Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નવ માતૃશરીર સાથે નવધા ભક્તિ સ્વરૂપિણી શબરી સાથેનું રામનું વિશેષ મિલન ગવાયું

કેવળ બુદ્ધિ ભૌતિક વિકાસ કરાવી શકે છે, આધ્યાત્મમાંફેઇલ જાય છે.

વિશ્વને આજે બુદ્ધિયોગની જરૂર છે.

પ્રિય હોય એની સાથે કર્તવ્ય નિભાવો,અતિશય પ્રિય હોય એના માટે બધાનો ત્યાગ કરો.

પવિત્ર પ્રતિક્ષાનું સાક્ષાત સ્વરૂપ એવા શબરી આશ્રમ-સુરિબાના(કર્ણાટક) ખાતે રામયાત્રાનોચોથો પડાવ આવ્યો. વાલ્મિકી જેને ચારુભાષિણી,મધુરભાષિણી કહે છે.ચિત્રકૂટથી નીકળ્યા ત્યારે સીતાજી સાથે હતા.પંચવટીથીસીતાજીનો સાથ નથી.

રામ તો સીતાની શોધ કરવા નીકળેલા પણ આપણા માટે આ અંતરયાત્રા છે.

ધૈર્ય અને પ્રતિક્ષાભરીચેતનાઓને પ્રણામ કરીને રામચરિતમાનસમાં’સ’ અથવા ‘શ’ નામથી જેટલા પણ માતૃ સ્વરૂપ આવ્યા છે એ દરેકમાં કંઈ ને કંઈ વિશેષતા છે એને ગંભીરતાથી કહેતા બાપુએ કહ્યું કે આવા-સ(શ)-શબ્દવાળામાતૃસ્વરુપોમાં:

સતી:

સંગ સતી જગ જનની ભવાની;

પૂજેરિષિ અખિલેશ્વર જાની.

સતીનાં માતૃ સ્વરૂપમાં એક શીખ લઈએ કે માત્ર બુદ્ધિ બરાબર નથી,કેવળ બુદ્ધિ ભૌતિક વિકાસ કરાવી શકે છે,આધ્યાત્મમાંફેઇલ જાય છે.

બુદ્ધિ(સતી),બુદ્ધિ યોગમાં(યોગની યોગ અગ્નિમાં) સળગી જાય છે ત્યારે હિમાચલને ત્યાં શ્રદ્ધાના રૂપમાં જન્મ લે છે.

વિશ્વને આજે બુદ્ધિયોગની જરૂર છે.

સીતા:

જનક સુતા જગજનની જાનકી;

અતિશય પ્રિય કરુણાનિધાન કી.

સીતાજીને પોતાના મા,પિતા,બહેનો,ગુરુ,ગુરુમાતા, સાસુ,સસરા,લક્ષ્મણ ભરત બધા જ પ્રિય છે,પણ અતિશય પ્રિય કરુણા નિધાન છે.પ્રિય હોય એની સાથે કર્તવ્ય નિભાવો,અતિશય પ્રિય હોય એના માટે બધાનો ત્યાગ કરો.

શતરૂપા:

છ પ્રકારના વિવેક શતરૂપા પરમાત્મા પાસે માંગે છે. અહીંથી વિવેક શીખવાનોછે.ક્યારેક જ્ઞાન હોય છે, પણ વિવેક હોતો નથી.

એ પણ જણાવ્યું કે વિચારતા હતા કે આજે જેમ રામયાત્રા કરીએ છીએ એમ કન્યાકુમારીથી ચાલુ કરી ને કેદારમાં પૂરી થાય,વાયાકાલડી,શંકરાચાર્ય જ્યાં જ્યાં ચાલ્યા એવી કોઈ એક યાત્રા પણ આપણે કરવી છે.

સુમિત્રા:

જેણે પુત્રનું દાન કર્યું એની પાસેથી પ્રસંગોચિત સમજ પ્રાપ્ત કરવાની છે.

સુનયના:

જાનકીજીનીમાતા.જે સાધુ મતને પ્રાધાન્ય આપે છે.

સૂરપણખા:

સુપનો અર્થ સુપડુંથાય.જેનાં નખ સુપડા જેવા છે એ રાવણને પણ સાચે સાચું સંભળાવી દે છે.

સ્વયંપ્રભા:

આપણા દ્વાર ઉપર કોઈ આવે તો કેવી રીતે સહયોગ કરીએ, આપણી પ્રજ્ઞાનો સાચો ઉપયોગ કેમ કરવો એ શીખવે છે.

સુલોચના:

ઇન્દ્રજીતની ધર્મ પત્ની.એપાતીવ્રત ધર્મનું પાલન કેમ કરવું એ શીખવે છે.

શબરી:

ધૈર્ય અને પ્રતિક્ષાની પ્રતિમૂર્તિ શબરી છે.ગુરુનિષ્ઠાનું વિરલ દ્રષ્ટાંતછે.એની પાસેથી ધૈર્ય શીખીએ.ગુરુ વચન ઉપર ભરોસો કેવો હોય એ શીખીએ.મહર્ષિમાતંગે કહેલું કે અયોધ્યા વાળો તને શોધતો-શોધતો આવશે.

કબંધ રાક્ષસ રામ પર હુમલો કરવા આવે છે,કબંધને માથું નથી માત્ર ધડ છે,રામ તેને શિઘ્ર મુક્ત કરી દે છે કારણ કે જેને વિચાર નથી માત્ર આચરણ છે.

રામ શબરી પાસે નવધા ભક્તિનું ગાન કરે છે.એનવેયભક્તિઓની વ્યાખ્યા કરી શબરીનેયોગાગ્નિમાં પરમધામ આપી સિતાખોજમાં આગળ વધે છે.

Related posts

પોતાના સૌપ્રથમ સોશિયલ ઇનોવેટર ફેલોશિપ પ્રોગ્રામના વિજેતાઓને ઓળખી કાઢતી શેફલર ઇન્ડિયા

truthofbharat

બધું જાણવાની કોશિશ ન કરો! કંઈકઅનનોન રહી જાય એ પણ જરૂરી છે.

truthofbharat

મેક્ડોનાલ્ડઝ ઇન્ડિયાએ XSIR-CFTRIના સહયોગમાં સૌપ્રથમ વખત ‘પ્રોટીન પ્લસ સ્લાઇસ’ લોન્ચ કરી

truthofbharat