Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નૂતનવર્ષની સનાતનયાત્રા રૂપે રામકથા સાથે શ્રી મોરારિબાપુ દ્વારા શનિવારથી ‘રામયાત્રા’

અયોધ્યાથી શ્રીલંકા સુધીના ભગવાન શ્રી રામની યાત્રાના સ્થાનોને સાંકળતો રામકથા ગાન સાથેનો દિવ્ય ઉપક્રમ

ગુજરાત, અમદાવાદ | ૧૮મી ઓક્ટોબર ૨૦૨૫: અયોધ્યાથી શ્રીલંકા સુધીના ભગવાન શ્રી રામની યાત્રાના સ્થાનોને સાંકળતો રામકથા ગાન સાથેનો દિવ્ય ઉપક્રમ શ્રી મોરારિબાપુ દ્વારા યોજાનાર છે. નૂતનવર્ષની સનાતનયાત્રા રૂપે રામકથા સાથે આગામી શનિવારથી આ ‘રામયાત્રા’ પ્રારંભ થશે.

નૂતનવર્ષની સનાતનયાત્રા રૂપે રામકથા સાથે શ્રી મોરારિબાપુ દ્વારા શનિવાર તા.૨૫થી ઐતિહાસિક ‘રામયાત્રા’ પ્રારંભ થશે. આ યાત્રા રેલ અને હવાઈ માર્ગ દ્વારા જોડાયેલ હોઈ તે મુજબ ભાવિક શ્રોતાઓ ક્થા લાભ લેશે.

અયોધ્યાથી શ્રીલંકા સુધીના ભગવાન શ્રી રામની યાત્રાના સ્થાનોને ક્રમશઃ સાંકળતો રામકથા ગાન સાથેનો દિવ્ય ઉપક્રમ શ્રી મોરારિબાપુ દ્વારા યોજાનાર છે. આ ‘રામયાત્રા’ ઉપક્રમ વિગત મુજબ શનિવાર તા.૨૫થી મંગળવાર તા.૪ દરમિયાન વિવિધ સ્થાનો પર કથાગાન થશે. શનિવાર તા.૨૫ અત્રિ મુનિ આશ્રમ, ચિત્રકુટ, રવિવાર તા.૨૬ અગસ્ત્ય મુનિ આશ્રમ, સતના, સોમવાર તા.૨૭ પંચવટી, મંગળવાર તા.૨૮ સબરી આશ્રમ, સુરિબાના, બુધવાર તા.૨૯ ઋષિમુખ પર્વત, હમ્પી, ગુરુવાર તા.૩૦ પ્રવર્ષણ પર્વત, શનિવાર તા.૧ રામેશ્વરમ અને ત્યાંથી સોમવાર તા.૩ કોલંબો શ્રીલંકા થઈને મંગળવાર તા.૪ અયોધ્યા રામકથા પહોંચશે.

Related posts

ભાવનગર અને અમરેલી જિલ્લામાં અકાળે અવસાન પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat

એસએસઆઈ મંત્રાના નિર્માતા એસએસ ઇનોવેશન્સ ઇન્ટરનેશનલ, ઇન્ક. નો નાસ્ડેક માં ઐતિહાસિક પ્રવેશ

truthofbharat

પ્લમ્બર બાથવેર એ આદિત્ય મેકાટ્રોનિક્સને વિશ્વની પ્રથમ હોરીજોન્ટલ પીલિંગ મશીન ઇનોપીલના વિકસિત કરવા માટે માર્ગદર્શન આપ્યું

truthofbharat