Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નાગર જ્ઞાતિ નહીં એક વિચારધારા છે.

નરસિંહને નયનથી નિરખવો,ને પંડથીપરખવો છે.

“મારો સંબંધ ઇતિહાસ સાથે નહીં નરસિંહનાં અધ્યાત્મ સાથે છે”

ભવિષ્ય હંમેશા ચિંતા કરાવે,વર્તમાનકાળ નિરંતર ચિંતન કરાવે છે.

“બુદ્ધિથી નહીં બુધ્ધનીઆંખોથી હું નરસિંહને જોઉં છું”

જે સમાધિમાં સંવેદના નથી એ ખૂબસૂરત ઉપાધિ છે.

સંઘર્ષ બંધ થાય તો સ્પર્શ બહુ મોટું કામ કરે.

ભક્ત શિરોમણી નરસિંહ મહેતાની દિવ્ય રાસભૂમિ,રસેશ્વરનીઝાંખીની ભૂમિ,ગોપનાથ અને ગોપેશ્વરની ભૂમિ પર મંડાયેલીરામકથાનાં ત્રીજા દિવસે નરસિંહ મહેતાનાં ઇતિહાસ વિશે પૂછાયું, બાપુએ કહ્યું કે મારો સંબંધ ઇતિહાસ સાથે નહીં નરસિંહનાં અધ્યાત્મ સાથે છે.ત્રણ કાળ-ભુત, ભવિષ્ય અને વર્તમાન જ્યાંસભૂતકાળ સ્મૃતિ હોય યાદ હોય.દરેક કાળનો,દરેક યુગનો અને દરેક પળનો પોતાનો આગવો ધર્મ હોય છે,જો જીવતા આવડે તો! આપણે આપણા ધર્મ સંભાળવા… ભવિષ્ય હંમેશા ચિંતા કરાવે,વર્તમાનકાળ નિરંતર ચિંતન કરાવે છે.મને નરસિંહનું ચિંતન થાય છે.ઇતિહાસે નરસિંહને પ્રગટ કરવા પવિત્ર પ્રયત્નો કર્યા છે એનું સ્વાગત છે,પણ કોઈ એક મત નથી.

તુલસીદાસજીએ પણ વેદ પુરાણોનો સાર લીધો. પહેલો ઋગ્વેદ પછી સામવેદ એ પછી બે વેદ, રામાયણ,મહાભારત વગેરે આવ્યા પણ આપણે નયનથી નિરખવો અને પંડથીપરખવો છે.

ઇતિહાસ તો સારો ખરાબ હોય અધ્યાત્મ કાયમ શુદ્ધ હોય છે.જેમશરદપૂર્ણિમા પણ બે છે એક રાસ વાળાઓની એક ઊંધિયાવાળાઓની! બે મતનો ઉર્દુમાં અર્થ કોઈ મત નહીં એવું પણ થઈ શકે! તળાજા ગૌરવ લઈ શકે,૩૦ વર્ષ સુધી ત્યાં નરસિંહ મહેતા રહ્યા એવું એક ઇતિહાસ કહે છે.તાલજધ્વજગિરિમાંરહ્યા.મૂળવડનગરા બ્રાહ્મણ અને ત્યાં હાટકેશ્વરનુંમંદિર.જવાહરબક્ષીએ નરસિંહ મહેતા નો આખો આંબો ચીતરીને અંતે ઠેઠ નીચે પોતે નરસિંહના વંશજ તરીકે ક્યાં આવ્યા એ પણ બતાવ્યું છે.

વિદ્વાનોએ શોધખોળ કરી,પણ બુદ્ધિથી નહીં બુધ્ધનીઆંખોથી હું નરસિંહને જોઉંછું.તળાજા ન ફાવ્યું એટલે જૂનાગઢ નીકળ્યા.૬૦૦ વર્ષ અગાઉ ક્યું વાહન કે પગપાળા ગયા હશે! કદાચ મારું તલગાજરડા પણ ગયા હોય!!

ફર્કઇતનાશૈયાદકફસ ઓર આશિયાને મેં;

યેતેરાદસ્તુર હે,ઉસેમૈનેબનાયા હૈ!

કદાચ કોંજલી ગયા હોય ને જીવનદાસ મહેતા સુધી પણ પગેરું મળે!

જે હોય તે નરસિંહ ગમે છે બહુ!

સાંપ્રત પરિસ્થિતિમાં ભજન કરનારને અનુભવ(સહન)હોય ત્યારે નરસિંહ ખૂબ યાદ આવે

૨૫ વર્ષ જૂનાગઢમાં રહ્યા.

પુરુષ સંતોમાં નરસિંહ મહેતા સૌથી વધુ ગમે. મહારાષ્ટ્રમાંજ્ઞાનેશ્વર,નામદેવ,તુકારામ,એકનાથ પણ એ આપણને દૂર પડે.મધ્યકાલીનસંતોમાં કબીર બહુ જ ગમે અને માતૃ શરીરમાં પહેલી મીરા અને પછી ગંગાસતી દેખાય.

