ગુજરાત, સુરત | ૨૩ ઓક્ટોબર ૨૦૨૫: પોતાની ક્રાફ્ટમેનશિપ અને રનિંગ ઇનોવોશન માટે જાણિતી ગ્લોબલ એથલેટિક બ્રાન્ડ ન્યૂ બેલેન્સે તાજેતરમાં ગુજરાતના સુરતમાં વીઆર ખાતે પોતાના નવા સ્ટોરનો પ્રારંભ કર્યો છે.
ન્યૂ બેલેન્સ ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર, રાધેશ્વર દાવર એ આ લોન્ચિંગ વિશે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે “અમને ન્યૂ બેલેન્સને સુરતમાં લાવતા ખૂબ જ આનંદ થાય છે. એક શહેર જે તેની ઊર્જા, મહત્વાકાંક્ષા અને વિકસતી ફિટનેસ સંસ્કૃતિ માટે જાણીતું છે. આ ઉદ્ઘાટન ભારતમાં અમારા વિસ્તારને વધારવા અને રમતગમત તેમજ લાઇફસ્ટાઇલ દ્વારા સ્થાનિક સમુદાયો સાથે જોડાવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. અમે સુરતના ઉત્સાહી સમુદાયને વીઆર સુરત ખાતે ન્યૂ બેલેન્સનો અનુભવ કરવા આવકાર આપીએ છીએ.”
આ સ્ટોર એક રિટેલ ડેસ્ટિનેશન કરતા પણ વધુ છે. આ એક પ્રમાણિક ન્યૂ બેલેન્સ એક્સપિરિયન્સ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે બ્રાન્ડ ક્રાફ્ટમેનશિપ, પર્ફોર્મન્સ ગિયર અને આઇકોનિક ડિઝાઇનનું મિશ્રણ છે. આ સ્ટોરના ઉદ્ઘાટન અવસરને આકર્ષક બનાવવા માટે ન્યૂ બેલેન્સે એક વિશિષ્ટ ઇન-સ્ટોર શોકેસનું પણ આયોજન કર્યું હતું, જ્યાં મહાનુભાવાઓએ બ્રાન્ડનું લેટેસ્ટ કલેક્શન અનુભવ્યું અને પર્ફોર્મન્સ અને સ્ટાઇલ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પ્રત્યક્ષ રીતે જોઈ પણ હતી.
આ સ્ટોરમાં પર્ફોર્મન્સ અને લાઇફસ્ટાઇલ આઇકોન્સની કાળજીપૂર્વક ક્યુરેટ કરેલી પસંદગી રજૂ કરવામાં આવી છે, જેમાં 1080, Rebel, 9060 અને લેટેસ્ટ M1000 સિરીઝનો સમાવેશ થાય છે. ગ્રાહકો ન્યૂ બેલેન્સની નવીન ફ્રેશ ફોમ એક્સ (Fresh Foam X) અને ફ્યુઅલસેલ (FuelCell) ટેક્નોલોજીઓનું અન્વેષણ કરી શકે છે, આ બધું એક આધુનિક, ઇન્ટરેક્ટિવ રિટેલ વાતાવરણમાં છે, જે દરેક મુલાકાતને યાદગાર બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
