પ્રોપર્ટીઓનો સમાવેશ થાય છે, જ્યારે ઘરઆંગણે પ્રવાસીઓએ વર્ષમાં પહેલી વાર વેચાયેલી 603 પ્રોપર્ટીઓ સહિત 1441 ભારતીય શહેરોમાં 40,038 અજોડ પ્રોપર્ટીઓ માટે બુકિંગ કર્યું હતું.
પ્રવાસીઓએ મૂલ્ય પર ધારદાર નજર રાખવા સાથે પ્રીમિયમાઈઝેશન દાખલારૂપ થીમ રહી છે. ડોમેસ્ટિક હોટેલ શ્રેણીમાં દરેક ત્રીજું બુકિંગ 4 કે 5 સ્ટાર પ્રોપર્ટીનું હતું, જે 1.7થી 1.8 રાત સુધી સરેરાશ મુકામની લંબાઈમાં સહેજ વધારો દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 4 અને 5 સ્ટાર મુકામમાં 64.5 ટકા બુકિંગ જોવા મળ્યા હતા, જેમાં સરેરાશ 4.9 રાતના મુકામનો સમાવેશ થતો હતો. પ્રવાસીઓએ પ્રીમિયમ સ્ટેઝમાંથી અપગ્રેડ કર્યું છે, પરંતુ મૂલ્ય સતર્ક રહ્યા છે, જેમાં 96 ટકા ડોમેસ્ટિક હોટેલ બુક કરનારે એચડીએફસી બેન્ક, આઈસીસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્ક તથા વિઝા અને રુપેના નેટવર્ક પાર્ટનર્સ સહિત ભાગીદારો પાસેથી ઓફરોનો લાભ લેતાં ડિસ્કાઉન્ટ કુપન્સ મેળવ્યા હતા.
ગોવા, જયપુર, ઉદયપુર અને લોનાવાલા સૌથી વધુ બુક કરાતાં ડોમેસ્ટિક લીઝર હોટેલ ડેસ્ટિનેશન્સ તરીકે ઊભરી આવ્યાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દુબઈ, પટ્ટાયા, બેન્ગકોક, ફુકેત, સિંગાપોર, કુઆલા લમ્પુર, બાલી, લંડન, ક્રાબી અને લંગકાવી સૌથી વધુ બુક કરાયેલાં ડેસ્ટિનેશન્સ રહ્યાં છે.
ટાઈમ્ડ ઓફર્સ અને લિમિટેડ ઈન્વેન્ટરી ડીલ્સે પણ મજબૂત સહભાગ પ્રેરિત કર્યો હતો. ડેઈલી લાઈટનિંગ ડ્રોપ્સ સાંજે 6.00થી રાત્રે 9.00 વચ્ચે યોજાયું હતું, જેમાં ઉચ્ચ સહભાગ જોવા મળ્યો હતો, જેમાં પ્રવાસીઓએ સંરક્ષિત ઉત્તમ કિંમતો પર ભાર આપ્યો હતો.
મેકમાયટ્રિપના સહ- સંસ્થાપક અને ગ્રુપ સીઈઓ રાજેશ મેગોવે જણાવ્યું હતું કે, “પ્રવાસીઓ નિયોજન ચક્રમાં વહેલા સહભાગી થઈ રહ્યા છે અને વધુ વિચારપૂર્વકની પસંદગી કરવા લાગ્યા છે તે જોવાનું પ્રોત્સાહનજનક છે. ટ્રાવેલ કા મુહૂરત સાથે અમારો હેતુ એવું મંચ નિર્માણ કરવાનો છે, જે ઈકોસિસ્ટમમાં પ્રવાસીઓ, ભાગીદારો અને ઉદ્યોગ સહિતની ઈકોસિસ્ટમમાં દરેકના લાભમાં રહે, જેથી બહેતર નિયોજન થઈ શકે, વધુ મૂલ્ય અને વધુ માગણી ઊપજી શકે. આ વહેલા પ્રવાહો તે દિશામાં હકારાત્મક શરૂઆત છે.’’
કેમ્પેઈન સાપ્તાહિક થો અને પાર્ટનર ઓફર્સ સાથે નવેમ્બરમાં ચાલુ રહેવાની હોઈ મોજૂદ સહભાગને વધુ વધારવા માટે સુસજ્જ છે.
##########
