Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામાયણ એ વૈશ્વિક, વિજ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એમ ચાર વિચાર આપે છે. – શ્રી મોરારિબાપુ

ગોપનાથ તીર્થમાં રામકથા’માનસ ગોપનાથ’ ગાનમાં ઉજવાયો રામ જન્મોત્સવ

નરસૈયાનીચેતનાભૂમિગોપનાથતીર્થમાંરામકથા’માનસ ગોપનાથ’ ગાનમાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, રામાયણ એ વૈશ્વિક, વિજ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એમ ચાર વિચાર આપે છે. આજની કથામાં સાંપ્રત ચિંતન સાથે રામજન્મોત્સવઉજવાયો.

ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાંરામકથા’માનસ ગોપનાથ’ ગાનમાં શ્રી મોરારિબાપુએક્થા પ્રસંગ સાથે એક પત્ર જિજ્ઞાસા સંદર્ભે ચિંતન વ્યાખ્યા કરતાં કહ્યું કે, રામાયણ એ વૈશ્વિક એટલે સમગ્રનો વિચાર, વિજ્ઞાન એટલે અધ્યાત્મનાસંદર્ભનો વિચાર, વૈરાગ્ય એટલે વિરક્ત ભાવ વિચાર અને વિવેક એટલે વાનપ્રસ્થ સભાનતાનો વિચાર એમ ચાર વિચાર આપે છે.

શ્રી મોરારિબાપુ એ સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિમાં યુદ્ધની સ્થિતિમાં યુદ્ધવિરામના મળતા સમાચારોનેબિરદાવી વ્યાસપીઠ પરથી રાજીપો વ્યક્ત કર્યો.

ધર્મના નામે આડંબર અને સંપ્રદાયોના નામે સનાતન વિરોધી કરતૂતો સામે જાગૃત રહેવા જણાવી શિવ, ગણેશ, માતાજી… વગેરેની પૂજન વંદના ન છોડવા અને વૈદિક ધર્મને વળગી રહેવા શીખ આપી.

ક્થા પ્રવાહ વર્ણન સાથે રામ અવતાર કારણ અને હેતુઓસમજાવ્યા. સાંપ્રત ચિંતન સાથે ઉત્સાહ ભાવ સાથે રામજન્મોત્સવઉજવાયો. ‘ભયે પ્રગટ ક્રિપાલા, દીનદયાળા, કૌશલ્યા હિતકારી…’ ચૈત્ર માસ નવમીના ભગવાન અવતરણ થાય છે. અહીંયા ચાર રાજકુમારોના જન્મના પ્રસંગ વર્ણવાયા.

તલગાજરડાનાવાયુમંડળમાં દર વર્ષે રામકથા લાભ મળી રહ્યો છે, આ પ્રસંગે આજની કથામાં પણ શ્રી મોરારિબાપુએ અગાઉ આ પંથકના ગામોમાં થયેલી કથાઓ અને તે સમયનાં કાર્યકર્તા વડીલોનું સંસ્મરણ ભાવવાહી રીતે કર્યું.

નરસૈયાનીચેતનાભૂમિગોપનાથતીર્થમાંરામકથા’માનસ ગોપનાથ’  પ્રસંગે શ્રી લલિતકિશોર મહારાજ, શ્રી જાનકીદાજી મહારાજ અને સંતો, મહાનુભાવોની ઉપસ્થિતિ રહી.

આજના ક્થા પ્રારંભે શ્રી દિનુભાઈચુડાસમા દ્વારા સંપાદિત ‘સુભાષભટ્ટની અનહદ બાની’ એક શબદમે સબ કહા પ્રકાશન લોકાર્પણ બ્રહ્માઅર્પણ કરાયું, જે ઉપક્રમમાં શ્રી મોરારિબાપુ સાથે શ્રી સીતારામબાપુ અને સંગીતની દુનિયા પરિવારના શ્રી નિલેશભાઈવાવડિયા તથા તસવીરકાર શ્રી પ્રિયાંકભાઈવાવડિયા જોડાયાં. આ પ્રકાશન પ્રસંગે શ્રી મોરારિબાપુએ પોતાની પ્રસન્નતા પણ જણાવી.

આજની કથામાં શ્રી નિરંજનભાઈરાજ્યગુરુ, શ્રી માયાભાઈઆહિર, શ્રી જગદીશભાઈ ત્રિવેદી, શ્રી દિગુભા જાડેજા વગેરે સાહિત્યકારો, કલાકારો જોડાયાં હતાં.

Related posts

વિસત ફાર્મ કરાઈ ખાતે કેડિલાના ભૂતપૂર્વ કર્મચારીઓનું સ્નેહમિલન યોજવામાં આવ્યું

truthofbharat

રીન્યુએ દસ લાખ ધાબળાનું વિતરણ કરીને ગિફ્ટ વાર્મથ કેમ્પેઈનનું ઐતિહાસિક 10મું સંસ્કરણ પૂરું કર્યું

truthofbharat

શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડનો રૂ. 23.36 કરોડનો IPO 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે

truthofbharat