Truth of Bharat
અવેરનેસગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉપક્રમે સ્વામિનારાયણ યુનિવર્સિટી દ્વારા ખાસ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના

વિધાર્થીઓ-વાલીઓ-દર્દીઓને વિનામૂલ્યે નિષ્ણાંત સાયકયાટ્રીસ્ટ-સાયકોલોજીસ્ટની સેવાઓ મળશે

  • તા:૧૦ ઑક્ટોબર વિશ્વભરમાં વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે.
  • નેશનલ મેન્ટલ હેલ્થ સર્વેના આંકડા મુજબ ભારતમાં ૧૦ થી ૧૫% લોકો જીવનમાં ક્યારેક અને ક્યારેક માનસિક સમસ્યાઓનો સામનો કરે છે. જેમાંથી ૭૦ થી ૯૦% લોકોને પૂરતી સારવાર મળતી નથી અથવા તેઓ સારવાર લેવા માટે હિચકિચાટ અનુભવે છે.
  • આ બાબતને ખાસ ધ્યાને લઈને સ્વામીનારાયણ યુનિવર્સિટી, મેડિકલ કોલેજ તથા પી. એસ. એમ હોસ્પિટલ દ્વારા એક ઉમદા શરૂઆત કરવામાં આવેલ છે.
  • આ અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલ પી.એસ એમ હોસ્પિટલમાએક ખાસ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવેલ છે.
  • જ્યાં દરરોજ સવારે ૧૦ થી ૧૨ દરમિયાન વિધાર્થીઓ-વાલીઓ-દર્દીઓને વિનામૂલ્યે નિષ્ણાંત સાયકયાટ્રીસ્ટ-સાયકોલોજીસ્ટની સેવાઓ મળશે.
  • સામાન્ય રીતે આ સેવાઓની ફી ૧૦૦૦ થી ૫૦૦૦ સુધીની હોય છે જે તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આ સેન્ટર ખાતે કાઉન્સેલિંગ ઉપરાંત સાયકોથેરાપી, C.T થેરાપી,P.L.R થેરાપી વગેરેજેવીસારવાર પણ આપવામાં આવશે.
  • આજરોજ વિશ્વ માનસિક આરોગ્ય દિવસના પ્રસંગે, સ્વામિનારાયણ યુનિવર્સિટી અને PSM હોસ્પિટલની સંયુક્ત છત્રછાયા હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડો. રૂપેશ વસાણી,ડૉ. ગુંજન શાહ, ડો.અશ્વિનસંઘવી, સાયકિયાટ્રિસ્ટ ડો. ધ્રુવ પટેલ તથા સાયકોલોજિસ્ટ મીલીબેન પંડયા, કોમ્યુનિટી ડિપાર્ટમેન્ટના HOD&CEO ડૉ. વિજય પંડયા વગેરેએ  ઉપસ્થિત રહીને માનસિક આરોગ્યના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
  • સાયકિયાટ્રિસ્ટ ડો. ધ્રુવ પટેલે અને સાયકોલોજીસ્ટ મિલી પંડયાએ ટૅક્નિકલ સેશન દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું. આ પ્રસંગે માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને સમાજમાં તેના મહત્વને રેખાંકિત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી અને હોસ્પિટલની ટીમે માનસિક સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુલભ અને વ્યાપક બનાવવાની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવી.
  • સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ,કલોલ (જી-ગાંધીનગર) સંસ્થાના પ્રમુખશ્રી પ.પૂ. શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી અને ઉપ-પ્રમુખ ભક્તવત્સલ સ્વામીજી દ્વારા પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરુંપાડવામાં આવેલ.

Related posts

LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા (લિમિટેડ) (LGEIL)એ તેના Q2FY26નાં પરિણામો જાહેર કર્યા છે. મુખ્ય પ્રોડક્ટ કેટેગરીઝમાં બજારમાં નેતૃત્ત્વ મજબૂત બનાવ્યું.

truthofbharat

WPP મીડિયાના સહયોગથી બ્રિટાનિયા સાત ભાષાઓમાં BourbonIT સીઝન 2 આવી રહી છે

truthofbharat

ગુજરાતના પ્રથમ ગ્રાન્ડમાસ્ટર તેજસ બાકરેએ સિસિલિયન ગેમ્સ ચેસ ટુર્નામેન્ટમાં હાજરી

truthofbharat