IREE 2025 માં રેલવે ક્ષેત્ર માટે નવીન ઉકેલો સાથે આત્મનિર્ભર ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા મજબૂત
પુણે, ભારત | ૧૫મી ઓક્ટોબર ૨૦૨૫: અગ્રણી મોશન ટેકનોલોજી કંપની શેફલર ઇન્ડિયા 15મા ઇન્ટરનેશનલ રેલ્વે ઇક્વિપમેન્ટ એક્ઝિબિશન (IREE) 2025 માં રેલ્વે ક્ષેત્ર માટે નવા બેરિંગ ઉત્પાદનો અને અદ્યતન ઉત્પાદનો ધરાવતો તેનો નવીનતમ પોર્ટફોલિયો પ્રદર્શિત કરશે. આ એક્સહિબીશન 15-17 ઓક્ટોબર, 2025 દરમિયાન પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવશે. મુલાકાતીઓ હોલ – 3, બૂથ – 3.30 ખાતે શેફલરના ઉતપદનોનું અન્વેષણ કરી શકશે.
તેની ભાગીદારી દ્વારા, શેફલર ઇન્ડિયા એક વિશ્વસનીય ટેકનોલોજી ભાગીદાર તરીકે, ભારતીય રેલ્વે ક્ષેત્રમાં તેની હાજરીને મજબૂત બનાવવાનો, ભારત સરકારના “આત્મનિર્ભર ભારત” ના ઉદ્દેશ્યને પૂરો કરવા માટે સ્થાનિક ધોરણે ઉત્પાદનો બનાવવાના પ્રયાસોને પ્રકાશિત કરવાનો અને રાષ્ટ્રના વિસ્તરતા રેલ માળખાને સમર્થન આપવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે જોડાવાનો હેતુ ધરાવે છે.
આ બૂથમાં શેફલરના અત્યાધુનિક રેલ્વે અને નવીનતમ ઉત્પાદનોની વિશાળ શ્રેણી હશે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- TAROL બેરિંગ્સ: રેલ્વે એક્સલ બોક્સ માટે કોમ્પેક્ટ, રેડી-ટુ-માઉન્ટ ટેપર્ડ રોલર બેરિંગ યુનિટ્સ, મજબૂતી અને ઓછી જાળવણીની ખાતરી આપે છે.
- CRU બેરિંગ્સ: લોકોમોટિવ એક્સલ માટે નળાકાર રોલર બેરિંગ યુનિટ વિશ્વસનીય છે અને તેમને સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય છે.
- કરંટ ઇન્સ્યુલેટેડ બેરિંગ્સ: ઇલેક્ટ્રિકલ નુકસાનને રોકવા માટે ખાસ કોટિંગ્સ સાથે બેરિંગ્સ, મોટર્સ અને જનરેટરમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
- હાઉસિંગ: બેરિંગ્સને પૂરતા પ્રમાણમાં ટેકો આપવા અને લાંબી સર્વિસ લાઈફ પ્રદાન કરવા માટે મજબૂત બેરિંગ હાઉસિંગ.
- લુબ્રિકેશન ગ્રીસ: ખાસ ગ્રીસ જે ઘર્ષણ ઘટાડે છે, ઘસારા સામે રક્ષણ આપે છે અને વારંવાર સર્વિસ કરવાની જરૂર પડતી નથી.
- ક્લાસ C/D/K સીલ: ગંદકીથી અસરકારક સુરક્ષા માટે અદ્યતન સીલિંગ સોલ્યુશન્સ.
- કન્ડિશન મોનિટરિંગ ડિસ્પ્લે કીટ: બેરિંગ્સ માટે અદ્યતન કન્ડિશન મોનિટરિંગ સોલ્યુશન્સ, જાળવણીની આગાહી કરવામાં મદદ કરે છે.
આ બૂથ પર વિશ્વના અને ભારતના અગ્રણીઓ, એટલે કે શેફલરના ગ્લોબલ સેક્ટર લીડ રેલ બેરિંગ્સ અને ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ, ડૉ. માઈકલ હોલ્ઝપફેલ અને શેફલર ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી શેષન ઐયર પણ ઉપસ્થિત રહેશે.
શેફલરની ભાગીદારી વિશે બોલતા, શેફલર ઇન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર હર્ષ કદમે કહ્યું: “શેફલરને વિશ્વભરમાં રેલ ક્ષેત્ર માટે વિશ્વસનીય ભાગીદાર બનીને ગર્વ છે. ભારતમાં વિસ્તૃત ઉત્પાદન અને સ્થિતિની દેખરેખ ક્ષમતાઓ સાથે, અમે વૈશ્વિક સ્તરે સૌથી વિકસતી રેલ બજારના ઓપરેટર અને OEM ની વિકસતી જરૂરિયાતોને સમર્થન આપવામાં મદદ કરીએ છીએ.”
શેફલર ઇન્ડિયાના બેરિંગ્સ અને ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સના પ્રેસિડેન્ટ શ્રી શેષન ઐયરે ઉમેર્યું: “ભારતના માળખાગત વિકાસમાં રેલ્વે, વૃદ્ધિનો એક મહત્વપૂર્ણ ચાલક બની રહ્યું છે. શેફલર ખાતે, અમને વિશ્વસનીયતા, કાર્યક્ષમતા અને સુરક્ષામાં સુધારો કરતા અદ્યતન, સ્થાનિક અને ભવિષ્ય માટે તૈયાર ઉકેલો સાથે યોગદાન આપવામાં ગર્વ અનુભવીએ છીએ. IREE 2025 માં અમારી ભાગીદારી નવીનતા અને ટેકનોલોજી દ્વારા સંચાલિત વિશ્વ-સ્તરીય રેલ નેટવર્ક બનાવવાના ભારતના લક્ષ્યને સમર્થન આપવાની અમારું સમર્પણ દર્શાવે છે.”
શેફલર ઇન્ડિયા રેલ્વે ક્ષેત્ર માટે તેની ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે સતત રોકાણ કરી રહ્યું છે. હાલમાં, કંપનીએ તેના માનેજા પ્લાન્ટ ખાતે એક અત્યાધુનિક TAROL હીટ ટ્રીટમેન્ટ કેન્દ્ર શરૂ કર્યું છે, જે રેલ ઉદ્યોગની વિકસતી જરૂરિયાતો પુરી કરવા અને ભારતના માળખાગત મહત્વાકાંક્ષાઓમાં યોગદાન આપવા માટે વિકસાવવામાં આવી છે.
