ગોપનાથમાંરામકથા કરતાં શ્રી મોરારિબાપુએ નરસિંહ મહેતાનાપિતાશ્રીના શ્રાદ્ધનું કર્યું આખ્યાન ગાન
તીર્થસ્થાન ગોપનાથમાંરામકથા કરતાં શ્રી મોરારિબાપુએ નરસિંહ મહેતાનાપિતાશ્રીના શ્રાદ્ધનું રસપૂર્ણ આખ્યાન ગાન કર્યું અને કહ્યું કે, નરસિંહ એટલે વેદાંત, પ્રશાંત, ભેદાંત, એકાંત અને ભાવાંત એમ પંચમુખી ચેતના છે.
રામચરિત માનસ ચોપાઈ પંક્તિઓ ‘ બિસ્વનાથ મમ નાથ પુરારી, ત્રિભુવન મહિમા બિદિતતુમ્હારી’ ‘નાથ કૃપા અબ ગયઉબિષાદા, સુખી ભયઉ પ્રભુ ચરનપ્રસાદા…’ કેન્દ્ર સૂત્ર રાખી શ્રી મોરારિબાપુનાવ્યાસાસનેરામકથા’માનસ ગોપનાથ’ લાભ મળી રહ્યો છે.
આદિ કવિ શ્રી નરસિંહ મહેતાનીસાધનાસ્થળીમાંકથાનાપાંચમાં દિવસે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, નરસિંહ એટલે વેદાંત, પ્રશાંત, ભેદાંત, એકાંત અને ભાવાંત એમ પંચમુખી ચેતના છે. વેદાંત એટલે તેમનું તત્ત્વ ચિંતન, પ્રશાંત એટલે તેમની સ્થિરતા, ભેદાંત એટલે તેમણે તોડેલા સામાજિક ભેદ, એકાંત એટલે તેમનું ભજન કીર્તન અને ભાવાંત એટલે તેમનો એક ભાવ, એમ સવિસ્તાર તત્ત્વ અર્થ નિરૂપણ કર્યું.
તીર્થસ્થાન ગોપનાથમાંરામકથા કરતાં શ્રી મોરારિબાપુએ નરસિંહ મહેતાનાપિતાશ્રીના શ્રાદ્ધનું રસપૂર્ણ આખ્યાન ગાન કર્યું અને સૌને ભરોસો, ભક્તિ સાથે હળવો હાસ્યભાવપીરસ્યો. આ પ્રસંગે ભગવાન ગરુડ પર નહી પણ નરસિંહના પદ પર આવ્યાનું જણાવ્યું. આજના શ્રાદ્ધ પ્રસંગ સાથે શ્રી મોરારિબાપુના ભાવ આગ્રહથીપ્રભુપ્રસાદ ભોજનમાં અન્ય વ્યંજનો સાથે પૂરી દૂધપાક પીરસવામાં આવેલ.
ક્થા લાભ લેતાં ભાવિકોને શ્રી મોરારિબાપુએ સામાજિક સંકલ્પો માટે કટિબદ્ધ થવા જણાવી સંગ્રહ ન કરવા, જળ બચાવવા, વૃક્ષો વાવવા, વેરઝેર વિવાદ ટાળવા, ઊંચનીચ ભેદ મિટાવવા તેમજ ઈષ્ટનું સ્મરણ કરવાં ભાર પૂર્વક અનુરોધ કર્યો. શાસ્ત્રોમાંદેશકાળ અને પાત્રોસંદર્ભે વિવેક રાખવા પર પણ શિખામણ આપી.
રામકથા’માનસ ગોપનાથ’ પ્રસંગ વર્ણનમાં શિવ પાર્વતી સંવાદ સાથે દક્ષ પ્રજાપતિ યજ્ઞ અને સતીનો દેહત્યાગ પછી શિવ અને સતીના આગળના અવતારની કથા થઈ.
ગોપનાથજગ્યાનામહંતો શ્રી સીતારામબાપુ અને શ્રી આત્માનંદ સરસ્વતી, શ્રી રઘુરામબાપા, શ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રી તેમજ મહાનુભાવો સાથે પૂર્વ સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, લોકભારતીના વડા શ્રી અરુણભાઈદવે, કવિ શ્રી નીતિનવડગામા સાથે ભાવિક શ્રોતાઓ કથામાં જોડાયાં.