બાપુએ કહ્યું કે સોશિયલમીડિયાનું બહુ ધ્યાન રાખવું પડે શિખ પરંપરામાં કહે બોલે સો નિહાલ! એવું નાનકદેવ કહેતા પણ હવે સોશિયલમીડિયામાં જો બોલે સો બેહાલ-એવી પરિસ્થિતિ છે.

અહીં ‘હલકા’ કર્મનો નહીં,’હળવા’ કરમનો એવી વાત નરસિંહ લખે છે જે એનો વિવેક દેખાડે છે,જે સર્જકનો વિવેક છે.

શંકર પરમ વૈષ્ણવ છે એટલે નરસિંહ ગોપનાથ આવ્યા.

ગોપનાથમાં સાત દિવસ સમાધિ લાગી.સમાધિમાં આંસુ આવ્યા એનો અભિષેક થયો.જે સમાધિમાં સંવેદના નથી એ ખૂબસૂરત ઉપાધિ છે.ગોપનાથે કહ્યું માેગ! ત્યારે કહ્યું કે વલ્લભ એટલે કે પ્રિય હોય એ આપો! મહિનાઓ સુધી રાસલીલા માં શરીર તપાવ્યું હાથ બળી ગયો.કાયા ન બળે ત્યાં સુધી કૃષ્ણ મળતા નથી.ગોપનાથ અને ગોપીનાથની કૃપાથી કાવ્ય સર્જન શરૂ થયું.

પણ નરસિંહના પિતાનું શ્રાદ્ધ,દલિત સમાજમાં ભજનો,હૂંડી,હારમાળા પ્રસંગ વગેરે વિદ્વાનોએઉડાડીમૂક્યાછે.સમાજનીગુણાતિત શ્રદ્ધા અમર રાખવા માટે આવા પ્રસંગો રાખવા જોઈએ.

૨૫ વર્ષ જૂનાગઢ રહ્યા બાદ રોજ નવા આક્ષેપો,આરોપો,પોતાના અને પારકાઓનો વિરોધ વધતો ગયો અને વધતો વિરોધ જુનાગઢનાં નવાબ રા’માંડલિકના કાન સુધી પહોંચ્યો.એ પછી રા’ માંડલીક પાસે પરચાની જે વાત છે.નરસિંહે પ્રપંચ પરચો નહીં પણ પરિચય કરાવ્યો છે.

હારમાળાનો પ્રસંગ,કેદાર વાળો પ્રસંગ પણ છે.પણ ઘણા લોકો એને સ્વિકારતાનથી.રા’માંડલિકની મા એ ખૂબ ના પાડી છતાં પણ નરસિંહને સાચો સાબિત કરવાના પ્રયત્નો થયા.માત્ર ૬૦ રૂપિયામાં કેદાર રાગ ગીરીવેમુકાયો.નરસિંહને જો સિંહ કહીએ તો એનું એક મોઢું વેદાંતનું,એક મુખ સિદ્ધાંતનુંછે.સંઘર્ષ બંધ થાય તો સ્પર્શ બહુ મોટું કામ કરે.

એ પછી જુનાગઢ છોડ્યું ત્યારે દલિત સમાજ,રા’ માંડલીકની મા અને અમુક નાગરગૃહસ્થ તો ખૂબ જ રડ્યા.

છેલ્લા ૨૦ વર્ષ નરસિંહને ખૂબ ખરાબ રીતે પસાર કર્યા.પત્ની ગુજરી ગયા અને શામળશાનું મૃત્યુ થયું એ વખતે કદાચ એણે લખ્યું:

ઘડપણ કોણે મોકલ્યું રે….

Box

આજે નાગર જ્ઞાતિ નહીં એક વિચારધારા છે.

તળેટી સમીપે મને લાગ્યા કરે છે;

હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે.

નરસિંહ કહેતા:

દુનિયા કહે દુનિયા કહે ભૂંડો, કરત ધરમની વાત,

જે જેવી એ મુજને નવ ભાવે રે,

સઘળા પદાર્થ જે થકી પામ્યો,

તે મારા પ્રભુની તોલે ના આવે રે;

સઘળા સંસારમાં હું એક ભૂંડો,

ભૂંડાથી ય વળી ભૂંડો રે

તમારે મન માને તે કહેજો,

મને નેડો લાગ્યો બહુ ઊંડો રે ..

હળવા કરમનો હું નરસૈયો,

મુજને વૈષ્ણવ બહુ વા’લા રે..

હરીજનથી જે અંતર ગણશે,

એનાં ફોગટ ફેરા ઠાલા રે..

એવા રે એવા અમો,તમો કહો છો વળી તેવા રે.. ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો,

તો કરશુંદામોદરની સેવા રે…

Related posts

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. – શ્રી મોરારિબાપુ

truthofbharat

ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિકલ લવ સ્ટોરી આવવા દેના ગીતો મચાવી રહ્યા છે ધૂમ

truthofbharat

આજે જગતને જે શાસ્ત્રની જરૂર છે-એ રામચરિતમાનસ છે.

truthofbharat